Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Life And Style

લેખ

પ્રતીકાત્મક તસવીર

ધર્મ જાણવા માટે ગ્રંથ નહીં પણ મનને ઉલેચશો તો જ ધર્મને પામી શકશો

ધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે

29 March, 2025 07:35 IST | Mumbai | Swami Satchidananda
તસવીર સૌજન્ય : એ.આઈ

હું મક્કમપણે માનું છું કે આંસુ નબળાઈની નહીં, સંવેદનશીલતાની નિશાની છે

વર્ષો પહેલાં વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક નાનકડા બાળકને પોતાની મમ્મીની આંખમાં વારંવાર આવી જતાં આંસુ જોઈને ખૂબ નવાઈ લાગતી

29 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગલગોટા

ગલગોટાનો શીરો ટ્રાય કરશો તમે?

દરેક તહેવાર અને પ્રસંગ જેના વગર અધૂરા છે એવું આ ફૂલ હેલ્થ અને રસોડામાં પણ વિશેષ સ્થાન ધરાવે છે

29 March, 2025 07:34 IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર

છ ગ્રહની યુતિને લીધે આજે પૃથ્વી પર નેગેટિવ એનર્જીનો વરસાદ થશે?

જ્યોતિષશાસ્ત્રી મંત્રજાપ કરીને રક્ષણ મેળવવાની વાત કરે છે તો ખગોળવિજ્ઞાની કહે છે કે આવી આકાશીય ઘટના અવારનવાર બનતી હોવાથી લોકોએ ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી

29 March, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ

આયા ટ્રેન્ડ લેઝી ફૅશન કા

ફૅશનેબલ દેખાવા માટે આજકાલ લોકોને વધુ મહેનત કરવી ગમતી નથી, ઓછા એફર્ટ‍્સમાં જ કમ્ફર્ટેબલ સ્ટાઇલિંગ કરવાનું હવે લોકો વધુ પસંદ કરી રહ્યા છે

28 March, 2025 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પેટ ભરાઈ ગયું છે એની મગજને આઠ મિનિટ પછી ખબર પડે છે?

જવાબ છે ના, ઓવરઈટિંગ અને ફટાફટ ખાઈ લેવાની આદત સાથે તમે શું ખાઓ છો એના પર નિર્ભર છે કે પેટ ફ‍ુલ થયાનો સંદેશ બ્રેઇન સુધી કેટલા સમયમાં પહોંચે છે

28 March, 2025 03:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચહેરા પર આદું ઘસવાથી પિમ્પલ્સ જાય?

આદુંને જો કાચું જ ઘસવામાં આવે તો એ ત્વચાને ફાયદો આપવાને બદલે નુકસાન આપશે, એથી આ નુસખાને ટ્રાય કરતાં પહેલાં આ લેખ વાંચી લેજો

28 March, 2025 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફણસ

ફણસ ખાઓ સેહત બનાઓ

કેરલાના અને મહારાષ્ટ્રિયન લોકોમાં સહુથી વધુ ખવાતા ફણસના ફાયદાઓથી ગુજરાતીઓ હજી પણ અજાણ છે. અન્ડરરેટેડ રહેલા જૅકફ્રૂટના હેલ્થ-બેનિફિટ્સ જાણશો તો આજથી જ તમે એને ખાવાનું શરૂ કરી દેશો એટલું પાકું

28 March, 2025 02:57 IST | Mumbai | Kajal Rampariya

ફોટા

મુંબઈના મોહમ્મદ અલી રોડ પરની મિનારા મસ્જિદ. (તસવીર: અનુશ્રી ગાયકવાડ)

Photos: મુંબઈ, રમઝાન ઈદ પહેલા મોહમ્મદ અલી રોડ પરના આ સ્ટ્રીટ ફૂડ જરૂર ટ્રાય કરજો

રમઝાન ઈદ 2025 નજીક આવી રહી છે, ત્યારે આ વિશિષ્ટ ફૂડ સ્ટૉલના છેલ્લા બે દિવસ ચૂકશો નહીં, જે ખાસ કરીને આ પવિત્ર મહિના દરમિયાન શરૂ રહે છે. મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મિનારા મસ્જિદની આસપાસ મળતી આ વાનગીઓ એક વાર જરૂર ટ્રાય કરી શકાય. (તસવીરો: અનુશ્રી ગાયકવાડ)

29 March, 2025 08:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
પાપડી ચટણીનો સ્વાદ  અવિસ્મરણીય હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ 75 વર્ષથી `શ્રી જય જલારામ ફરસાણ કોર્નર`નાં પાપડી-ચટણીનો સ્વાદ યથાવત્

ગુજરાતીઓ અને ખાણી-પીણીનો અજોડ સંબંધ એ વાત સાબિત કરે છે કે તેમના માટે જમવાનું માત્ર ભૂખ સંતોષવાનો માધ્યમ જ નથી, પરંતુ એક ઉત્સવ સમાન અનુભવ છે. ખાસ કરીને અમદાવાદ તો નાસ્તાના રસિયાઓ માટે ખરેખર એક સ્વર્ગ સમાન ગણાય છે. ફાફડા, ગાંઠિયા અને પાપડી એ બધા એક જ પરિવારના અલગ-અલગ સ્વાદભર્યા રૂપ છે, જે હવે તો તમને દેશભરમાં તમામ ખૂણે મળી જશે. પરંતુ દરેક જગ્યાએ તેની બનાવટની પદ્ધતિ અને સાથે પીરસાતા સંભારા તથા ચટણીના લીધે તે અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. કદાચ એટલેજ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં નવા સ્વાદની શોધ કર્યા વિના પાછા ફરતા નથી અને હા, થોડું પૅક કરીને ઘરે લાવવાનું પણ ભૂલતા નથી. કલ્પના કરો, ગરમાગરમ પાપડી તળાઈ રહી છે, સાથે તીખા તળેલા મરચાં, પપૈયાનું તીખું છીણ અને મનને મોહી લે તેવી લીલી ચટણી...જે ખટાશ, તીખાશ અને ગળપણનો પરફેક્ટ સ્વાદ આપે... આ માત્ર વિચારથી જ મોઢામાં પાણી આવી જાય, છે ને? આજના લેખમાં, હું તમને અમદાવાદની એક પ્રખ્યાત ફરસાણની પેઢી ‘શ્રી જય જલારામ ફરસાણ કોર્નર’ વિશે જણાવીશ, જ્યાં નાસ્તાની મજા કંઈક અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
હોળીની વાનગીઓની મજા કંઇ ઓર જ હોય છે - પ્રતીકાત્મક તસવીર એઆઇ જનરેટેડ

જ્યાફતઃ હોળી પર પરંપરાગત વાનગીઓનું રીમિક્સ કરી માણવાનો ટ્રેન્ડ છે સુપરહિટ

સમય સાથે વ્યંજનોના સ્વાદ અને પસંદગીઓમાં પરિવર્તન આવી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારો દરમ્યાન બનેલી પરંપરાગત વાનગીઓ બાળકોને ખાસ પસંદ આવતી નથી, અને ઘણીવાર તેઓ તેને ખાતા પણ નથી. પરંતુ જો એ જ સામગ્રી સાથે નવું ટ્વિસ્ટ આપવામાં આવે, અને તેને અપીલિંગ પ્રેઝન્ટેશન અને આકર્ષક નામ આપવામાં આવે, તો તે વાનગીઓની ડિમાન્ડ વધી જાય છે. સાદી ભાષામા કહું તો જેમ જુના ગીતોને રિમિક્સ કરી નવા બિટ્સ સાથે તાજગીભર્યું સ્વરૂપ અપાય છે, તેમ તહેવારોમાં પરંપરાગત વાનગીઓની સામગ્રીના ઉપયોગથી તેને `કન્ફ્યુઝન નહીં પણ ફ્યૂઝન` કરી વાનગીઓ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

15 March, 2025 07:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
હોળીનો તહેવાર

હૅવ અ સેફ હોલી

તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો. ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain
ગણેશ ફૂડ સેન્ટર સેવાર્થે શરું થયું હોવા છતાં સ્વાદના રસિયાઓમાં પણ એટલું જ પ્રચલિત છે - તસવીરો સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ માત્ર ₹60માં દરેકને પોસાય એવું ભોજન પીરસતુ અમદાવાદનુ ગણેશ ફૂડ સેન્ટર

સમાજસેવા માટે માત્ર પૈસા જ નહીં, પરંતુ નિષ્ઠા અને ઉંચી વિચારધારા પણ જરૂરી હોય છે. ગુજરાતમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિગત પ્રયાસો જરૂરિયાતમંદોને ઓછી કિંમતે ઉત્તમ ગુણવત્તાવાળું પૌષ્ટિક ભોજન વિશ્વસનીય સ્થળેથી તૈયાર કરાવી યોગ્ય રીતે પહોંચાડવાની મહાન કામગીરી કરી રહ્યા છે. એવામાં અમદાવાદમાં કેન્ટીન નંબર 1, કિરણ ઇન્ડસ્ટ્રીની સામે, ભાવના રોડ વેઝ ફેઝ 1 પાસે, વટવા GIDC સ્થિત ‘ગણેશ ફૂડ સેન્ટર’ એક એવો અનોખો પ્રયાસ છે, જે ખુશ્બુબહેન અને તેમના પતિ સૌરભભાઇ દ્વારા હોસ્પિટલના દર્દીઓના સ્નેહીજનો, દૂરથી કામ માટે આવેલા કર્મચારીઓ, કામદારો અને એકલા રહેતા લોકો માટે માત્ર ₹60/-માં ઘર જેવું સ્વચ્છ અને સ્વાદિષ્ટ જમણ બનાવી પીરસે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

08 March, 2025 07:39 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુલાબ, મોગરો

રંગબેરંગી ફૂલો વાવવાની પર્ફેક્ટ સીઝન આવી ગઈ છે

ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી ગૅલરીનું ગાર્ડન ખતમ થઈ જશે. અલબત્ત, ઉનાળામાં તો ‍ફ‍ૂલધરા છોડ વધુ સરસ રીતે ખીલે છે. યોગ્ય ‍ફ‍ૂલધરા છોડ વાવીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉનાળાની ગરમીમાં પણ લીલોતરું રંગીન ગાર્ડન ઘરમાં મસ્ત શાતા આપશે. આવું કઈ રીતે શક્ય છે આવો જાણીએ ગરમીની ઋતુમાં હર્યાંભર્યાં વૃક્ષોની હરિયાળી આંખોને ઠંડક આપે એ માટે લોકો વૃક્ષોની તાજી હવાની લહેરખી માણવા દિવસે નહીં તો રાતે પણ બહાર નીકળી પડે છે. ગમેએટલા પંખા કે ACમાં રહો, ફૂલઝાડ જે તાજગી બક્ષે છે એવો મૅજિક હજી પણ મશીન નથી આપી શકતાં. જોકે દરેક માટે આમ ટહેલ પણ સરળ નથી હોતી એટલે લોકો ઘરમાં એકાદ ખૂણામાં નાનો તો નાનો છોડ વાવી નાનકડો બગીચો બનાવી ઠંડકનો લહાવો લણી લે છે. એમાંય હરિયાળી સાથે જો રંગબેરંગી ફૂલો ભળે તો શું વાત. સવાલ થાય કે ગરમીમાં પણ શું બહાર ખીલતી હશે? જવાબ છે, હા. આ વિશે વાત કરતાં પ્લાન્ટેશન નિષ્ણાત અને લૅવિશ લૅન્ડસ્કેપના ઓનર મનોજ મહેતા કહે છે, ‘ગરમીની ઋતુ આમ તો કોઈ પણ છોડ માટે બહુ જ પડકારજનક હોય છે, પણ આવી ગરમી ફૂલોવાળા છોડ માટે વરદાનરૂપ છે અને એમાં જે પ્લાન્ટ ઊગે છે એને મરણ નથી હોતું, આ એટલા મજબૂત છોડ હોય છે. જો તમે એની ડાળી કટ કરીને ક્યાંક લગાડો તો એ ફરી ઊગવા લાગશે. દસ મિલીલિટર પાણીમાં પણ એ છોડ સરસ સર્વાઇવ કરી શકે છે. શરત એટલી જ કે આ દરેકને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ.’ ગરમીમાં તમે આ ફૂલોના પ્લાન્ટ્સ વાવી શકો છો. એ વિશે મનોજ મહેતા પાસેથી જાણકારી મેળવીએ. માટી અને ખાતર ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં મૅક્સિમમ સનલાઇટ આવે છે એવો ખૂણો પસંદ કરવા પર ભાર મૂકતાં મનોજભાઈ કહે છે, ‘આમ તો આ બધા ચારથી ૬ કલાક સૂર્યપ્રકાશ માગતા પ્લાન્ટ્સ છે. ઘરમાં લગભગ આ રીતે જ સૂર્યપ્રકાશ મળતો હોય છે. માટીનું મીડિયમ પોરસ રાખવું. પાણી સાંજે જ આપો. પ્લાન્ટના હિસાબે ખાતર આપવું. એપ્રિલ મહિનો ખાતર આપવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારું કૂંડું એક ફુટનું અને છોડ એક ફુટનો છે તો પાંચથી છ સ્પૂન ખાતર આપો. નૅચરલ ખાતરમાં વર્મી કમ્પોસ્ટ અથવા નીમ પેટ આપો. અથવા એક વર્ષ જૂનું છાણનું ખાતર જે સાવ ભૂકો થઈ જતું હોય એ આપી શકાય. એપ્રિલ મહિનો ખાતર આપવાનો સમય છે.’ પાણી આપવાની યોગ્ય પદ્ધતિફૂલધરા છોડ માટે સૂર્યપ્રકાશનો મોટો રોલ છે એમ જ પાણીનો પણ છે એવું જણાવતાં મનોજભાઈ કહે છે, ‘લોકો વિચારે છે કે બહુ તડકો પડે છે તો વધુ પાણી આપવું ખોટું છે. જો તમારે ત્યાં રાતે ઠંડક પડે છે તો પાણી ઓછું આપો. જો તમારે ત્યાં રાતે પણ ગરમી છે તો સવારે સાત વાગ્યા પહેલાં પાણી આપો. સાદું લૉજિક છે, ગૅસ પર પાણી મૂકીએ તો વરાળ લાગે અને એ આપણનેય લાગે. એવી જ રીતે તડકામાં પાણી આપો તો એ જે વરાળ નીકળે એ પ્લાન્ટને નુકસાન કરે છે. એટલે સવારે ગરમી ચડે એ પહેલાં પાણી આપો અથવા સાંજે પાંચ-છ વાગ્યે જ્યારે સૂર્યનો પ્રકાશ પ્લાન્ટ પર સીધો ન પડતો હોય ત્યારે પાણી આપવું.’

07 March, 2025 07:00 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

વિડિઓઝ

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

આજે આપણે વાત કરીશું ‘અર્ધ ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. 

30 January, 2025 05:29 IST | Mumbai
Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

IFFI 2024માં, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કરવાની તેમની લાંબા સમયથી રાહ જોવાતી ઇચ્છા જાહેર કરી. તેની પ્રથમ ફિલ્મ `સાલી મોહબ્બત` રિલીઝ થયા પછી, તેણે જાહેરાત કરી કે વધુ બે ફિલ્મો તૈયાર છે. તેણે શેર કર્યું કે ફિલ્મો બનાવવાનું તેનું સ્વપ્ન પૂરું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે વર્ષોથી આકર્ષક સામગ્રી બનાવવાનું કામ કરી રહ્યો હતો. મલ્હોત્રાએ સાડા ત્રણ વર્ષ પહેલાં તેમની પ્રોડક્શન કંપની, સ્ટેજ5 પ્રોડક્શન્સ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ અનોખી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સાલી મોહબ્બત પછી, તેના આગામી પ્રોજેક્ટ્સમાં બન ટિક્કી અને ઉલ જુલૂલ ઇશ્કનો સમાવેશ થાય છે.

27 November, 2024 02:57 IST | Mumbai
ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai
જયા કિશોરીએ વિવાદ પર તોડ્યું મૌન

જયા કિશોરીએ વિવાદ પર તોડ્યું મૌન

મોંઘી હેન્ડબેગ લઈ જવાના વિવાદ પર, આધ્યાત્મિક વક્તા જયા કિશોરીએ કહ્યું, "કોઈ વ્યક્તિ ફક્ત વસ્તુ જોઈને બ્રાન્ડ્સનો ઉપયોગ કરતી નથી. તમે ક્યાંક જાઓ અને જો તમને કંઈક ગમતું હોય, તો તમે તેને ખરીદો. મારી પાસે કેટલાક સિદ્ધાંતો છે, જેમાંથી એક હું ચામડાનો ઉપયોગ કરતો નથી, મેં ક્યારેય તેનો ઉપયોગ કર્યો નથી, પરંતુ જો મને કોઈ વસ્તુ ગમે છે અને હું તે ખરીદી શકું છું તો હું તે ખરીદું છું... હું કહેવા માંગુ છું કે તમારે સખત મહેનત કરવી જોઈએ અને પૈસા કમાવવા જોઈએ જેથી તમે તમને ગમતી વસ્તુઓ સારી રીતે મેળવી શકો.

30 October, 2024 04:08 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK