Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Food

લેખ

 ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડ રેસ્ટોરન્ટ

જેટલા પાતળા એટલું વધુ ડિસ્કાઉન્ટ મળશે આ થાઇ રેસ્ટોરાંમાં

થાઇલૅન્ડના ચિઆન્ગ મેઇ શહેરમાં ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડમાં આખો દિવસ ઇન્ટરનૅશનલ ક્વિઝિનની બ્રેકફાસ્ટ આઇટમો મળે છે. આ રેસ્ટોરાંમાં ૦ ટકાથી લઈને ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર થાય છે. એક હદથી વધુ મોટા બારમાંથી પસાર થવું પડે તો કોઈ ડિસ્કાઉન્ટ ન મળે.

10 April, 2025 12:35 IST | Bangkok | Gujarati Mid-day Correspondent
ફ્રિડા આઇસક્રીમ

માના દૂધની યાદ અપાવે એવો બ્રેસ્ટ-મિલ્કનો આઇસક્રીમ લૉન્ચ કરશે અમેરિકન કંપની

આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબૅકોના આઇસક્રીમ્સ મળે છે. અમેરિકાની એક કંપનીએ બ્રેસ્ટ-મિલ્કનો આઇસક્રીમ લૉન્ચ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે.

09 April, 2025 02:21 IST | Washington | Gujarati Mid-day Correspondent
રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે

તોડકામના ૨૦ દિવસ પછી પણ હજી કાંદિવલીના મહા‌વીરનગરની ફેમસ ખાઉગલી અડધી બંધ જ છે

ટેન્થ સેન્ટર મૉલના પરિસરમાં ચાલતા સ્ટૉલ્સ BMCએ તોડી નાખ્યા બાદ એવું કહેવાતું હતું કે બે-ચાર દિવસમાં એ ફરી શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં. જોકે રોડની બીજી બાજુના ખાણી-પીણીના સ્ટૉલ્સ બેરોકટોક ચાલે છે

09 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આઇસ-ક્રશર મશીનથી ઘરે જ ગોળા બનાવીને ખાઓ

ગરમીમાં આપણને સતત કંઈ ઠંડું ખાવાનું મન થયા કરે. એવામાં આપણે ખાસ ગોળાનો સ્વાદ માણતા હોઈએ છીએ. જોકે ઘણી વાર બહાર જે ગોળા મળતા હોય છે

09 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધિકા ગુપ્તા

ઓબેસિટી ઘટાડવી હોય તો રેસ્ટોરાંમાં હાફ પ્લેટ મળવી જોઈએ

ભારતમાં વધી રહેલી મેદસ્વિતા સામે લડત આપવા માટે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડ્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાધિકા ગુપ્તાએ ભારતીય રેસ્ટોરાંને એક સૂચન કર્યું છે

08 April, 2025 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આહારા, શ્રીજી ટાવર, મંડપેશ્વર રોડ, પૈ નગર, બોરીવલી (વેસ્ટ)

આહારા : જ્યાં ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશને આપવામાં આવ્યો છે મૉડર્નટચ

ગુજરાતી અને દક્ષિણ ભારતીય યુવકે સાથે મળીને બોરીવલીમાં ખોલેલી રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન વરાઇટીને જ નહીં પણ અનેક પ્રચલિત ડિશને નવા સ્વરૂપે સર્વ કરવામાં આવે છે

07 April, 2025 07:06 IST | Mumbai | Darshini Vashi
રૉન્ગમિટ, સાત બંગલા, વર્સોવા, અંધેરી (વેસ્ટ)

અસ્સલ પહાડી ફ‍ૂડ લઈને આવ્યા છે આ યુવાનો

મુંબઈમાં ફિલ્મમાં કામ કરવા આવેલા બે યંગસ્ટરે વર્સોવા ખાતે હિમાલય ફૂડ પીરસતો રૉન્ગમિટ નામનો સ્ટૉલ શરૂ કર્યો છે

06 April, 2025 07:05 IST | Mumbai | Darshini Vashi
ગાજર

આ વાંચીને થઈ જશે ગાજર માટે આદર

ટેક્નિકલી ગાજરની વાત શિયાળામાં થવી જોઈએ કારણ કે આપણે ત્યાં એ શિયાળાનું કંદમૂળ ગણાય છે, પરંતુ હવે એ બારેય માસ મળી રહ્યાં છે. આજે ‘વર્લ્ડ કૅરટ ડે’ના નાતે ગાજરના ગુણો જ નહીં પણ ગાજરની ઓછી જાણીતી વાનગીની રેસિપી જાણીએ સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી

05 April, 2025 07:01 IST | Mumbai | Ruchita Shah

ફોટા

મુંબઈના મોહમ્મદ અલી રોડ પરની મિનારા મસ્જિદ. (તસવીર: અનુશ્રી ગાયકવાડ)

Photos: મુંબઈ, રમઝાન ઈદ પહેલા મોહમ્મદ અલી રોડ પરના આ સ્ટ્રીટ ફૂડ જરૂર ટ્રાય કરજો

રમઝાન ઈદ 2025 નજીક આવી રહી છે, ત્યારે આ વિશિષ્ટ ફૂડ સ્ટૉલના છેલ્લા બે દિવસ ચૂકશો નહીં, જે ખાસ કરીને આ પવિત્ર મહિના દરમિયાન શરૂ રહે છે. મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મિનારા મસ્જિદની આસપાસ મળતી આ વાનગીઓ એક વાર જરૂર ટ્રાય કરી શકાય. (તસવીરો: અનુશ્રી ગાયકવાડ)

30 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેમચંદ નાસ્તા હાઉસ અને ત્યાંના ફેમસ દહીં સમોસા

જ્યાફત: 47 વર્ષ જૂના ‘પ્રેમચંદ નાસ્તા હાઉસ’ના દહીં સમોસાનો સ્વાદ આજે પણ છે અકબંધ

તમે ક્યારેક વિચાર્યું છે કે એક નાનકડા સમોસામાં કેટલા બધા સ્વાદની દુનિયા છુપાયેલી હોય શકે છે? હથેળી માં સમાઈ જાય એવો ત્રિકોણીયો તેનો આકાર, ઉપરથી ફરસી પુરી જેવું કરકરું તેનું બહારી આવરણ, અને અંદર પીળાશ પડતા મસાલાના રંગ વાળું બટાકા-વટાણાનું તાજી કોથમીરથી ભરપૂર મસાલેદાર પુરણ, જયારે કોન-શેપના સમોસામાં ભરાય અને ગરમ ગરમ સીંગતેલમાં તળાય… એ દ્રશ્ય જોવાની મજાજ કંઈક અલગ હોય છે. જેમ જેમ સમોસા તળાતાં જાય અને એની સુગંધ ચારેતરફ ફેલાઈ એટલે મણિનગર રેલ્વે ક્રોસિંગ નજીક, રોડ પર આવેલી પ્રેમચંદ નાસ્તા હાઉસની દુકાનની આજુબાજુ ઉભેલા મારા જેવા કેટલાય લોકો સુગંધથી મોહિત થઈ લલચાઈને નાસ્તો કરવા માટે દોડી આવે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

29 March, 2025 06:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જય અંબે દાળવડાં સેન્ટરના ઓનર સાથે પૂજા સાંગાણી અને તેમની દુકાનની તસવીરનો કૉલાજ

જ્યાફત: અમદાવાદના ગિરધારીભાઇ ઓટલાવાળા તરીકે ગાજેલા દાળવડાંનો સ્વાદ છે જબરજસ્ત

શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે દાળવડાં માત્ર ચોમાસામાં જ ખાવા જોઈએ. રીમઝીમ વરસાદ હોય, મસ્ત ગુલાબી ઠંડી હોય કે પછી ઉનાળાની કઠોર ગરમી; દાળવડાં એ એવી વાનગી છે જે કોઇપણ ઋતુમાં મનભાવન લાગે. કારણકે પોષક તત્વોથી ભરપૂર મગની દાળનું સેવન તો બારેમાસ શરીર ફિટ રાખવા માટે ફાયદાકારક છે. જો એમ ન હોત, તો ખાસ કરીને અમદાવાદીઓ બારેમાસ દાળવડાં ના ખાતા હોત. સાચું કહું તો, અમદાવાદીઓ દાળવડાંના એટલા શોખીન છે કે શહેરમાં એકપણ દુકાનદાર કે લારીવાળા, જે આ કરકરા અને સ્વાદિષ્ટ ફરસાણ વેચે છે, ક્યારેય નવરા નથી બેસતા. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

15 February, 2025 07:26 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
શેફ ચેતના પટેલ અને કેજલ શેઠ

વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણીમાં ટ્રાય કરો પ્રેમ અને રોમૅન્સ ખીલવે એવી વાનગીઓ

હાર્ટ શેપની સ્ટ્રૉબેરી દિલનું પ્રતીક ગણાય છે અને ચૉકલેટ્સ રોમૅન્સની ફીલ માટે જાણીતી છે. જો તમે તમારા પાર્ટનરને આવતી કાલે પ્રેમથી તરબતર થઈ જવાય એવું કંઈક ખવડાવવા માગતા હો તો ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ રજૂ કરે છે હેલ્ધી અને શેફ ચેતના પટેલ રજૂ કરે છે ટેસ્ટી સ્વીટ્સની રેસિપી

14 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાલમાં, બજારમાં હાપુસ કેરી રૂ. ૧૨૦૦ થી રૂ. ૧૫૦૦ પ્રતિ ડઝનના ભાવે વેચાઈ રહી છે. જોકે, સિઝનની શરૂઆત હોવાથી, હાલમાં કિંમત થોડી વધારે છે, પરંતુ તેમ છતાં, મુંબઈકર તેને ખરીદવાથી પાછળ હટવાના નથી. (તસવીરો: અનુરાગ આહિરે)

મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં હાફુસ કેરી આવવાની શરૂઆત, ખરીદદારોમાં જોરદાર ઉત્સાહ

કેરીનો રાજા, હાપુસ (આલ્ફોન્સો), મુંબઈના પ્રખ્યાત ક્રોફર્ડ માર્કેટમાં આવી ગયો છે. આ સ્વાદિષ્ટ અને સુગંધિત કેરી બજારમાં પહોંચતાની સાથે જ ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ અને દેવગઢથી આવતી હાપુસ કેરી તેની ઉત્તમ મીઠાશ, સુગંધ અને ઊંડા કેસરી રંગ માટે જાણીતી છે. (તસવીરો: અનુરાગ આહિરે)

09 February, 2025 10:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાત્વી ચોક્સી

દેશી મીઠાઈ અને દેશી ભોજન જેવું સુખ જગતમાં બીજે ક્યાંય ન મળેઃ સાત્વી ચોક્સી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હલકી ફુલકી’, ‘સંઘવી એન્ડ સન્સ’ જેવી ગુજરાતી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરનાર અભિનેત્રી સાત્વી ચોક્સી આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

01 February, 2025 12:25 IST | Mumbai | Rachana Joshi
ધ્વની ગૌતમ

હમણાં મારો ફૂડ એક્સપ્લોરેશન મૉડ ચાલી રહ્યો છેઃ ધ્વની ગૌતમ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘હું તારી હીર’, ‘રૉમાન્સ કૉમ્પલિકેટેડ’ જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર ધ્વની ગૌતમ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

18 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi
નિજલ મોદી

મને લોકલ અને પરંપરાગત ફૂડ ટ્રાય કરવાનું બહુ જ ગમેઃ નિજલ મોદી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

11 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદરૂપે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ તાજેતરમાં તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રસાદ અપેક્ષિત સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરી શકતો નથી. સ્વચ્છતાથી લઈને સંગ્રહ પ્રક્રિયા સુધીની ચિંતાઓ છે.

24 September, 2024 04:58 IST | Mumbai
ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર અને તહેવારની ઉજવણી માટે સ્વાદિષ્ટ કંઈક રાંધવું જ યોગ્ય છે. શૅફ હરપાલ સિંહ સોખીએ mid-day.com સાથેના ઇદ સ્પેશિયલ એપિસોડમાં, શેર ખુરમાની સ્વાદિષ્ટ રેસીપી શેર કરી અને તેમની સફર, શૅફ બનવાના નિર્ણય, નમક શામકની શોધ અને ભારતી સિંહ સાથેના તેમના નવા શો વિશે વાત કરી. હરપાલે શેર કર્યું કે અર્જુન બિજલાની અને અલી ગોની તેના નવા શોના તેઓ આગળના બેન્ચર છે. વધુ મસાલેદાર ગપશપ જાણવા માટે આખો વીડિયો જુઓ

17 June, 2024 04:04 IST | Mumbai
દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

ક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે

14 February, 2024 12:22 IST | Mumbai
બઝ છે તો બિઝનેસ છે વિથ દેવશ્રી સંઘવી, જુઓ પ્રોમો

બઝ છે તો બિઝનેસ છે વિથ દેવશ્રી સંઘવી, જુઓ પ્રોમો

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં દેવશ્રી સંઘવી જે એક શેફ, ફૂડ બ્લોગર અને ક્રેઝી ઈન્ડિયન ફૂડી છે. તેણે ફૂડ લવરથી લઈને તેના પ્રેમને વ્યવસાયમાં ફેરવવા સુધીની તેની સફર શૅર કરી છે. દિલથી સાચા ગુજરાતી એવા દેવશ્રીના ભોજન પ્રત્યેના પ્રેમે ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં અણધાર્યો વળાંક લીધો તેની પણ વાત માણો

04 February, 2024 10:00 IST | Mumbai
Independence Day 2023: મુંબઈમાં જવાહરલાલ નેહરુને પ્રિય હતી આ મીઠાઈની દુકાન

Independence Day 2023: મુંબઈમાં જવાહરલાલ નેહરુને પ્રિય હતી આ મીઠાઈની દુકાન

મુંબઈ પાસે તેનો સમૃદ્ધ ઈતિહાસ છે. અહીંની સંસ્કૃતિ અને ખોરાકનો અદભૂત ઇતિહાસ સચવાયેલો છે. મુંબઈના માહિમની બાયલેનમાંથી પસાર થતાં એક અનોખી મીઠાઈની દુકાન આવેલી છે.- જોશી બુદ્ધકાકા મહિમહલવાવાલા! તે પોતાના ભવ્ય ઇતિહાસ સાથે જીવંત છે. આ 200 વર્ષ જૂની મીઠાઈની દુકાન છે. જવાહરલાલ નેહરુનો હસ્તલિખિત પત્ર આજે પણ દિવાલ પર લટકતો જોવા મળે છે. જે અહીંની મીઠાઈઓ પ્રત્યેનો તેમનો શોખ દર્શાવે છે. જ્યારે ભારત તેનો 77મો સ્વતંત્રતા દિવસ 2023 ઉજવી રહ્યો છે ત્યારે અહીં મુંબઈની આ સુપ્રસિદ્ધ મીઠાઈની દુકાન પર એક નજર કરીએ.

14 August, 2023 06:32 IST | Mumbai
Tomato Price Hike: ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો આ 5 વસ્તુઓ

Tomato Price Hike: ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો આ 5 વસ્તુઓ

સમગ્ર ભારતમાં ટામેટાના ભાવ વધારાએ દરેક ભારતીય ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. શાકભાજીના બજારોમાં વરસાદને કારણે ટામેટાની તીવ્ર અછત અને ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, ભારતીય રસોડામાં ટામેટાંનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. જોકે, અહીં 5 એવી વસ્તુઓ છે જે તમે તમારા કિચનમાં ટામેટાંની જગ્યાએ વાપરી શકો છો.

28 June, 2023 09:34 IST | Mumbai
જાપાની રાજદૂતે પત્ની સાથે માણ્યું મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફૂડ,જુઓ PMની પ્રતિક્રિયા

જાપાની રાજદૂતે પત્ની સાથે માણ્યું મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફૂડ,જુઓ PMની પ્રતિક્રિયા

ભારત અને ભૂટાનના રાજદૂત, હિરોશી સુઝુકી તેમની પત્ની સાથે ભારતીય સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ લેવા માટે ચર્ચામાં છે. જાપાની રાજદૂત સુઝુકીનો પુણેમાં મહારાષ્ટ્રીયન સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમણે ટ્વિટર પર મહારાષ્ટ્રીયન વાનગીઓમાં લિજ્જત કરતા તેના અને તેની પત્નીના વિવિધ વીડિયો પોસ્ટ કર્યા. પુણેમાં ભારતીય સ્ટ્રીટ ફૂડના આનંદ વિશેની તેમની પોસ્ટ્સ માટે નેટીઝન્સ તરફથી તેમને ઘણી પ્રશંસા મળી. વડા પ્રધાન મોદીએ પણ રાજદૂતને "ભારતની કૂકિંગની વિવિધતા" આજમાવતા જોઈને આનંદ વ્યક્ત કર્યો અને તેમની પોસ્ટ્સ રી-ટ્વિટ કરી.

11 June, 2023 04:59 IST | Pune
મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇના આ ઢોસા વાળાના ફલાઇંગ ઢોસા વાઇરલ બની ચૂક્યા છે. જો કે કોરોનાકાળમાં તેને આ ઉડતા ઢોસા પર કાબુ મુકવો પડ્યો હતો પણ તે પહેલાં જ તેની પૉપ્યુલારીટી ઘણી ઉપર ઉડી હતી. 

16 April, 2021 03:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK