Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


India

લેખ

જયકા યાજ્ઞિક અને તેના પતિ સ્મિત બાવરિયા (તસવીર: ઇન્સ્ટાગ્રામ)

પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે આ ગુજરાતી અભિનેત્રી, પ્રેગ્નેન્સી બાબતે કહ્યું...

Jayaka Yagnik on being pregnant first time: જયકા યાજ્ઞિકે તેની પ્રેગ્નેન્સી વિશે જણાવતાં કહ્યું કે, “તાજેતરમાં, અમદાવાદમાં એક બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. બાળક મે મહિનામાં આવશે.

29 March, 2025 09:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય કર્મચારીઓ થયા ખુશખુશાલ : સરકારે બે ટકા વધાર્યું મોંઘવારી ભથ્થું

પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અમલી બનશે, બે મહિનાનું ઍરિયર્સ મળશે

29 March, 2025 01:14 IST | Delhi | Gujarati Mid-day Correspondent
SEBI

SEBIએ ક્વૉલિફાઇડ સ્ટૉક-બ્રોકર્સ માટે વધુ અનુપાલનના નિયમો લાગુ કર્યા

SEBIએ એના ૧૧ માર્ચના સર્ક્યુલરમાં ક્વૉલિફાઇડ બ્રોકરના વિવિધ માપદંડ અને આવા બ્રોકરોની યાદી બહાર પાડી છે.

29 March, 2025 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારતીય ઇલેક્ટ્રૉનિક ઇન્ડસ્ટ્રી માટે આત્મનિર્ભરતા તરફ મહત્ત્વનું પગલું

ઇલિક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ‍્સ મૅન્યુફૅક્ચરિંગ માટે ૨૨,૯૧૯ કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી

29 March, 2025 01:05 IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ–અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં વધારાનો ઍર-કન્ડિશનર કોચ જોડાશે

૩૧ માર્ચથી કાયમી ધોરણે જોડાનારા કોચને કારણે વર્ષે વધારાના ૬૫ હજારથી વધુ મુસાફરો લાભ મેળવી શકશે

29 March, 2025 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં ભર્યો, પછી...

ગુરુવારે તેમના ફ્લૅટમાંથી ગૌરીનો સૂટકેસમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણા ઘા કરવામાં આવ્યા હતા.

29 March, 2025 11:16 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૧૮મી સીઝનમાં દરેક મૅચમાં સૌથી વધુ ડૉટ બૉલ ફેંકનાર બોલરને અવૉર્ડ તરીકે મળી રહ્યો છે છોડ.

બોલર્સને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવીને સંતુલિત પિચ તૈયાર કરવા માગણી શાર્દૂલ

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે ચાર ઓવરમાં ૩૪ રન આપી ચાર વિકેટ ઝડપી આ ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કર્યું હતું.

29 March, 2025 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

KKR-LSGની ૬ એપ્રિલની મૅચ રી-શેડ્યુલ કરવામાં આવી

હવે આ મૅચ ૮ એપ્રિલે બપોરે ૩.૩૦ વાગ્યે કલકત્તામાં જ રમાશે. જેના કારણે ૬ એપ્રિલ, રવિવારને બદલે ૮ એપ્રિલ, મંગળવારે ડબલ હેડર ટક્કર જોવા મળશે.

29 March, 2025 10:30 IST | Kolkata | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈના મોહમ્મદ અલી રોડ પરની મિનારા મસ્જિદ. (તસવીર: અનુશ્રી ગાયકવાડ)

Photos: મુંબઈ, રમઝાન ઈદ પહેલા મોહમ્મદ અલી રોડ પરના આ સ્ટ્રીટ ફૂડ જરૂર ટ્રાય કરજો

રમઝાન ઈદ 2025 નજીક આવી રહી છે, ત્યારે આ વિશિષ્ટ ફૂડ સ્ટૉલના છેલ્લા બે દિવસ ચૂકશો નહીં, જે ખાસ કરીને આ પવિત્ર મહિના દરમિયાન શરૂ રહે છે. મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મિનારા મસ્જિદની આસપાસ મળતી આ વાનગીઓ એક વાર જરૂર ટ્રાય કરી શકાય. (તસવીરો: અનુશ્રી ગાયકવાડ)

29 March, 2025 08:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેમચંદ નાસ્તા હાઉસ અને ત્યાંના ફેમસ દહીં સમોસા

જ્યાફત: 47 વર્ષ જૂના ‘પ્રેમચંદ નાસ્તા હાઉસ’ના દહીં સમોસાનો સ્વાદ આજે પણ છે અકબંધ

તમે ક્યારેક વિચાર્યું છે કે એક નાનકડા સમોસામાં કેટલા બધા સ્વાદની દુનિયા છુપાયેલી હોય શકે છે? હથેળી માં સમાઈ જાય એવો ત્રિકોણીયો તેનો આકાર, ઉપરથી ફરસી પુરી જેવું કરકરું તેનું બહારી આવરણ, અને અંદર પીળાશ પડતા મસાલાના રંગ વાળું બટાકા-વટાણાનું તાજી કોથમીરથી ભરપૂર મસાલેદાર પુરણ, જયારે કોન-શેપના સમોસામાં ભરાય અને ગરમ ગરમ સીંગતેલમાં તળાય… એ દ્રશ્ય જોવાની મજાજ કંઈક અલગ હોય છે. જેમ જેમ સમોસા તળાતાં જાય અને એની સુગંધ ચારેતરફ ફેલાઈ એટલે મણિનગર રેલ્વે ક્રોસિંગ નજીક, રોડ પર આવેલી પ્રેમચંદ નાસ્તા હાઉસની દુકાનની આજુબાજુ ઉભેલા મારા જેવા કેટલાય લોકો સુગંધથી મોહિત થઈ લલચાઈને નાસ્તો કરવા માટે દોડી આવે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

29 March, 2025 06:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પાપડી ચટણીનો સ્વાદ  અવિસ્મરણીય હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ 75 વર્ષથી `શ્રી જય જલારામ ફરસાણ કોર્નર`નાં પાપડી-ચટણીનો સ્વાદ યથાવત્

ગુજરાતીઓ અને ખાણી-પીણીનો અજોડ સંબંધ એ વાત સાબિત કરે છે કે તેમના માટે જમવાનું માત્ર ભૂખ સંતોષવાનો માધ્યમ જ નથી, પરંતુ એક ઉત્સવ સમાન અનુભવ છે. ખાસ કરીને અમદાવાદ તો નાસ્તાના રસિયાઓ માટે ખરેખર એક સ્વર્ગ સમાન ગણાય છે. ફાફડા, ગાંઠિયા અને પાપડી એ બધા એક જ પરિવારના અલગ-અલગ સ્વાદભર્યા રૂપ છે, જે હવે તો તમને દેશભરમાં તમામ ખૂણે મળી જશે. પરંતુ દરેક જગ્યાએ તેની બનાવટની પદ્ધતિ અને સાથે પીરસાતા સંભારા તથા ચટણીના લીધે તે અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. કદાચ એટલેજ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં નવા સ્વાદની શોધ કર્યા વિના પાછા ફરતા નથી અને હા, થોડું પૅક કરીને ઘરે લાવવાનું પણ ભૂલતા નથી. કલ્પના કરો, ગરમાગરમ પાપડી તળાઈ રહી છે, સાથે તીખા તળેલા મરચાં, પપૈયાનું તીખું છીણ અને મનને મોહી લે તેવી લીલી ચટણી...જે ખટાશ, તીખાશ અને ગળપણનો પરફેક્ટ સ્વાદ આપે... આ માત્ર વિચારથી જ મોઢામાં પાણી આવી જાય, છે ને? આજના લેખમાં, હું તમને અમદાવાદની એક પ્રખ્યાત ફરસાણની પેઢી ‘શ્રી જય જલારામ ફરસાણ કોર્નર’ વિશે જણાવીશ, જ્યાં નાસ્તાની મજા કંઈક અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આઇપીએલ ફૅન પાર્ક ફરી શરૂ થશે (તસવીરો: મિડ-ડે)

IPLની ટિકિટ નથી? કોઈ વાંધો નહીં, આ શહેરોમાં ફૅન પાર્કમાં કરો સ્ટેડિયમ જેવો અનુભવ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીતા વિલિયમ્સના પરિવારમાં આનંદ

સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર રિટર્ન થતાં તેના પરિવારમાં આનંદનો માહોલ

નાસાના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે વહેલી સવારે સ્પેસએક્સના ક્રૂ-9 મિશનમાં સવાર થઈને ફ્લોરિડાના દરિયાકાંઠે ઊતર્યાં હતા. મૂળ ભારતનાં સુનીતા વિલિયમ્સના પરિવારે તેના ગામમાં ઉજવણી કરી હતી. તેમના પરિવારમાં જે આનંદ ને ઉલ્લાસ છવાયો હતો તેની સાક્ષી પૂરે છે આ તસવીરો

19 March, 2025 03:18 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયા (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos કોણ છે હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિન વાલિયા? જાણો તેના વિશે

ભારતના સ્ટાર ક્રિકેટેર હાર્દિક પંડ્યા તેના પ્રદર્શન સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં હોય છે. નતાશા સ્ટેન્કૉવિક સાથે ડિવોર્સ થયા બાદ હાર્દિક કોને ડેટ કરી રહ્યો છે, એવી ચર્ચાઓ ખૂબ જ જોરદાર ચાલી રહી હતી. આ ચર્ચાઓમાં એક નામ સામે આવ્યું હતું, જે છે જાસ્મિન વાલિયા. જાસ્મિન વાલિયા બ્રિટિશ સિંગર અને ટેલિવિઝન સેલિબ્રિટિ છે. જાસ્મિન અને હાર્દિક બન્ને ડેટ કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. તો ચાલો જાણીએ કોણ છે જાસ્મિન વાલિયા. (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

18 March, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર-સતેજ શિંદે

મુંબઈમાં તાપમાનનો પારો 35.1 ડિગ્રીએ, હવાની ગુણવત્તા સારી નોંધાઈ

આજે રવિવારે મુંબઈમાં તાપમાનમાં થોડો વધારો નોંધાયો હતો. જેમાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.  (તમામ તસવીરો-સતેજ શિંદે)

16 March, 2025 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતે મ્યાનમાર માટે `ઓપરેશન બ્રહ્મા` શરૂ કર્યું, રાહત સામગ્રી યાંગોન પહોંચી

ભારતે મ્યાનમાર માટે `ઓપરેશન બ્રહ્મા` શરૂ કર્યું, રાહત સામગ્રી યાંગોન પહોંચી

ભૂકંપગ્રસ્ત મ્યાનમારને મદદ કરવા માટે ભારતે `ઓપરેશન બ્રહ્મા` શરૂ કર્યું છે અને પહેલો હપ્તો મોકલવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાનું C-130 J વિમાન આશરે 15 ટન રાહત સામગ્રી લઈને 29 માર્ચે મ્યાનમારના યાંગોનમાં ઉતર્યું હતું. આ હપ્તામાં 15 ટન રાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં તંબુ, ધાબળા, સ્લીપિંગ બૅગ, ફૂડ પૅકૅટ, ક્લીનિંગ કીટ, જનરેટર અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. X પરની એક પોસ્ટમાં, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે લખ્યું, "ઓપરેશન બ્રહ્મા - ભારત મ્યાનમારના લોકોને મદદ કરવા માટે પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે કાર્ય કરે છે.

29 March, 2025 06:57 IST | Bangkok
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રક્રિયાને `સમર્થન` આપ્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રક્રિયાને `સમર્થન` આપ્યું

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 26 માર્ચે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સ મતદાન કેવી રીતે કરે છે તેમાં ફેરફાર કરવાનો હતો. આ ઓર્ડરમાં ખાસ કરીને ભારત અને બ્રાઝિલનો ઉલ્લેખ એવા દેશો તરીકે કરવામાં આવ્યો છે જેમણે અદ્યતન મતદાર ઓળખ પ્રણાલીઓ લાગુ કરી છે. 47મા રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે યુનાઇટેડ સ્ટેટ્સ "મૂળભૂત અને જરૂરી ચૂંટણી સુરક્ષા લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે".

26 March, 2025 05:23 IST | Washington
સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂતની ભયાનક હત્યાની તપાસ દરમિયાન અનેત વિગતો જાહેર થઈ રહી છે, આરોપી મુસ્કાનની માતા કવિતાએ ભાવુક અપીલ કરી, "હું બધા બાળકોને કહેવા માગુ છું કે તમારા માતા-પિતાથી ક્યારેય કંઈ છુપાવશો નહીં. મારી દીકરીએ મોટી ભૂલ કરી છે. હું તેને સતત પૂછતી હતી કે સમસ્યા શું છે, પરંતુ તેનું વજન ઘટતું રહ્યું; તેણે 2 વર્ષમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે અમારાથી ઘણી બધી બાબતો છુપાવી હતી અને તેથી જ તે આજે જેલમાં છે. અમને કોઈ ખ્યાલ નહોતો કે તેનું બ્રેઇન વૉશ કરવામાં આવ્યું હતું કે તે ડ્રગ્સ લેતી હતી... જો તેણે અમારી સાથે કંઈક શેર કર્યું હોત, તો તે આ સ્થિતિમાં ન હોત..."

22 March, 2025 09:56 IST | Meerut
એન્કાઉન્ટરમાં ૩૦ નક્સલીઓ માર્યા ગયા, સાઈટ પરના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

એન્કાઉન્ટરમાં ૩૦ નક્સલીઓ માર્યા ગયા, સાઈટ પરના ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે

છત્તીસગઢના બીજાપુરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં નક્સલીઓ એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં 30 નક્સલીઓ માર્યા ગયા હતા. અહેવાલ મુજબ, નક્સલીઓ એક રણનૈતિક બેઠકમાં વ્યસ્ત હતા ત્યારે સુરક્ષા દળોએ જંગલોમાં હુમલો કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ માર્યો ગયો હતો. નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં તાજેતરના ભાષણમાં માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

22 March, 2025 09:25 IST | Chhattisgarh
IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL 2025: ઉદ્ઘાટન સમારોહ શરૂ થતાં જ, BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું...

IPL ૨૦૨૫ આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં શરૂ થઈ રહી છે. કૉંગ્રેસના સાંસદ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ઉદ્ઘાટન સમારોહ માટે પહોંચતા પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "IPLની ૧૮મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ૧૮ વર્ષ થઈ ગયા છે, અને આજે કોલકાતામાં તેની ઉદ્ઘાટન મેચ છે. IPL દર વર્ષે આગળ વધી રહી છે તેનો પ્રભાવ વધતો રહે છે, તેના દર્શકો વધતા રહે છે, અને તેનો ક્રેઝ વધતો રહે છે. આ વખતે પણ, IPLનો ક્રેઝ બમણો થશે, અને તે ખૂબ જ વધારે હશે. લોકો માત્ર મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવી જ નથી રહ્યા પરંતુ તેના માટે ખૂબ જ ઉત્સાહિત પણ છે. તેથી મને લાગે છે કે આ સીઝન પણ ખૂબ જ સફળ રહેશે અને આજની મેચ ખૂબ જ રોમાંચક રહેશે..."

22 March, 2025 05:13 IST | New Delhi
રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

“વ્યક્તિ કેટલી બદલાઈ ગઈ છે…” બાંગ્લાદેશ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાજ્યસભામાં ગર્જના કરી, કૉંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

21 March, 2025 07:58 IST | New Delhi
શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

શિવરાજ સિંહ ચૌહાણને મળવા અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 20 માર્ચે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, "...અમે વિવિધ યોજનાઓના પ્રગતિ અહેવાલો પર ચર્ચા કરી... કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મને ખાતરી આપી છે કે તેઓ રાજસ્થાનના વિકાસને સમર્થન આપતા રહેશે... કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો દેશના લોકો માટે કામ કરી રહી છે."

21 March, 2025 07:39 IST | Jaipur
લોકસભામાં ગૃહમંત્રીને પડકાર ફેંકતા અમિત શાહે ટીએમસી સાંસદ પર આંસુ સાર્યા

લોકસભામાં ગૃહમંત્રીને પડકાર ફેંકતા અમિત શાહે ટીએમસી સાંસદ પર આંસુ સાર્યા

લોકસભામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની કામગીરી પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીએમસીના સાકેત ગોખલેની ટીકા કરી.

20 March, 2025 09:42 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK