Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kolkata

લેખ

આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને એન્રિક નૉર્ખિયા બૅટ-ટેસ્ટમાં નાપાસ

સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને એન્રિક નૉર્ખિયાનાં બૅટ ફેલ થયાં ટેસ્ટમાં

પંજાબ કિંગ્સ સામેની મૅચ દરમ્યાન કોલકાતા નાઇટ રાઇડર્સના ત્રણ પ્લેયર્સ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને એન્રિક નૉર્ખિયા બૅટ-ટેસ્ટમાં નાપાસ થયા હતા. કલકત્તાના ઓપનરો ૧૧૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઊતર્યા એ પહેલાં સુનીલ નારાયણનું બૅટ ચેક કરવામાં આવ્યું.

17 April, 2025 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ નારાયણ

૧થી ૧૧ની દરેક પોઝિશન પર બૅટિંગ કરનારો IPLનો એકમાત્ર બૅટર છે સુનીલ નારાયણ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો એવો એકમાત્ર પ્લેયર છે જેણે તમામ ૧૧ પોઝિશન પર બૅટિંગ કરી છે. સુનીલ નારાયણ IPLની ૧૮૩ મૅચ રમ્યો છે જેમાંથી ૧૧૬ ઇનિંગ્સમાં તેણે બૅટિંગ કરી છે.

17 April, 2025 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ

IPL ઇતિહાસનો લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કરીને બતાવ્યો પંજાબના બોલર્સે

પંજાબ ૧૫.૩ ઓવરમાં ૧૧૧ રન પર આૅલઆઉટ થયું, પણ કલકત્તાને ૧૫.૧ ઓવરમાં ૯૫ રનમાં ઘરભેગી કરીને હોમ ટીમે ૧૬ રને બાજી મારી. આ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૪૫ રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પંજાબના બોલર્સે ૧૧૧ રનના ટોટલને ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો

17 April, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન આરામ ફરમાવી રહેલા કલકત્તાના ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસાલ, સુનીલ નારાયણ અને મનીષ પાંડે

કલકત્તા સામે કમબૅક કરવાનું પ્રેશર રહેશે પંજાબના બોલર્સ પર

પંજાબના મોહાલીસ્થિત હોમ ગ્રાઉન્ડ પર બન્ને ટીમની પહેલવહેલી ટક્કર થશે. સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ પંજાબને કલકત્તા રૂપે વધુ એક પડકારજનક પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે.

16 April, 2025 07:39 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ

હાઈ કોર્ટે સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરવાનો આપ્યો આદેશ

13 April, 2025 01:40 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અજિંક્ય રહાણે અને વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયરે પ્રખ્યાત શેફ કુણાલ કપૂર સાથે મળીને હાલમાં એક અનોખી વાનગીની રચના કરી હતી

મુંબઈ, કલકત્તા અને ઇન્દોરના સ્વાદને એકસાથે લાવ્યા KKRના લીડર્સ

જેને કલકત્તાથી પ્રેરિત એક સ્પેશ્યલ ચટણી સાથે પીરસવામાં આવી હતી. ફ્રૅન્ચાઇઝીએ શરૂ કરેલી ‘નાઇટ બાઇટ’ નામની આ યુટ્યુબ કુકિંગ સિરીઝને ક્રિકેટ-ફૅન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

13 April, 2025 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા માઇકલ હસી.

બૅટિંગ કોચ માઇકલ હસીને હજીયે આશા છે કે CSK પ્લેઑફમાં પહોંચશે

૫૯ બૉલ પહેલાં મૅચ જીતીને કલકત્તા ચેન્નઈને ૫૦ કે એથી વધુ બૉલથી હરાવનાર પહેલી ટીમ બની છે.

13 April, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ત્રણ વિકેટ સાથે ૧૮ બૉલમાં ૪૪ રન ફટકારી કલકત્તાનો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.

KKRના સુનીલ નારાયણે CSK સામે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ભજ્જીનો રેકૉર્ડ તોડ્યો

ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત ત્રણ પ્લેયર્સની વિકેટ લઈને સુનીલ નારાયણ આ ફ્રૅન્ચાઇઝી સામે સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર બની ગયો છે

13 April, 2025 10:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
ક્રિકેટરોએ ઉજવી હોળી 2025 (તસવીર સૌજન્ય: મિડ-ડે)

IPL 2025 પહેલા ક્રિકેટરો હોળી રમવામાં મગ્ન! જુઓ આ આનંદના પળોની તસવીરો

આ વર્ષે હોળી એક જોવાલાયક દૃશ્ય બની ગયું, જ્યાં વિશ્વભરના ક્રિકેટરો રાષ્ટ્રીયતા અને સમુદાયોથી આગળ વધીને, રંગોના તહેવારનો આનંદ માણી રહ્યા હતા. (તસવીર સૌજન્ય: મિડ-ડે)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
15 વર્ષથી ડેન્સી ડિસૂઝા સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટ એક પ્રતિબદ્ધ સ્વયંસેવક રહી છે, જ્યાં તેના નિસ્વાર્થ યોગદાને તેને ઑગસ્ટ 2024માં પ્રતિષ્ઠિત ગોલડ પિન અપાવી.

ડેન્સી ડિસૂઝાને લિબરેટર એવૉર્ડ્સ 2025 માટે કરવામાં આવી નૉમિનેટ

સંયુક્ત રાજ્ય અમેરિકા, કરુણા અને સેવાની મિસાલ, ડેન્સી ડિસૂઝાને સંયુક્ત રાજ્ય અમેરિકામાં લિબરેટર એવૉર્ડ્સ 2025માં `ઇન્ડિવિઝ્યુઅલ ઑફ ધ યર` પુરસ્કાર માટે નોમિનેટ કરી છે. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે જીવનને બહેતર બનાવવા માટે, પરિવર્તન લાવવા માટે અને અન્યાય સામેની લડાઈમાં અતૂટ સમર્પણનું પ્રદર્શન કર્યું હોય.

08 February, 2025 12:25 IST | New York | Gujarati Mid-day Online Correspondent
ચક્રવાતી તોફાનની અસર

કલકત્તા ઍરપોર્ટ ૨૧ કલાક બંધ : ૩૯૪ ફ્લાઇટોને અસર : ટ્રેનોનાં પૈડાં-પાટાને તાળાં

પશ્ચિમ બંગાળમાં આવનારા ચક્રવાતી તોફાનને કારણે સાવચેતીના ભાગરૂપે કલકત્તા ઍરપોર્ટ પર રવિવારે બપોરથી ૨૧ કલાક માટે ફ્લાઇટ સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એને કારણે ૩૯૪ ફ્લાઇટોને અસર થશે. આ સમયગાળા દરમ્યાન ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ સેક્ટરની ૩૯૪ ફ્લાઇટો ઑપરેટ થશે નહીં. ચક્રવાતને કારણે ૧૩૦થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે એટલે ઍરપોર્ટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગે દરિયાકિનારા પર આવેલા મેદિનીપુર તથા નૉર્થ અને સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં રેલવે-સેવાઓ પણ રદ કરી દીધી છે.

27 May, 2024 08:15 IST | West Bengal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ફૉર અ ચેન્જ લેટ્સ પ્લે હોલી

ધમાકેદાર અંદાજમાં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં મળેલી પ્રથમ હારનો ગમ ભુલાવીને મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સના ખેલાડીઓ ધુળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 

26 March, 2024 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : પીટીઆઈ

પીએમ મોદીએ અનેક મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અન્ડરવોટર મેટ્રો લાઇન સહિત દેશભરમાં બહુવિધ મેટ્રો પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું છે. આ પ્રોજેક્ટ્સ દેશવાસીઓની સફર આસાન બનાવશે. (તસવીરો : પીટીઆઈ)

06 March, 2024 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૈન મુનિ આદર્શચંદ્ર મહારાજ સાહેબ

જૈન સિદ્ધાંતોને આધારે સુગર લેવલ ડાઉન કરવા કેમ્પ ચલાવે છે મૂળ મુંબઈના આ જૈન મુનિ

અત્યારે વિશ્વમાં લોકો સૌથી વધુ કોઈ બીમારીનો શિકાર બનતાં હોય તો તે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કબજિયાત વગેરે છે. વર્ષ 2021માં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ ભારતમાં 101 મિલિયન જેટલા લોકો ડાયાબિટીસ અને 136 મિલિયન લોકો પ્રી-ડાયાબિટીસના દર્દી છે. ખરેખર આ આંકડો તાવ ચડાવી નાખે એટલો છે.. આવા દર્દીઓ મેડિસિન, ઇન્સ્યુલિનના ઇન્જેકશન વગેરેથી ખૂબ પરેશાન થતાં હોય છે. જાત-જાતની દવાઓ ખાઈને દિવસ પસાર કરતાં હોય છે. બસ આવા દર્દીઓ માટે સહાયરૂપ થવાનું બીડું ઝડપ્યું છે કલકત્તામાં બિરાજતા જૈન મુનિ આદર્શચંદ્ર મહારાજ સાહેબે. આ જૈન મુનિજી જૈન સિદ્ધાંતોને આધારે સુગર લેવલ ડાઉન કરવાનો દાવો કરે છે. તેઓ આ માટે કેમ્પનું પણ આયોજન કરે છે. ઉલ્લેખનીય છે કે તેમના આ કાર્યની નોંધ તાજેતરમાં જ ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પણ લેવામાં આવી છે.

26 June, 2023 07:03 IST | Mumbai | Dharmik Parmar
કૅપ્ટન કૂલ એમ એસ ધોની

કૅપ્ટન કૂલને કલકત્તાની ફેરવેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ધમાકેદાર સિઝન ૧૬ (16th Season) ચાલી રહી છે. રવિવારે કલકત્તા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની મેચ દરમિયાન એક જુદો જ નજારો જોવા મળ્યો. હૉમ ગ્રાઉન્ડ ભલે કેકેઆર (KKR)નું હતું પણ દબદબો મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જોવા મળ્યો હતો. આ ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની અફવાઓ વચ્ચે મેદાનના પ્રેક્ષકોએ કૅપ્ટન કૂલને નોખા અંદાજમાં ફેરવેલ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં…. (તસવીરો : તી.  પી.ટી.આઇ., એ.એફ.પી., iplt20.com, ટ્વિટર)

25 April, 2023 12:06 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીએ મુર્શિદાબાદ હિંસા અંગેના તેમના તાજેતરના નિવેદન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા.

17 April, 2025 03:55 IST | Kolkata
લાઉડસ્પીકરથી રમખાણોના કોલ આપવામાં આવ્યા હોવાનો દાવો: મુર્શિદાબાદ હિંસા પર સુકાંત

લાઉડસ્પીકરથી રમખાણોના કોલ આપવામાં આવ્યા હોવાનો દાવો: મુર્શિદાબાદ હિંસા પર સુકાંત

પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે મુર્શિદાબાદ હિંસા પર મોટું નિવેદન આપતા કહ્યું કે મસ્જિદના લાઉડસ્પીકરથી રમખાણોના કોલ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "... પીડિતોના મતે, મસ્જિદના લાઉડસ્પીકરથી રમખાણોનો કોલ આપવામાં આવ્યો  હતો ..,"

17 April, 2025 03:52 IST | Kolkata
WB મુર્શિદાબાદના સ્થાનિકોએ વકફ કાયદાના વિરોધ વચ્ચે હિંસાનો ભયાનક અનુભવ શેર કર્યો

WB મુર્શિદાબાદના સ્થાનિકોએ વકફ કાયદાના વિરોધ વચ્ચે હિંસાનો ભયાનક અનુભવ શેર કર્યો

હિંસા અંગે મુર્શિદાબાદના એક સ્થાનિક ઉજ્જવલ ગુપ્તાએ કહ્યું કે, "અહીં જે પણ થયું છે તે ખોટું છે. વકફ કાયદાનો વિરોધ કરવાના નામે ઘટના બની, લૂંટફાટ થઈ અને હિન્દુઓના ઘરો અને મંદિરોમાં તોડફોડ થઈ. તે ખોટી વાત છે. પરંતુ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આપણે બધા અહીં સાથે રહીએ છીએ, પરંતુ જો કોઈ બહારથી આવે છે અને મુસ્લિમો ઉશ્કેરતા હોય તો આપણે બધા સાથે રહીએ છીએ." મુર્શિદાબાદના અન્ય એક સ્થાનિક, સદાકત અલીએ કહ્યું, "અહીં જે બન્યું તે એકદમ ખોટું છે. કેટલાક લોકો બહારથી આવ્યા અને આ બધું કર્યું. અહીં લોકો શાંતિથી સાથે રહે છે... બહારના લોકોએ હિંદુઓ અને મુસ્લિમોના ઘરોમાં તોડફોડ કરી હતી. તેઓએ મુસ્લિમોની દુકાનો પણ લૂંટી હતી..." હિંસા અંગે અન્ય એક સ્થાનિક ઝુલ્ફીકાર અહેમદે કહ્યું હતું કે, "અમે જે શાંતિપૂર્ણ વિરોધનું આયોજન કર્યું હતું તે કાયદાને સમર્થન આપતા નથી. વક્ફના વિરોધના નામે થતી લૂંટ અને ગુંડાગીરી સારી નથી અમે ઇચ્છીએ છીએ કે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિતિ સામાન્ય થાય.

17 April, 2025 03:48 IST | Kolkata

"મારી દુકાનમાં આગ લાગી...", મુર્શિદાબાદ હિંસા પછી પીડિતો `ભયાનક` અનુભવ શેર કર્યો

સમસેરગંજના એક સ્થાનિક દુકાનદાર, મોહમ્મદ ફરહાદે કહ્યું, "મારો જથ્થાબંધ દવાઓનો વ્યવસાય છે. મને ખબર નથી કે મારી દુકાનમાં કોણે તોડફોડ કરી. હું ગઈકાલે અહીં આવ્યો અને જોયું કે મારી દુકાનમાં આગ લાગી હતી, કોઈએ દુકાનનું શટર પણ તોડવાનો પ્રયાસ કર્યો... અમે બધા અહીં ખુશીથી સાથે રહીએ છીએ. આ બહારના કેટલાક લોકોએ કર્યું છે..." સ્થાનિક દુકાનદાર અધીર રવિ દાસે કહ્યું, "મારી દુકાન સંપૂર્ણપણે નુકસાન થયું છે. કંઈ બચ્યું નથી. જો વહીવટ મદદ કરશે, તો અમે દુકાન ખોલી શકીશું નહીંતર કંઈ કરી શકીશું નહીં. દુકાનમાં 6-7 લાખ રૂપિયાનો સામાન હતો, બધું બળી ગયું છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ. BSF અહીં હોવાથી પરિસ્થિતિ સામાન્ય છે. જો BSFને અહીંથી દૂર કરવામાં આવે તો શું થશે તે અમને ખબર નથી. અમને BSF જોઈએ છે અહીં કેમ્પ કરો..." એક સ્થાનિક દુકાનદાર હબીબ-ઉર-રહેમાને કહ્યું, "સમસેરગંજમાં પરિસ્થિતિ હવે સામાન્ય છે. વહીવટીતંત્ર અમને અમારી દુકાનો ખોલવા અને શિસ્તબદ્ધ રહેવાનું કહી રહ્યું છે. BSF અને CRPF તૈનાત થયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે..."

15 April, 2025 06:43 IST | Kolkata
વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

કોલકાતામાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમ દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 09 એપ્રિલના રોજ કહ્યું, "જો અમને ગોળી મારી દો, તો પણ તમે અમારામાંથી એકતા દૂર કરી શકશો નહીં."

10 April, 2025 12:18 IST | Kolkata
પશ્ચિમ બંગાળમાં 25000 શિક્ષકોને હટાવવા પર ભાજપના લોકો રસ્તા પર ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં 25000 શિક્ષકોને હટાવવા પર ભાજપના લોકો રસ્તા પર ઉતર્યા

બંગાળની શાળાઓમાં 25,000 થી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી હોવાના પગલે બીજેવાયએમ (ભારતીય જનતા યુવા મોરચા) એ મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના SSC દ્વારા બંગાળની શાળાઓમાં 25,000 થી વધુ કર્મચારીઓની નિમણૂક રદ કરવાના આદેશને માન્ય રાખ્યો.

08 April, 2025 05:41 IST | Kolkata
વધતી હિંસા પર બાંગ્લાદેશ પર સર્જિકલ સ્ટ્રાઈક કરો: આચાર્ય પ્રમોદ ક્રિષ્નમની હાકલ

વધતી હિંસા પર બાંગ્લાદેશ પર સર્જિકલ સ્ટ્રાઈક કરો: આચાર્ય પ્રમોદ ક્રિષ્નમની હાકલ

બાંગ્લાદેશમાં હિંસામાં વધારો થવાના અહેવાલો વચ્ચે, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે 9 ડિસેમ્બરના રોજ પડોશી દેશ પર "સર્જિકલ સ્ટ્રાઈક" કરવાની હાકલ કરતા ઉશ્કેરણીજનક માંગ કરી હતી. હિંસા, જે કથિત રીતે વધી રહી છે, તેણે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને રાજકીય અશાંતિ અંગે ચિંતાઓ જન્માવી છે. તેમના નિવેદનમાં, ક્રિષ્નમે સૂચવ્યું કે ભારતે સંભવિત રીતે લશ્કરી હસ્તક્ષેપ દ્વારા પરિસ્થિતિને સંબોધવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવે છે જ્યારે પ્રદેશમાં તણાવ વધારે છે, અને સંવેદનશીલ સમુદાયોની સલામતી અને કલ્યાણ વિશે સતત ચિંતાઓ છે. વધુ માટે વિડિયો જુઓ.

09 December, 2024 04:50 IST | New Delhi
ઢાકામાં ઇસ્કૉન મંદિર સળગાવ્યું, લક્ષ્મીનારાયણ મૂર્તિની તોડફોડ - જુઓ વીડિયો

ઢાકામાં ઇસ્કૉન મંદિર સળગાવ્યું, લક્ષ્મીનારાયણ મૂર્તિની તોડફોડ - જુઓ વીડિયો

ઇસ્કૉન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશના ઢાકામાં એક ઇસ્કૉન સેન્ટરને બદમાશો દ્વારા આગ લગાડવામાં આવી હતી. આ ઘટના વહેલી સવારે 2-3 વાગ્યાની આસપાસ બની હતી. રાધારમણ દાસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ પેટ્રોલ રેડીને મંદિરને સળગાવી દીધું હતું. હુમલા દરમિયાન લક્ષ્મીનારાયણની મૂર્તિની પણ તોડફોડ કરવામાં આવી હતી. આગમાં આખું મંદિર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા અંગેની મોટી ચિંતાનો એક ભાગ છે. ધાર્મિક સંસ્થા ઇસ્કૉને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ પ્રદેશમાં તેના મંદિરો અને અનુયાયીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

08 December, 2024 04:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK