મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે.
15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani