કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીએ ગઈ કાલે યોજેલી ઇફ્તાર પાર્ટીમાં બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝે ભાગ લીધો હતો. આ પાર્ટી બાંદરાની તાજ લૅન્ડ્સ એન્ડમાં હતી. બાબા સિદ્દીકી દર વર્ષે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરે છે. જોકે કોવિડને કારણે છેલ્લાં બે વર્ષ પાર્ટી નહોતી રાખવામાં આવી. પાર્ટીમાં તમામને સ્વાદિષ્ટ ભોજન પીરસવા માટે લખનઉ, બૅન્ગલોર અને કાશ્મીરથી શેફને બોલાવાયા હતા. ઇફ્તાર પાર્ટીમાં સૌથી વધુ લોકોનું ધ્યાન શાહરુખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ ખેંચ્યું હતું.
(તસવીરો : અનુરાગ આહિરે, યોગેન શાહ)
18 April, 2022 03:19 IST | Mumbai