નોરતાના નવ દિવસ કેમ ગયા એ જાણે ખબર જ ના પડી, એમાંય ખેલૈયાઓના ગરબાની રમઝટ વિશે તો શું વાત કરવી! તમે ગુજરાત, મુંબઈ અને દેશના વિવિધ વિસ્તારમાંથી અસંખ્ય લોકોના ધમાકેદાર ગરબા જોયા હશે. પરંતુ તમે નેતા અને અભિનેતાઓના ગરબા નહીં જોયા હોય. જેવીપીડી ગ્રાઉન્ડ, જુહૂમાં ભાજપ ધારાસભ્ય અમીત સાટમ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં નેતાઓથી લઈ અભિનેતાએ ગરબાની મોજ માણી હતી. નવરાત્રીમાં ખેલૈયોનો ઉત્સાહ વધારવા કૈલાશ ખૈર મીકા સિંહ, રોહિત શેટ્ટી તો પહોંચ્યા હતાં. તો સાથે સાથે નેતા કિરીટ સોમૈયા પણ ગરબાની રમઝટ માણવા JVPD ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.
05 October, 2022 05:18 IST | Mumbai | Nirali Kalani