Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indian Premier League

લેખ

અર્જુન તેન્ડુલકરની ફાઇલ તસવીર

સચિનના દીકરાએ ક્રિકેટને કહ્યું અલવિદા? અર્જુન તેન્ડુલકર હવે બિઝનેસમાં ઝંપલાવશે!

Arjun Tendulkar In Business: ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેન્ડુલકરનો દીકરો નહીં રમે ક્રિકેટ, અનેક પ્રયત્નો છતા અર્જુન તેન્ડુલકરને ન મળી સફળતા, હવે અપનાવશે બિઝનેઝનો માર્ગ

21 April, 2025 01:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગેરકાયદે વેબસાઇટ દ્વારા IPL પર સટ્ટો રમાડનારની ધરપકડ

આ મોટું રૅકેટ હોવાની અને એમાં અનેક લોકો સંકળાયેલા હોવાની શંકા જોતાં પોલીસે તપાસ હાથ ધરી છે

21 April, 2025 10:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજસ્થાન રૉયલ્સને બે રને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે

અંતિમ ઓવરમાં નબળી પડેલી રાજસ્થાનની સળંગ ચોથી હાર

લખનઉના ફાસ્ટ બોલર આવેશ ખાને અંતિમ ઓવરમાં નવ રન ડિફેન્ડ કરીને રાજસ્થાનના હાથમાંથી જીત છીનવી લીધી, વૈભવ સૂર્યવંશીની શાનદાર ડેબ્યુ ઇનિંગ્સ પર પાણી ફરી વળ્યું : લખનઉએ પાંચ વિકેટે ૧૮૦ રન ફટકાર્યા, પણ રાજસ્થાન પાંચ વિકેટે ૧૭૮ રન બનાવીને બે રને હાર્યું

21 April, 2025 07:03 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
યુઝવેન્દ્ર ચહલ

શ્રેયસ ઐયર કહે છે, યુઝી ચહલ IPLનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર

લેગ-સ્પિનર ​​તરીકે અમે તેની આ જ વાતની પ્રશંસા કરીએ છીએ. તે IPLના શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે, કદાચ IPLનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ બોલર છે. તમારે તેને હંમેશાં ટેકો આપવો પડશે.

21 April, 2025 07:02 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
ગરમીને લીધે હેરાન થયેલા ઇશાંત શર્મા અને જૉસ બટલર.

ગરમીને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૦૭ લોકોએ લેવી પડી સારવાર પ્લેયર્સ પરેશાન

પ્રેક્ષકો પૈકી કેટલાકને હેડેક, ચક્કર, બેહોશી સહિતની તકલીફ થતાં તેમણે સ્ટેડિયમમાં તહેનાત રખાયેલી ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં સારવાર લેવી પડી હતી.

21 April, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલની ગઈકાલની મૅચમાં અમ્પાયર સાથે દલીલ થઈ હતી (તસવીર: X)

IPL 2025: GT મૅચ જીત્યું છતાં ટીમના કૅપ્ટન શુભમન ગિલને BCCIએ કેમ ફટકાર્યો દંડ?

IPL 2025: ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત સમયમાં સંપૂર્ણ ઓવર સમાપ્ત કરી ન હતી. આ દરમિયાન તેની અમ્પાયર સાથે દલીલ પણ થઈ હતી. 2025ની સિઝનમાં આ શુભમન ગિલની પહેલી ભૂલ હતી. તેથી, તેના પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

21 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈભવ સૂર્યવંશી

IPLનો યંગેસ્ટ પ્લેયર બન્યો વૈભવ સૂર્યવંશી

વૈભવે ૨૦ બૉલની ઇનિંગ્સમાં ૩ સિક્સ અને બે ફોર ફટકારીને ૩૪ રન કર્યા હતા.

20 April, 2025 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર

IPLમાં ૩૫+ ઍવરેજ અને ૧૫૦+ના સ્ટ્રાઇક-રેટથી ૧૦૦૦ રન પૂરા કરનાર પહેલો ભારતીય બન્યો

ફાસ્ટેસ્ટ એક હજાર રન બનાવવાના મામલે સચિન તેન્ડુલકરને પછાડ્યો

20 April, 2025 10:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
આઇપીએલ ફૅન પાર્ક ફરી શરૂ થશે (તસવીરો: મિડ-ડે)

IPLની ટિકિટ નથી? કોઈ વાંધો નહીં, આ શહેરોમાં ફૅન પાર્કમાં કરો સ્ટેડિયમ જેવો અનુભવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ જસ્ટિન લૅન્ગર પિચકારી અને અનોખી ટોપી સાથે ધુળેટી મનાવી.

ધુળેટીના રંગે રંગાયા દેશી-વિદેશી ક્રિકેટર્સ

ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા ક્રિકેટર્સ ગઈ કાલે ધુળેટીના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા માસ્ટર્સના કૅપ્ટન સચિન તેન્ડુલકરે ગઈ કાલે યુવરાજ સિંહ સહિતના સાથી પ્લેયર્સ સાથે ધુળેટીનો આનંદ માણ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્લેઑફ મૅચ માટે મુંબઈની તાજ હોટેલમાં રોકાયેલી ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કૅપિટલ્સના તમામ પ્લેયર્સે પણ આ તહેવારને ઉત્સાહ સાથે ઊજવ્યો હતો. IPL 2025ની તૈયારી માટે પ્રી-સીઝન કૅમ્પમાં જોડાયેલા મોટા ભાગના ફ્રૅન્ચાઇઝીના પ્લેયર્સે એકબીજાને રંગીને મજાક-મશ્કરી કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લૅન્ગર જેવા કોચિંગ સ્ટાફના સભ્યો પણ અનોખો લુક બનાવીને બૉલીવુડનાં ગીતો પર ઝૂમ્યા હતા. લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ તહેવારના અવસર પર પહેલી વાર વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન સહિતના સાથી પ્લેયર્સને મળ્યો હતો. દેશી-વિદેશી પ્લેયર્સના આ ધુળેટીના ફોટો સોશ્યલ મીડિયા પર વા​ઇરલ થયા હતા.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેંડુલકર (તમામ ફોટોઝ: ઇન્સ્ટાગ્રામ)

Sachin Tendulkar 51st Birthday: રેકૉર્ડની વણઝાર લઈ એકાવનનો થયો ક્રિકેટનો એક્કો!

Sachin Tendulkar 51st Birthday: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. તમને જણાવી દઈએ કે તેણે આજે શુકનવંતા 51 વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. ક્રિકેટના ભગવાન તરીકે જેની ગણના થાય છે તે સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિન માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. જ્યારે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું તેની પહેલા તેંડુલકરે અધધ રેકોર્ડ્સ બનાવ્યા હતા. આવો આજે તેની કારકિર્દી અને રેકોર્ડ્સ પર એક નજર કરીએ.

24 April, 2024 12:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ iplt20.com

IPL 2024: લખનઉન રંગાયું ધોનીના રંગમાં, સ્ટેડિયમમાં દેખાયો યેલો જર્સી ફીવર

ગઈ કાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) માં વર્તમાન સિઝન (IPL 2024) માં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે લખનઉના હૉમ ગ્રાઉન્ડ એકાના સ્પોર્ટ્સ સિટી (Ekana Sports City) માં રમાઈ હતી. ગઈકાલે મેચમાં એકાના ગ્રાઉન્ડમાં જે દ્રશ્યો જોવા મળ્યાં હતા તે જોઈને લાગતું હતું કે આ ગ્રાઉન્ડ લખનઉનું નહીં થાલા એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીનું છે. (તસવીરોઃ iplt20.com)

20 April, 2024 11:15 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
સોમનાથના દર્શને હાર્દિક પંડ્યા (તસવીરો : પીટીઆઇ)

મુંબઈ ઇન્ડિયન્સની ડૂબતી નૈયાને પાર લગાડવાં કૅપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથના શરણે

આઇપીએલ ૨૦૨૪માં મુંબઈ ઇન્ડિયન્સની ખરાબ શરૂઆત અને કૅપ્ટન હાર્દિક પંડ્યાની સતત થઈ રહેલી ટ્રોલિંગ વચ્ચે કૅપ્ટન શુક્રવારે ગુજરાતના વેરાવળમાં આવેલા પ્રભાસ પાટણના સોમનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો. અહીં તેણે શિવલિંગની પૂજા પણ કરી હતી અને ટીમ માટે આર્શિવાદ માંગ્યાં હતા. (તસવીરો : પીટીઆઇ)

05 April, 2024 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai
મહેન્દ્ર સિંહ ધોની, આકાશ સોની

જબરા ફૅન : ‘કેપ્ટન કૂલ’ ધોની પહોંચ્યો મુંબઈના છોકરાના લગ્ન મંડપમાં, પછી તો…

ભારત (India) ક્રિકેટપ્રેમી દેશ છે એ તો જગજાહેર છે. આ ક્રિકેટપ્રેમી દેશમાં ક્રિકેટરોના લાખો ફેન્સ છે. ક્રિકેટ કૅપ્ટન કહો એટલે સહુથી પહેલાં મગજમાં જે નામ આવે છે તે છે ‘કેપ્ટન કૂલ’ (Captain Cool) તરીકે ઓળખાતા ભારતીય ટીમના ભૂતપુર્વ કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નું. મહેન્દ્ર સિંહ ધોનીના અઢળક ફેન્સ છે. તેવો જ એક ફેન મુબંઈ (Mumbai)ના મલાડ (Malad)માં રહેતો છોકરો આકાશ સોની (Akash Soni). તે ખરેખર એમએસ ધોનીનો જબરો ફૅન છે. એની ફેન્ડમથી ખુશ થઈને ધોની તેના લગ્નમાં આર્શિવાદ આપવા પણ ગયો હતો. આકાશના લગ્નમાં કઈ રીતે પહોંચ્યો ધોની? શું છે હકીકત? ચાલો જાણીએ…

09 June, 2023 02:47 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL ૨૦૨૫ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહી છે. કૉંગ્રેસના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ઉદ્ઘાટન સમારોહ માટે પહોંચતા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "IPLની ૧૮મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ૧૮ વર્ષ થઈ ગયા છે, અને આજે કોલકાતામાં તેની ઉદ્ઘાટન મેચ છે. IPL દર વર્ષે આગળ વધી રહી છે તેનો પ્રભાવ વધતો રહે છે, તેના દર્શકો વધતા રહે છે, અને તેનો ક્રેઝ વધતો રહે છે. આ વખતે પણ, IPLનો ક્રેઝ બમણો થશે, અને તે ખૂબ જ વધારે હશે. લોકો માત્ર મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી જ નથી રહ્યા પરંતુ તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેથી મને લાગે છે કે આ સીઝન પણ ખૂબ જ સફળ રહેશે અને આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે..."

22 March, 2025 05:13 IST | New Delhi
IPLના વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની સફરની પ્રશંસા કરી પરિવારે

IPLના વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની સફરની પ્રશંસા કરી પરિવારે

સમસ્તીપુર બિહારમાં IPLના લેટેસ્ટ વન્ડર બોય સૂર્યવંશીના ઘરે ઉજવણી થઈ. તે આ વખતે IPL મેગા ઓક્શનમાં પ્રવેશનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વૈભવ સૂર્યવંશીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

27 November, 2024 01:25 IST | Darbhanga
BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી, ગુમનામ નાયકોની ખુશીનો પા

BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી, ગુમનામ નાયકોની ખુશીનો પા

ક્રિકેટ મેચોના યોગ્ય સંચાલનની ખાતરી કરવા માટે પડદા પાછળ કામ કરતા ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને IPL દરમિયાન પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં તેમની પ્રશંસા કરવી ખુબ જરુરી છે. પીચો અને મેદાનની ગુણવત્તા જાળવવામાં તેમનું સમર્પણ અને સખત મહેનત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે આખરે ટુર્નામેન્ટની સફળતામાં ફાળો આપે છે. ત્યારે BCCIએ ગ્રાઉન્ડ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે જે પ્રશંસાને પાત્ર છે. આ પ્રકારના ઈનામ તેમને કામ કરવા માટે વધુ પ્રેરણા આપે છે. જય શાહ અને બીસીસીઆઈએ રમતના આ ગુમનામ નાયકો નું સન્માન કરવા માટે આ પગલું ભર્યું છે જે ખુબ જ પ્રશંનીય છે.

29 May, 2024 01:40 IST | Mumbai
IPL 2024 ફાઇનલઃ KKR vs SRH  મેચને લઈને ગ્રીનસ્ટોન લોબોએ કરી ભવિષ્યવાણી

IPL 2024 ફાઇનલઃ KKR vs SRH મેચને લઈને ગ્રીનસ્ટોન લોબોએ કરી ભવિષ્યવાણી

આઈપીએલ 2024ની ફાઇનલ મેચને હવે થોડી જ મિનિટો બાકી છે અને ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. KKR vs SRH મેચ નેઇલ-બાઇટિંગ ઇવેન્ટ બનવા માટે તૈયાર છે, જેમાં બંને ટીમો ફેસ-ઓફ માટે તૈયાર છે. પરંતુ આ ટીમો માટે કોસ્મિક સ્ટાર્સ પાસે શું છે? વધુમાં, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના પતનનું કારણ શું હતું અને એમએસ ધોનીને સ્ટાર ખેલાડી શું બનાવે છે? વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબો સાથે વાતચીતમાં મિડ-ડે પત્રકાર-કાત્યાયની કપૂરે આઈપીએલ 2024ની ફાઇનલમાં કેકેઆર વિરુદ્ધ એસઆરએચ મેચ વિજેતાની આગાહી કરી અને આ આઈપીએલ ફાઇનલ વિશે ઘણું બધું જાહેર કર્યું, જુઓ આખો વીડિયો...

25 May, 2024 07:05 IST | Mumbai
IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 30 મેના રોજ 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતના અમદાવાદમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોના મહાસાગરોએ ઉત્સાહ વધાર્યો. ઘણાં લોકોએ મોટી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.

30 May, 2023 03:01 IST | Ahmedabad
IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.

07 April, 2023 12:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK