રવિવારે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ ખાતે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૯ લોકો ઘાયલ થયાં છે. આ મુસાફરો બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચઢવા માટે નાસભાગ કરી રહ્યાં હતા. બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મ નંબર ૧ પર સવારે ૨.૫૫ વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટના વધુ ભીડને કારણે થઈ હતી.
(તસવીરોઃ અનુરાગ અહિરે)
27 October, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent