K-Pop Band BTS donates to South Korea wild fire: દક્ષિણ કોરિયન બૉય બૅન્ડ BTS ના સભ્યો સુગા અને જે-હોપે સાઉથ કોરિયામાં લાગેલી વિનાશક જંગલી આગ વચ્ચે રાહત પ્રયાસોના ભાગ રૂપે 100 મિલિયન વૉન (58.5 લાખ રૂપિયા) નું દાન આપ્યું છે, જેમાં 18 લોકો માર્યા ગયા છે
28 March, 2025 06:31 IST | Seoul | Gujarati Mid-day Online Correspondent
નૉર્થ કોરિયાએ ટૂરિસ્ટો માટે દરવાજા ખોલીને પાછા તરત બંધ કરી દીધા, પણ... : સગવડો અને સુવિધાઓનો અભાવ, અનેક જાતનાં નિયંત્રણો, સરમુખત્યાર શાસન ધરાવતા આ દેશને ટૂરિઝમ માટે ડેવલપ કરવામાં ઘણા પડકારો છે
16 March, 2025 02:07 IST | Pyongyang | Alpa Nirmal
ભારતમાં કોરિયન સ્કિનકૅરનો દબદબો તો છે જ ત્યારે હવે મૉરોક્કન બ્યુટી સીક્રેટમાં બ્લુ પાઉડરનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ બ્લુ કલરનો ફેસમાસ્ક કેટલો કારગર છે અને નિષ્ણાતો આ બાબતે શું માને છે એ જાણીએ
આજકાલ સોશિયલ મીડિયા યુગમાં, સમગ્ર વિશ્વ સ્માર્ટફોનમાં સમાઈ ગયું છે, અને લોકોમાં આંતરરાષ્ટ્રીય વાનગીઓ પ્રત્યે જ્ઞાન અને આકર્ષણ વધ્યાં છે. વિવિધ દેશોની વાનગીઓ ભારતીયોના સ્વાદરસમાં ભળી ગઈ છે, અને હવે ભોજનશૈલીમાં કોરિયન વાનગીઓના ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020થી બહુ પ્રચલિત બનતા આ ટ્રેન્ડનું મુખ્ય કારણ છે કે-ડ્રામા અને કે-પૉપ જેવા કોરિયન સંસ્કૃતિના પ્રભાવ, ખાસ કરીને યુવાનોમાં. બેંગટન બોયઝ (BTS) અને બ્લૅકપિંક જેવા પૉપ્યુલર ગ્રૂપ્સના ગીતો અને શોઝમાં કોરિયન વાનગીઓના ઉલ્લેખ સાથે "રામેન" અથવા "રામ્યાન" અને "કિમ્ચી" જેવી વાનગીઓ વારંવાર દર્શાવાતી હોય છે, જેનાથી દર્શકોને આ વાનગીઓમાં રસ પડવા લાગ્યો છે અને તેમની સમજણ વધી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
07 June, 2024 05:48 IST | Mumbai | Chirantana Bhatt
ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’.
આજે આપણી સાથે ફૂડ એક્સપિરયન્સ શૅર કરે છે, ‘વિકીડાનો વરધોડો’ ફૅમ અભિનેત્રી માનસી રાચ્છ (Manasi Rachh), જેઓ પોતે ફૂડી છે અને સોશ્યલ મીડિયા પર હંમેશા નીત-નવી ફૂડ પ્લેસના વીડિયો પોસ્ટ કરતા રહે છે.
ગુજરાતની ટેક્વાંડોની જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ વિજેતા નવ વર્ષની દિયા પર બાયોપિક બની રહી છે. શું છે આ ફિલ્મની કહાની અને કેવી રીતે થઈ રહ્યું છે શૂટ જુઓ તસવીરો.
દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન પાર્ક જિન એપ્રિલ 07ના રોજ દિલ્હી પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન બે દિવસની ભારતની મુલાકાતે છે. 08 એપ્રિલના રોજ ANI સાથેની એક મુલાકાતમાં પાર્ક જિનએ જણાવ્યું હતું કે "દક્ષિણ કોરિયા ભારત સાથે તેની હાલની સફળ ભાગીદારીને અપગ્રેડ કરવા અને ઉત્પાદન ક્ષેત્રે વેપાર, રોકાણ અને સપ્લાય ચેઇન સ્ટેબિલાઇઝેશન અને મહત્ત્વપૂર્ણ ખનિજો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે."
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK