Mumbai Fire: દક્ષિણ મુંબઈના કાલબાદેવી નજીક લોહાર ચાલ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લોહાર ચાલ સ્થિત અજમેરા હાઉસમાં લાગી હતી, જે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઈમારત છે.
Mumbai Fire News: બીએમસી દ્વારા આગને આગને લેવલ એકની નાની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને પાંચ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને લગભગ અઢી વાગ્યાની આસપાસ આગને પૂર્ણ પણે કાબૂમાં લેવામાં આવી હતી.
સવારે ૭ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ કોસ્ટલ રોડના વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને લોટસ જંક્શનના ઇન્ટરચેન્જિસ પણ ચાલુ કરવામાં આવ્યા છે જેને કારણે દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે
આજે સન્ડેનાં દિવસે મુંબઈ અને તેના પરાંઓમાં સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો. અહીં અમે તમને ચર્ચગેટ અને મરીન લાઇન્સના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. (તમામ તસવીરો- સતેજ શિંદે)
એક અધિકારીએ જણાવ્યું કે, મુંબઈમાં વર્લી અને મરીન ડ્રાઈવ વચ્ચેના કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનો કેરેજવે મંગળવારે સવારે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તસવીરો: પીટીઆઈ અને સીએમઓ
ન્યૂ મરીન લાઇન્સ સ્થિત નિર્મલા નિકેતન કૉલેજ ઑફ હૉમ સાયન્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘નિર્મલ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્યિક કળા, પર્ફોર્મિંગ આર્ટ્સ, લલિત કળા અને વધુમાં ફેલાયેલી પ્રતીભાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ ગ્રીક શબ્દ `iris` એટલે કે મેઘધનુષ્યથી પ્રેરિત ઇરિડિઆના (IRIDIANA), અનુભવોના સ્પેક્ટ્રમને સુનિશ્ચિત કરે છે.
ન્યૂ મરીન લાઇન્સ (New Marine Lines) સ્થિત અને મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી નિર્મલા નિકેતન કૉલેજ ઑફ હૉમ સાઇન્સ (Nirmala Niketan College of Home Science)ના ફેશન ડિઝાઇન (FD), ગ્રાફિક ડિઝાઇન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન (GD & VC) અને ઇન્ટિરિયર ડિઝાઇન (ID)ના વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા ૧૬, ૧૭ અને ૧૮ ફેબ્રુઆરીએ સવારે ૧૧થી સાંજે ૭ વાગ્યા સુધી કોલેજમાં ડિઝાઇન, ફેશન, જાહેરાત અને આંતરિક વસ્તુઓની કલાત્મક, પ્રેરિત અને ગતિશીલ દુનિયા તરફ દોરી જતાં પ્રદર્શન ‘સેલિબ્રેશન ઑફ ક્રિએટીવિટી’નું આયોજન કર્યું છે.
નવા વર્ષ 2024ને આવકારવા માટે રવિવારે સાંજે મરીન ડ્રાઈવ ખાતે વિશાળ ભીડ એકઠી થઈ હતી. દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે પણ લોકો 2023ના છેલ્લા સૂર્યાસ્તના સાક્ષી બન્યા હતા.
બોરીવલી જતી ઉપનગરીય મુંબઈ લોકલ ટ્રેનનો ત્રીજો ડબ્બો છુટ્ટો પડી ગયો હતો. આ ઘટના રવિવારે સવારે 11:02 વાગ્યે બની હતી, જેના કારણે બોર્ડ પરના મુસાફરો અસ્વસ્થ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક બહાર કાઢવાની જરૂર પડી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. (સ્ટોરી: રાજેન્દ્ર અકલેકર)
ઝફર હૉટેલની બાજુમાં, મરીન લાઈન્સમાં ગોલ મસ્જિદ પાસે, ગ્રાઉન્ડ-પ્લસ-ફાઇવ રહેણાંક ઈમારતમાં, મરીન ચેમ્બરના પાંચમા માળે એક રૂમમાં આગ લાગી હતી. ફોન કરનારની માહિતી મુજબ, આગ ઈમારતના પાંચમા માળે આવેલા રૂમમાં જ લાગી હતી. આ કેસમાં કોઈ ઈજા થઈ નથી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીને 12 ઓક્ટોબરની રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના બાંદ્રા નિવાસસ્થાને મૂકવામાં આવ્યા હતા, જ્યાં અનુયાયીઓની મોટી ભીડ એકઠી થઈ હતી. ભારે વરસાદ હોવા છતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરની બહાર નમાઝ-એ-જનાઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર, 13 ઓક્ટોબરના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે યોજાયા હતા, મુંબઈના બડા કબ્રસ્તાન ખાતે યોજાયા હતા. હત્યાની તપાસના સંદર્ભમાં, પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે.
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ 11મી માર્ચે દક્ષિણ મુંબઈમાં વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચેના મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ 13 ઓક્ટોબર, 2018 ના રોજ શરૂ થયું હતું અને 13,983 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK