મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથને મોટી જીત મળી છે. ચૂંટણી પંચે શિંદે જૂથને ખરી શિવસેના તરીકે માન્યતા આપી છે. સાથે જ ધનુષ-બાણનું ચૂંટણી ચિહ્ન પણ શિંદે જૂથને આપી દીધું છે. ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેએ સાડા આઠ વાગ્યે પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને જનતાનું સંબોધન કર્યું છે. દરમિયાન તેમણે જણાવ્યું કે તેમનું જૂથ સુપ્રીમ કૉર્ટમાં જશે અને જ્યાં સુધી સુપ્રીમ કૉર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે પણ મૌન રહેવું જોઈએ.
17 February, 2023 09:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent