ઓડિશાના ભદ્રક જિલ્લામાં મંગળવારે એક ચાલતી ટ્રેન પર અજાણ્યા લોકોએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો. જેના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. જીઆરપીએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંપા સ્ટેશન પાસે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનોએ નંદન કાનન એક્સપ્રેસને સુરક્ષિત કરી અને તેને પુરી લઈ ગયા.
05 November, 2024 09:19 IST | Odisha | Gujarati Mid-day Online Correspondent