પ્રખ્યાત ડાન્સર, જજ અને કોરિયોગ્રાફર પુનીત પાઠક અને ગર્લફ્રેન્ડ નિધિ મૂની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બન્નેએ 11 ડિસેમ્બરના રોજ લગ્ન કરી લીધા છે અને પુનીત અને નિધિના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે. પુનીત પાઠકના લગ્નનો એક વીડિયો લોકોનું દ્યાને ખેંચી રહ્યો છે, જેમાં પુનીત અને નિધિ એકબીજાને વરમાળા પહેરાવતા નજર આવી રહ્યા છે. સાથે જ લગ્ન સમારોહની ઘણી તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો પુનીત પાઠકને લગ્નની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તસવીર સૌજન્ય - shaadifever Instagram
12 December, 2020 01:52 IST