શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના યૂથવિંગ દ્વારા આજે `JOY Avenue`નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્રજી માર્ગ ખાતે લોઢા ફાઉન્ડેશન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, મુંબઈ પોલીસ અને BESTના સહયોગથી હવે દર મહિને એક રવિવારે આ પ્રકારના આયોજનો કરવામાં આવશે. આજે 22મી સપ્ટેમ્બર, 2024ના રોજ અબાલવૃદ્ધ સૌ માટે રમતગમત, વેલનેસ, કલા, નૃત્ય, સંગીત સહિતની અનેક એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ Joy Avenueના ઉદ્દઘાટન પ્રસંગે સ્કીલ્સ, એમ્પ્લોયમેન્ટ, એન્ટ્રોપ્રિન્યોરશિપના મિનિસ્ટર અને મહારાષ્ટ્રના ઇનોવેશન ગવરમેન્ટ મંગલ પ્રભાત લોઢા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર ભૂષણ ગાગરાની અને એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. અશ્વિની જોષી સાથે મુંબઈના કમિશનર ઓફ પોલીસ શ્રી વિવેક ફણસલકર હાજર રહ્યાં હતાં. આવો આ જૉય એવેન્યુ કાર્યક્રમની ઝલક માણીએ
22 September, 2024 01:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent