સોશ્યલ મીડિયા પર બુર્કા સિટીનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે જે કિરણ રાવની ફિલ્મની વાર્તાને મળતો આવે છે. કિરણ રાવ અને આમિર ખાનની ‘લાપતા લેડીઝ’નાં વખાણ આખી દુનિયામાં થયાં છે અને એ ફિલ્મ તેમ જ એના કલાકારો અનેક અવૉર્ડ જીત્યા છે.
03 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentAamir Khan auditioned for Laapataa Ladies: લાપતા લેડીઝમાં સબ-ઇન્સ્પેક્ટર શ્યામ મનોહરની ભૂમિકા માટે આમિર ખાનને પણ ઓડિશન આપ્યું હતું જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમિર ખાન ટોકીઝે તેને તેની કાસ્ટિંગ ડાયરીઝ હેઠળ રજૂ કર્યું છે.
30 March, 2025 08:04 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentDeepika Padukone on Oscar Awards: જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે ભારતીય ફિલ્મોની હાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઑસ્કરના રેસમાંથી બહાર થઇ છે. તેણે કહ્યું કે ભારતીય સિનેમા સાથે અન્યાય થઈ રહ્યો છે.
25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent૨૦૦૫માં આમિર ખાને ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં અને ૨૦૨૧માં તેની સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. હવે આમિરના જીવનમાં ગૌરીનું ખાસ સ્થાન છે.
18 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપોતાની પહેલી જ ફિલ્મ લાપતા લેડીઝ માટે IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટરનો અવૉર્ડ મેળવનારી સ્નેહા દેસાઈ અત્યારે આમિર ખાન પ્રોડક્શન્સ અને ફૅન્ટમ પ્રોડક્શન્સની નવી ફિલ્મો લખવામાં વ્યસ્ત છે
16 March, 2025 01:23 IST | Mumbai | Rashmin Shah૧૮ મહિનાથી નવી પ્રેમિકાના પ્રેમમાં, પણ તેમની ઓળખાણ પચીસ વર્ષ જૂની : બન્ને વચ્ચેનો ૧૪ વર્ષનો તફાવત ફૅન્સમાં ચર્ચાનો વિષય : આમિર ખાનનો બર્થ-ડે બ્લાસ્ટ : સ્વીકાર્યું કે બૅન્ગલોરની ગૌરી સ્પ્રૅટ છે તેની લેટેસ્ટ લિવ-ઇન પાર્ટનર
16 March, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondentફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં કિરણ રાવે ડિરેક્ટ કરેલી ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ્સ મળ્યા છે.
12 March, 2025 06:55 IST | Jaipur | Gujarati Mid-day Correspondent૫૯ વર્ષનો આમિર બૅન્ગલોરની કોઈક મહિલાના પ્રેમમાં છે અને બન્ને વચ્ચેની રિલેશનશિપ સિરિયસ હોવાનું જણાઈ રહ્યું છે એવી ચર્ચા છે. કહેવાય છે કે આમિરે આ મહિલાને પોતાના પરિવાર સાથે મળાવી પણ છે.
01 February, 2025 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબૉલીવુડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન માટે આ વખતે ઈદની પાર્ટી ખાસ રહી હતી. આ વર્ષે ઈદની પાર્ટીમાં આમિરની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ એકસાથે જોવા મળી હતી. આમિરની માતા ઝીનત હુસેને હોસ્ટ કરેલી આ પાર્ટીમાં આમિરની બહેનો નિખત અને ફરહતે પણ હાજરી આપી હતી.
03 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondentફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા. દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા. દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.
16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજાનકી બોડીવાલાને શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન
11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondentઆમિર ખાન અને કિરણ રાવ તેમના દીકરા આઝાદ સાથે વેકેશન પર ઊપડ્યાં છે. ૨૦૦૫માં આમિર અને કિરણે લગ્ન કર્યાં હતાં. ૧૫ વર્ષ બાદ બન્ને લગ્નજીવનનો અંત લાવ્યાં હતાં. એ લગ્નજીવનમાં તેમને આઝાદ નામનો એક દીકરો છે. દીકરા માટે આ બન્ને અનેક વખત સાથે આવે છે. તેઓ અનેક ફૅમિલી-ફંક્શન અને તહેવારોને સાથે મળીને સેલિબ્રેટ કરે છે. તદુપરાંત ફિલ્મોને લઈને પણ તેઓ સાથે જ કામ કરે છે. હવે આ ત્રણેય સાથે ફરવા નીકળ્યાં છે અને એનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કિરણ રાવે કૅપ્શન આપી, રાવ-ખાન હૉલિડે. આ સાથે સાથે જ જુઓ બૉલિવૂડ સેલિબ્રિટિઝ શ્રદ્ધા કપૂર, સૈફ અલી ખાન, શત્રુઘ્ન સિંહા, અજય દેવગન, જુનૈદ ખાન અને સલમાન ખાનની લેટેલ્સ્ટ ન્યૂઝ.
01 July, 2024 10:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.
21 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગત અઠવાડિયે મુંબઈ (Mumbai)માં બૉલિવૂડ (Bollywood)ના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ (Mr. Perfectionist) કહેવાતા અભિનેતા આમિર ખાન (Aamir Khan)ની દીકરી આઇરા ખાન (Ira Khan)ના લગ્ન બાદ તાજેતરમાં ઉદયપુર (Udaipur)માં ગ્રાન્ડ વેડિંગ (Ira Khan-Nupur Shikhare`s Udaipur Wedding)નું આયોજન કરવામાં આવ્યું હતું. આઇરા ખાને ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે (Nupur Shikhare) સાથે લગ્ન કર્યા છે. ઉદયપુરમાં યોજાયેલા લગ્નની ઇનસાઇડ તસવીરો જોઈએ… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ, ડેવિડ પોઝનિક)
11 January, 2024 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentAamir Khan kissed Ex wife: આમિર ખાનની પુત્રી ઈરા ખાનના લગ્ન 3 જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી થયા હતા. ઈરાએ લાંબા સમયના બોયફ્રેન્ડ નૂપુર શિકરે સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં આમિરના પરિવાર અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. લાંબા સમય બાદ ઈરાના લગ્નમાં આમિર તેની પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથે જોવા મળ્યો હતો. આમિરે બંને સાથે પોઝ પણ આપ્યા હતા. આટલું જ નહીં કેમેરાની સામે પોઝ આપતી વખતે આમિર ખાને તેની બીજી પૂર્વ પત્ની કિરણ રાવને કિસ કરી હતી. તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
04 January, 2024 04:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆમિર ખાનની દીકરી ઈરાએ તેના બોયફ્રેન્ડ નુપુર શિકરે સાથે લગ્ન (Ira Khan Wedding) કરી લીધા છે. બંનેએ પોતાના પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. નૂપુર અને ઈરા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ઈરાએ પિન્ક અને બ્લુ રંગનો લહેંગા પહેર્યો છે, જ્યારે નૂપુર બ્લુ રંગના કુર્તા પાયજામામાં ડેશિંગ લાગતો હતો.
04 January, 2024 09:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ સોમવારે જાહેરાત કરી. હવે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા સ્પર્શ શ્રીવાસ્તવે આ સમાચાર વિશે પોતાની ઉત્તેજના શેર કરી છે. તેમનો આનંદ સમગ્ર ટીમ દ્વારા અનુભવાયેલ ગર્વને પ્રતિબિંબિત કરે છે કારણ કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વૈશ્વિક સિનેમામાં ભારતના વધતા પ્રભાવને વધુ પ્રકાશિત કરે છે. આ મોટી સિદ્ધિ વિશે સ્પર્શનું શું કહેવું છે તે જાણવા માટે આખો વીડિયો જુઓ!
25 September, 2024 02:16 IST | Mumbai`લાપતા લેડીઝ` એ 2025 માટે શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર માટે સત્તાવાર રીતે ભારતની એન્ટ્રી છે. દિગ્દર્શક કિરણ રાવે ફિલ્મના મહત્વના સંદેશને અને કેવી રીતે આ પ્રતિષ્ઠિત પરાક્રમ તેને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે તેના પર પ્રકાશ પાડતા, તેની પસંદગી થવા પર ખુશી વ્યક્ત કરી. . તેણીએ અવિશ્વસનીય સમાચાર પર આમિર ખાનની હૃદયપૂર્વકની પ્રતિક્રિયા શેર કરી, સમગ્ર ટીમ માટે આ માઇલસ્ટોનની ઉજવણી કરી. `લાપતા લેડીઝ` 1 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આમિર ખાન પ્રોડક્શન્સ અને કિંડલિંગ પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત, લાપતા લેડિઝ એ કિરણ રાવની ધોબીઘાટ પછી દિગ્દર્શિત વાપસી તરીકે ચિહ્નિત કરી હતી.
24 September, 2024 02:04 IST | Mumbaiમુંબઈમાં ગુરુવારે આઇફોન પર શૂટ કરાયેલી ફિલ્મોના સંગ્રહ MAMI સિલેક્ટના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સંખ્યાબંધ સેલેબ્સ હાજર રહ્યા હતા. નવા સગાઈ કરેલ દંપતી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ, સગાઈ પછી પહેલી વાર તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. કાર્પેટ પર મૌની રૉય, શબાના આઝમી, કિરણ રાવ, પ્રાજક્તા કોહલી, તારુક રૈના, જીમ સરભ, વિજય વર્મા, શોભિતા ધુલીપાલા, ઝોયા અખ્તર, ગૌરવ ચૌધરી અને અન્ય સ્ટાર્સ તેમની સાથે જોડાયા હતા.
19 April, 2024 02:57 IST | Mumbaiસુપરસ્ટાર આમિર ખાન આજે પોતાનો ૫૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સ્ટારે તેનો જન્મદિવસ પાપારાઝી અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથે તાજેતરની હિટ ફિલ્મ `લાપતા લેડીઝ`ના કલાકારો સાથે ઉજવ્યો. વિડિયોમાં કિરણ રાવ આમિરને જન્મદિવસની કેક કાપ્યા બાદ તેને કેક ખવડાવતા જોઈ શકાય છે. `લાપતા લેડીઝ` એ આમિર ખાન પ્રોડક્શન હેઠળ કિરણ રાવની દિગ્દર્શિત ડેબ્યૂ છે. સ્ટારના જન્મદિવસની ઉજવણીના દૃશ્ય માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!
14 March, 2024 10:45 IST | Mumbaiઆમિર ખાન અને કિરણ રાવે મુંબઈમાં સ્ટાર સ્ટડેડ `લાપતા લેડીઝ` ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, જેમાં સની દેઓલ, કરણ જોહર, કોંકણા સેન શર્મા, અમોલ પરાશર, અલી ફઝલ, રાધિકા આપ્ટે, વિધુ વિનોદ ચોપરા, સયાની ગુપ્તા અને અન્યોએ હાજરી આપી હતી. આમિરની દીકરી ઈરા ખાન તેના પતિ નુપુર શિખરે સાથે પણ ફિલ્મ સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી.
28 February, 2024 06:46 IST | Mumbaiઅભિનેતા પ્રતિભા રંતા આમિર ખાન પ્રોડક્શનના પ્રતિષ્ઠિત બેનર હેઠળ કિરણ રાવ દિગ્દર્શિત ‘લાપતા લેડીઝ’માં તેની ભૂમિકા માટે તૈયારી કરી રહી છે. રંતાએ આ પ્રોજેક્ટ વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "આમીર ખાન પ્રોડક્શન હેઠળ કામ કરવાની તક મળવાથી લઈને સારી સ્ક્રિપ્ટ મેળવવા સુધી, આ ફિલ્મ વિશે બધું જ સકારાત્મક છે. એક અભિનેતા તરીકે, મને તેમાં કામ કરવાની ખૂબ જ મજા આવી." તેણીએ કિરણ રાવ સાથે કામ કરતી વખતે શું શીખ્યા તે અંગેની આંતરદૃષ્ટિ પણ શેર કરી. "કિરણ મેમ સાથે કામ કરીને, મેં શીખ્યું કે આજની છોકરીઓ ખૂબ જ સક્ષમ છે. આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે કંઈક કરી શકતા નથી. દરેક માટે તકો છે; આપણે ફક્ત તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે," રંતાએ સમજાવ્યું. સ્પર્શ શ્રીવાસ્તવે કહ્યું, “જામતારા જોયા બાદ આમિર ખાને મને ફોન કર્યો અને મેં ફિલ્મ માટે ઓડિશન આપ્યું એટલે મને ફિલ્મ મળી. જ્યારે આમિર ખાને મને ફોન કર્યો ત્યારે હું ખૂબ જ નર્વસ થઈ ગયો હતો. નિતાંશી ગોયલે કહ્યું, “મેં ફિલ્મની તૈયારી માટે સુઈ ધાગા, બલ્લિકા વધૂ અને ઘણી બધી ભોજપુરી મહિલાઓના વીડિયો જોયા. મારો જન્મ ૨૦૦૧માં થયો હતો અને મેં આ યુગ ક્યારેય જોયો નથી. હું આ યુગને ઓડિશન દ્વારા જીવવા માંગતો હતો."
13 February, 2024 06:58 IST | Mumbaiફિલ્મ નિર્માતા કિરણ રાવે, જેઓ તેની નવી દિગ્દર્શન `લાપતા લેડીઝ` સાથે બહાર આવવા માટે તૈયાર છે, તેણે જાહેર કર્યું કે કેવી રીતે આમિર ખાન રવિ કિશન દ્વારા નિબંધિત ભૂમિકા ભજવવા માટે ઉત્સુક હતો અને તેણે તેના માટે ઓડિશન પણ આપ્યું હતું. કિરણ રાવે કહ્યું, “આમિરને પાત્ર પસંદ હતું, તેણે ઓડિશન પણ આપ્યું હતું. પરંતુ મને લાગ્યું કે તે સ્ટાર હોવાથી તેના પાત્ર માટે અપેક્ષાઓ હશે. આમિર સ્ટારની છબી લાવી રહ્યો હતો. તેથી, અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ ભૂમિકામાં એટલી ફિટ હોય કે તે આગળ શું કરશે તે તમે સમજી ન શકો. રવિ કિશન અદ્ભુત છે, મને લાગ્યું કે તેમનાથી સારો `મનોહર` કોઈ હોઈ જ ન શકે.
07 February, 2024 11:08 IST | MumbaiADVERTISEMENT