Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mulund

લેખ

MNSના કાર્યકરોએ સ્કૂલમાં શિક્ષકની મારપીટ કરી હતી.

વિદ્યાર્થિનીઓની છેડતી કરતા BMCની સ્કૂલના શિક્ષકને MNSએ ચખાડ્યો મેથીપાક

મુલુંડની ઘટના : પોલીસે સ્કૂલના સર સામે ફરિયાદ નોંધીને તાબામાં લીધો

17 April, 2025 12:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચોરેલાં સોના-ચાંદીનાં ઘરેણાં

વારાણસીથી ફ્લાઇટમાં મુંબઈ આવીને ૧૨ દિવસમાં પાંચ ચોરી કરનારો રીઢો ચોર ઝડપાયો

મુલુંડના મૅરથૉન એમિનન્સ બિલ્ડિંગમાં ૧૭ માર્ચે થયેલી ચોરીમાં આરોપીએ ઘરનું તાળું તોડીને ૭ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં તફડાવ્યાં હતાં

06 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડમ્પર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજયકુમાર, ફૂડ-ડિલિવરી માટેની સંજયકુમારની સાઇકલ, સંજયકુમારને અડફેટે લેનાર ડમ્પર.

શરમ કર મુંબઈકર

ચોરોએ મૃતદેહનો પણ મલાજો ન જાળવ્યોઃ મુલુંડમાં મૃત વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે તેના ખિસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા અને મોબાઇલ તફડાવી લેવાયા, પાછળથી તેની સાઇકલ પણ ચોરાઈ ગઈ

03 April, 2025 06:56 IST | Mumbai | Mehul Jethva
માર્શલ આર્ટ‍્સના એક પ્રકાર કહેવાતા કલરીપાયટ્ટુની તાલીમ ખાસ કેરલા જઈને મેળવી હતી.

૫૬ વર્ષની ઉંમરે આ વડીલ છે કિકબૉક્સિંગમાં માસ્ટર

૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્‍સ શીખવાની શરૂઆત કરીને નાનપણની ઇચ્છા પૂરી કરનારા કિશોરભાઈને લાગે છે કે આ પ્રવૃત્તિને લીધે તેમની ઉંમર ઘટી રહી છે

02 April, 2025 10:24 IST | Mumbai | Kajal Rampariya
ગઈ કાલે મુલુંડના એક બૅન્ક્વેટ હૉલમાં યોજાયેલી બેઠકમાં હાજર રહેલા ઍડિશનલ પોલીસ કમિશનર મહેશ પાટીલ અને ભેગા થયેલા વેપારીઓ.

પોલીસની અનોખી પહેલ વેપારીઓની સમસ્યાઓ સાંભળવા ગોઠવી મીટિંગ

મુલુંડથી ઘાટકોપર સુધીના ૨૦૦ વેપારીઓએ મુંબઈના ઍડિશનલ પોલીસ કમિશનર સામે વિવિધ રજૂઆતો કરી

29 March, 2025 06:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડના હોટેલિયર જિતેન્દ્ર સોનેતા.

કારે ટૂ-વ્હીલરને મારેલી ટક્કરમાં મુલુંડના ગુજરાતી હોટેલિયરનો જીવ ગયો

જિતેન્દ્ર સોનેતાને અડફેટે લઈને નાસી ગયેલા કાર-ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી પોલીસે

28 March, 2025 03:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસ સ્ટેશનમાં હાજર થયેલાં કિરણ અને શેરિન.

મુલુંડ: ગુજરાતી યુવતી ડૉગીને ફૂડ આપવા ગઈ ત્યારે વિરોધ કરીને તેનાં કપડાં ફાડ્યાં

આ મામલે બે જણ સામે મહિલાના વિનંયભગ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

26 March, 2025 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરિઓમનગરમાં પાણીની લાઇનનું કામ કરી રહેલા BMCના અધિકારીઓ.

મુલુંડના હરિઓમનગરમાં પાણીની મેઇન લાઇન ફાટી, ૧૦,૦૦૦થી પણ વધારે લોકોને થઈ અસર

મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) નજીક આવેલા હરિઓમનગરને પાણી સપ્લાય કરતી મેઇન લાઇન રવિવારે સાંજે ફાટી ગઈ હતી

19 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ધીરજ શાહને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: સાઈઠ વર્ષે વાંસળી તો વગાડાય જ, એમાં વિશારદ પણ થઈ શકાય

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. આજે આપણે મળવાના છીએ મુલુંડ વેસ્ટમાં રહેતા ૬૬ વર્ષના યુરોલોજીસ્ટ ડૉ. ધીરજ બચુભાઈ શાહને. ડૉક્ટર હોવાને નાતે સતત વ્યસ્ત રહેવા છતાં તેઓએ પોતાનો વાંસળી વાદનનો અનોખો શોખ જીવતો રાખ્યો છે. તેઓના જીવનમાં વાંસળીએ ભજવેલો રોલ, વળી તેઓની તેમાં વિશારદ થવાની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે. તો, ચાલો મળીએ ધીરજ શાહને!

06 March, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનજી સાહેબ સાથે તૃપ્તરાજ પંડ્યા

વર્લ્ડ યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં

જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની અણધારી અને ઓચિંતી વિદાયે ન માત્ર સંગીતજગતના લોકોને પરંતુ સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કર્યા. તબલા પર જેની આંગળીઓ ફરતાં જ સૂરનું વિશ્વ રચાઇ જતું, એવા ઝાકિર હુસૈન સાહેબ હવે સદેહે આપણી વચ્ચે નથી. પણ ચોક્કસ તેમની સાથેની યાદગીરીઓ અને સૂર આપણને સંભળાતા રહેશે. મૂળ હિંમતનગર નજીકનાં બામણા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું અણમોલ રતન કહી શકાય એવો વિશ્વનો યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજ પંડ્યા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબને પોતાની ઇન્સ્પિરેશન માને છે. અનેકવાર તેઓની સાથે તેને મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબના નિધનના સમાચાર સાંભળતાં જ તે દુખી થઈ ગયો. તેના પિતા અતુલભાઈ પંડ્યા કહે છે કે, "ગઈકાલે સાંજે તો એ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબનો ફોટો લઈને તબલાં પાસે બેસી રહ્યો હતો." અત્યંત દુખી મન સાથે એણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ઉસ્તાદજી સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. અત્યારે તૃપ્તરાજ પંડ્યા અઢાર વર્ષનો છે અને પોદાર કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.

16 December, 2024 12:42 IST | Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર

દરજી, જિમ ટ્રેઇનર, હેરડ્રેસર પુરુષો હોય તો શું સ્ત્રીઓ અસુરક્ષિત છે?

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના કહેવા મુજબ આવું છે અને એટલે જ તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હવે દરેક જિમ, સૅલોંમાં સ્ત્રીઓ માટે ફીમેલ સ્ટાફ હોવો જોઈએ. એટલું જ નહીં પુરુષ ટેલર મહિલાનું માપ નહીં લઈ શકે અને બ્યુટી પાર્લર કે હેર કટિંગનું કામ પણ પુરુષો નહી કરી શકે જેવી ભલામણો કરવામાં આવી છે. જોકે મહિલા આયોગના આવા વિચાર સાથે શું આજનો સમાજ સહમત થાય છે ખરો? ચાલો જાણીએ મહિલાઓ પર વધતા જતા અત્યાચાર પર લગામ કસવા તેમ જ તેમની સુરક્ષા વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવાની ભલામણ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે કરી છે. આયોગે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધાર લાવવા માટે કેટલાક પ્રસ્તાવ રાખ્યા છે. આ પ્રસ્તાવમાં પુરુષ દરજીઓ દ્વારા મહિલાઓનું માપ લેવા પર તેમ જ પુરુષો દ્વારા મહિલાઓને જિમ અને યોગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવા પર પ્રતિબંધ મૂકવાની વાત છે. મહિલા આયોગની ગાઇડલાઇન મુજબ ટેલરની દુકાનમાં મહિલાઓના કપડાંનું માપ પુરુષોને બદલે મહિલાઓ જ લેવી જોઈએ. એવી જ રીતે જિમ-યોગ સેન્ટરના સંચાલકોએ મહિલાઓ માટે મહિલા ટ્રેઇનર રાખવા જોઈએ એટલું જ નહીં, મહિલાઓની કપડાંની દુકાનોમાં મહિલા સ્ટાફને રાખવાની તેમ જ સ્કૂલ બસમાં મહિલા સિક્યૉરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક રાખવાની ભલામણ પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. એ સિવાય સલૂનમાં પણ સ્ત્રીઓના વાળ કાપવા માટે ફીમેલ હેરડ્રેસર સ્ટાફ રાખવાનો આગ્રહ રખાયો છે. ૨૮ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાં મળેલી રાજ્ય મહિલા આયોગની બેઠકમાં દરેક જિલ્લા અધિકારીઓને મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત થાય એ માટેની આવી ગાઇડલાઇન્સ આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ અમલમાં આવે એ પહેલાં જ એને કારણે એક ડિબેટ છેડાઈ છે. એક તરફ સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને વિકાસની ખેવના કરે છે ત્યાં બીજી તરફ સુરક્ષા કે સન્માનના મામલે ફરીથી સંકુચિત માનસિકતા તરફ લઈ જતા નિર્દેશો નથી શું? શું આજની મૉડર્ન જમાનાની મહિલાઓને આ પ્રકારની ‘સુરક્ષા’ની જરૂર છે? આ મુદ્દે અમે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સાથે વાત કરી અને જે ક્ષેત્રમાં ‘બેડ ટચ’ની સંભાવનાઓ વધુ દેખાય છે એવા ક્ષેત્રના પુરુષ નિષ્ણાતોને પણ પૂછી જોયું. મુંબઈની ઓપન માઇન્ડેડ સોસાયટીમાં આ બાબતે કેવી ચર્ચાઓ થઈ એ વિશે જાણીએ.

11 November, 2024 04:32 IST | Mumbai | Heena Patel
મિહિર કોટેચા કાર્યકરોની સાથે ભવ્ય રેલી કરીને ભર્યું નામાંકન પત્ર (તસવીરો/સૈયદ સમીર આબેદી)

મુલુંડથી ભાજપના મિહિર કોટેચાએ નોંધાવી ઉમેદવારી, સેંકડો કાર્યકરો પણ રહ્યા હાજર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)થી ટિકિટ પર લડનાર મિહિર કોટેચાએ ગુરુવાર, 24 ઑક્ટોબરે મુલુંડમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. (તસવીરો/સૈયદ સમીર આબેદી)

24 October, 2024 08:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાલ્ગુની શેઠ સાથે યોગવાલી સાફસફાઈ  (તસવીરો: અનુરાગ અહિરે)

આ દિવાળીએ કરીએ યોગવાલી સાફસફાઈ

યોગ એ માત્ર આસન નથી, આપણી જીવનશૈલી છે અને એટલે જ જીવનની દરેક ક્ષણમાં યોગને સામેલ કરી શકાય. દિવાળી હવે હાથવેંતમાં છે ત્યારે દિવાળીની સાફસફાઈ તેમ જ સામાન્ય દિવસોમાં પણ ઘરનાં કામકાજ કરતી વખતે જે પ્રકારની શારીરિક મૂવમેન્ટ થાય છે એની સાથે શ્વસન જોડીને કઈ રીતે એને યોગાભ્યાસમાં કન્વર્ટ કરી શકાય એની તસવીરી તાલીમ મેળવીએ મુલુંડનાં અનુભવી યોગ-શિક્ષક ફાલ્ગુની શેઠ પાસેથી આ વાત ખાસ યાદ રાખજો તમે ક્યારેય યોગાભ્યાસ ન કરતા હો અને અચાનક દિવાળી નિમિત્તે સફાઈ સાથે યોગને ઝનૂન સાથે જોડી દેશો તો ઊલમાંથી ચૂલમાં પડવાની સંભાવના છે એમ જણાવીને બે દાયકાથી યોગશિક્ષક તરીકે પ્રૅક્ટિસ કરતાં મુલુંડનાં ફાલ્ગુની શેઠ કહે છે, ‘આગળ, પાછળ, સાઇડ અને ટ્વિસ્ટવાળી પાંચ પ્રકારની કરોડરજ્જુની મૂવમેન્ટનું યોગમાં અદકેરું મહત્ત્વ છે. સ્પાઇન બરાબર કામ કરશે તો ઓવરઑલ હેલ્થ સારી રહેશે અને રૂટીન ઍક્ટિવિટીમાં પણ સ્પાઇનની આ મૂવમેન્ટ પર જ ફોકસ કરવાનું હોય છે. જોકે જ્યારે શરીરને યોગનો તજુરબો ન હોય ત્યારે અચાનક તમે આસનની દૃષ્ટિએ અમુક અવસ્થામાં લાંબો સમય રહો તો સ્નાયુઓમાં રહેલી સ્ટિફનેસથી દુખાવો થઈ શકે છે. અચાનક કોઈક મસલ્સ ખેંચાઈ જાય અથવા ઇન્જરી થઈ જાય એવી સંભાવના રહે છે. એટલે આડેધડ આ ફોટો જોઈને આસન સાથે કામને ક્લબ કરવાની ભૂલ ન કરવી. અનુભવી શિક્ષક પાસે ટ્રેઇનિંગ લીધા પછી જ આ પ્રકારના પ્રયોગ કરી શકાય.’

24 October, 2024 04:59 IST | Mumbai | Ruchita Shah
સોસાયટીઓ જ્યાંનું નવરાત્રિ સેલિબ્રેશન છે યુનિક

નવરાત્રિ ૨૦૨૪: આ સોસાયટીમાં જામે છે માની ભક્તિ સાથે નવરાત્રિનો અનોખો રંગ

નવરાત્રિ હોય અને મુંબઈની સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓમાં ગરબાની રમઝટ ન જામે એવું કઈ રીતે બને? વળી, જે સોસાયટીઓમાં માતાજીની ભક્તિ સાથે અનોખી રીતે ગરબા-રાસ-દાંડિયાનો ઉત્સવ ઊજવાતો હોય તો અમેય ત્યાં સુધી પહોંચ્યા વગર ન રહીએ. આજે તમારી સાથે મુંબઈની કેટલીક એવી સોસાયટીની વાત રજૂ કરવી છે જ્યાંના સેલિબ્રેશનમાં કઈંક હટકેપણું છે!

11 October, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK