Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jigisha Jain

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન પહેલાં યુવાવર્ગ પસંદ કરે છે પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ

સમાજમાં વધતા જતા ડિવૉર્સ કેસિસની વચ્ચે લગ્નસંસ્થાને મજબૂત કરવાની કોશિશ કરતું આ પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કઈ-કઈ રીતે મદદરૂપ થાય છે એ સમજીએ

26 March, 2025 01:47 IST | Mumbai | Jigisha Jain
મેહુલ બુચ

વર્લ્ડ કપ વખતે ટીવી પર બ્રેક દરમ્યાન આવતી આઠમાંથી ૬ ઍડમાં મેહુલ બુચ રહેતા

ફક્ત અભિનય નહીં; લેખન, ડિરેક્શન, ડબિંગ, ડિઝાઇનિંગ બધી જ કલાઓ પ્રોફેશનલી નિભાવી ચૂકેલા; રંગમંચ, જાહેરખબરો, સિરિયલો અને ફિલ્મનાં જુદાં-જુદાં માધ્યમોમાં કામ કરી ચૂકેલા મેહુલ બુચ જીવનના છેલ્લા શ્વાસ સુધી કલા અને ક્રીએટિવિટી સાથે જીવવા માગે છે

22 March, 2025 05:03 IST | Mumbai | Jigisha Jain
વંદના દેસાઈ

૮૭ વર્ષની ઉંમરે પણ આ શિક્ષિકાએ નૃત્ય શીખવવાનું ચાલુ રાખ્યું છે

વિલે પાર્લેમાં રહેતાં ૮૭ વર્ષનાં વંદના દેસાઈની નૃત્ય ઍકૅડેમી ‘કલા સંગમ’ની આ વર્ષે સ્વર્ણિમ જયંતી ઊજવાઈ રહી છે

21 March, 2025 12:32 IST | Mumbai | Jigisha Jain
જયા પટેલ (સૌજન્ય:મિડ-ડે)

૨૫ વર્ષમાં હજારેક દંપતીઓને આપ્યા છે ગર્ભાધાન સંસ્કાર

વેદ-ઉપનિષદનું સ્વઅધ્યયન કરીને એમાંથી મેળવેલા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં છે જયા પટેલ : આવનારા બાળક માટે શારીરિક, માનસિક અને આત્મિક સજ્જતા કેળવવા માટે ભણેલાં-ગણેલાં પ્રોફેશનલ યુવા દંપતીઓ તેમની પાસે આવે છે.

18 March, 2025 07:23 IST | Mumbai | Jigisha Jain

ફોટા

હોળીનો તહેવાર

હૅવ અ સેફ હોલી

તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો. ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain
મળો એવા લોકોને જેમણે ડિજિટલ ઉપવાસને શક્ય કરી દેખાડ્યો છે

તમારાથી મોબાઇલનું વળગણ છૂટતું નથી?

આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે. 

19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain
થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન

આ રીતે પણ થર્ટીફર્સ્ટ ઊજવાય

થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી  અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.

31 December, 2024 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેમ છે મુંબઈની દિવાળી ખાસ?

ઘણા મુંબઈકરો એવા છે જેઓ દિવાળીની રજા મળે એટલે મુંબઈની બહાર ફરવા ભાગે, જ્યારે બીજા પ્રકારના મુંબઈકરો એવા છે જેમને દિવાળી તો મુંબઈમાં જ કરવાની એ નક્કી હોય છે. દિવાળીમાં માયાનગરીની ચમક અનેરી હોય છે એની ના નહીં અને જેમણે પોતાની દુનિયા અહીં જ વસાવેલી છે એવા લોકોને દિવાળી જેવા તહેવારમાં મુંબઈ છોડીને જવું ક્યાંથી ગમે? મળીએ એવા ગુજરાતીઓને જેમના માટે દિવાળી તો મુંબઈની જ

31 October, 2024 04:40 IST | Mumbai | Jigisha Jain
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK