રિપબ્લિક ડે ૧૯૫૦માં આજની તારીખે ભારતનું સંવિધાન લાગુ પડેલું. ભારતીય હોવાનો ગર્વ ધરાવતી આમજનતા દેશના બંધારણ અને એમાં લખેલા અનુચ્છેદ વિશે કેટલું જાણે છે એ જાણવા ‘મિડ-ડે’એ રેન્ડમલી કેટલાક મુંબઈકરોને સવાલો પૂછ્યા હતા. એના શું જવાબ મળ્યા એ જોઈ લો
ભારતીય સંવિધાન એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ધર્મગ્રંથ. ભારતનું બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો મનાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં અમલમાં મૂકવામાં આવેલા દેશના બંધારણમાં લખાયેલાં રોચક તથ્યો વિશે આમજનતા કેટલું જાણે છે એ જાણવા ‘મિડ-ડે’એ રેન્ડમલી કેટલાક મુંબઈગરાઓને પાંચ સવાલો પૂછ્યા. હેતુ માત્ર એટલો જ કે સંવિધાન લાગુ પડ્યાના ૭૩ વર્ષ પછી આપણે જે દેશમાં રહીએ છીએ એના સંવિધાનની બેસિક બાબતોને કેટલી જાણીએ છીએ? નવાઈની વાત એ છે કે કોઈનાય જવાબ ૧૦૦ ટકા સાચા ન મળ્યા, પરંતુ એમ છતાં દરેકને આપણા દેશના સંવિધાન માટે ભારોભાર ગર્વ જરૂર હતો. ૬૦ દેશોના સંવિધાનનો સ્ટડી કરીને ૩૮૯ બંધારણશાસ્ત્રીઓએ તૈયાર કરેલું ભારતનું બંધારણ આજે અનેક દેશો માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે. અમે મુંબઈગરાઓને શું સવાલ પૂછ્યા હતા એ જાણીએ અને પછી તેમના જવાબો પણ.
સવાલો શું હતા?
૧) સંવિધાન નિર્માણમાં કેટલો સમય લાગ્યો હતો?ઑપ્શન્સ : (એ) ૨ વર્ષ (બી) ત્રણ વર્ષ છ મહિના (સી) ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ (ડી) એક વર્ષ ૬ મહિના ૨૦ દિવસસાચો જવાબ : ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ
૨) બંધારણના ઘડવૈયા કોણ છે?ઑપ્શન્સ : (એ) જવાહરલાલ નેહરુ (બી) સુભાષચંદ્ર બોઝ (સી) મહાત્મા ગાંધી(ડી) ડૉ. બી.આર. આંબેડકરસાચો જવાબ : ડૉ. બી.આર. આંબેડકર
૩) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમનું કામકાજ કોણ સંભાળે છે?ઑપ્શન્સ : (એ) ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (બી) વડા પ્રધાન (સી) ગૃહપ્રધાન (ડી) રક્ષાપ્રધાનસાચો જવાબ : ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા
૪) મૂળભૂત અધિકારો કેટલા છે?ઑપ્શન્સ : (એ) પાંચ (બી) છ (સી) ત્રણ (ડી) આઠસાચો જવાબ : છ (સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધ હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શિક્ષણનો હક, ઇલાજનો હક)
૫) બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજને ક્યારે અપનાવવામાં આવ્યો હતો?ઑપ્શન્સ : (એ) ૨૨ જૂન ૧૯૪૬ (બી) ૨૨ જુલાઈ ૧૯૪૭ (સી) ૨૨ મે ૧૯૪૬ (ડી) ૨૨ માર્ચ ૧૯૪૯સાચો જવાબ : ૨૨ જુલાઈ ૧૯૪૭
26 January, 2023 04:42 IST | Mumbai | Varsha Chitaliya