`વાગલે કી દુનિયા` દ્વારા ઘર ઘર સુધી પહોંચેલા અને છેલ્લા 44 વર્ષથી અભિનય ક્ષેત્રે સતત સક્રિય અભિનેતા અંજન શ્રીવાસ્તવે મુંબઈમાં તેમનો 75મો જન્મદિવસ ઉજવ્યો. તેમના જીવન પરની 15 મિનિટની ડોક્યુમેન્ટ્રી રજૂ કરી જન્મદિવસને ખાસ બનાવવામાં આવ્યો હતો. આ અવસરે કલાજગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી. અંજન શ્રીવાસ્તવની ડોક્યુમેન્ટ્રીએ તેમની પત્ની, સતીશ શાહ, જેડી મજેઠિયા અને થિયેટર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને લાગણીશીલ બનાવી દીધા હતા. આ પ્રસંગે `આખા નુક્કડ`, `યે જો હૈ જિંદગી` ગેંગ અને `વાગલે કે દુનિયા`ની ટીમની ખાસ હાજરી હતી.
04 June, 2023 07:19 IST | Mumbai | Nirali Kalani