મનીષ સૈનીની દિગ્દર્શિત આગામી ગુજરાતી ફિલ્મ શુભયાત્રાની રિલીઝ નજીક છે, ત્યારે અભિનેતા મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, અને હેમિન ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં મજેદાર ગપસપ કરી હતી. તેમણે તેમની સુપર ફની ટ્રાવેલ સ્ટોરીઝ પણ શૅર કરી. પીઢ કલાકાર દર્શન જરીવાલા એક અભિનેતા તરીકે મલ્હાર ઠાકર વિશે શું વિચારે છે તે પણ તેમણે જણાવ્યું. તો મોનલ ગજ્જરે કહ્યું કે તેણી મલ્હાર ઠાકર સાથે રોમેન્ટિક ફિલ્મ કરવા ઈચ્છે છે. હેમિન ત્રિવેદી સેટ પરના સૌથી તોફાની લોકોમાંના એક રહ્યા છે, તે પણ એક અનોખી વાર્તા છે. શુભયાત્રાના વધુ કિસ્સા જાણવા જુઓ આ ઇન્ટરવ્યૂ.
28 April, 2023 10:40 IST | Mumbai