Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Indi

લેખ

SRHની ટીમ અને બસ (તસવીર: સોશિયલ મીડિયા)

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ રોકાયા હતા તે હૉટેલમાં આગ, બધા સુરક્ષિત બહાર આવ્યા

IPL 2025: આ આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, ફાયર ફાઇટરોએ ઝડપથી ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કોઈ પણ ખેલાડી કે ઓરેન્જ આર્મીના જવાનોને ઈજા થઈ નથી અને પરિસ્થિતિને પગલે તેમને ઝડપથી બહાર કાઢવામાં આવ્યા હતા.

14 April, 2025 05:03 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
‘ગ્રાઉન્ડ ઝીરો’ ફિલ્મનું નવું પોસ્ટર

૩૮ વર્ષ બાદ શ્રીનગરમાં પ્રીમિયર થનારી પહેલી ફિલ્મ બની ગ્રાઉન્ડ ઝીરો ઇતિહાસ રચશે

Ground Zero Kashmir Premier: આ ખાસ પ્રસંગે, આ ફિલ્મ સૌપ્રથમ તે સૈનિકો અને સૈન્ય અધિકારીઓને બતાવવામાં આવશે જેઓ સરહદ પર ઉભા રહીને આપણી રક્ષા કરી રહ્યા છે. આ પગલું ફિલ્મના દેશભક્તિના વિષયને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

14 April, 2025 04:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દરેક વિષય પર બોલીને અક્કલનું પ્રદર્શન કરવા કરતાં મૂંગા રહેવું સારું

એવું કોઈ નુકસાન પુરુષોને પણ નથી થતું કે મહિલાઓેને પણ નથી થતું. સેક્સોલૉજીમાં મૅસ્ટરબેશનને નિર્દોષ આનંદ દર્શાવવામાં આવ્યો છે

14 April, 2025 02:21 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ

આગામી ૨૪ કલાકમાં અનેક રાજ્યોમાં ભારે પવન સાથે મેઘતાંડવની આગાહી

14 April, 2025 01:42 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મચ્છરનું ડૉક્યુમેન્ટેશન

ગજબની હૉબી: મચ્છર મારી એનું નામકરણ કરીને એનું ડૉક્યુમેન્ટેશન રાખે છે આ છોકરી

કંઈ કામ ન હોય તે વ્યક્તિ બેઠી-બેઠી મચ્છર મારે છે એમ કહેવાય. જોકે ભારતની એક યંગ છોકરી માત્ર મચ્છર મારતી જ નથી, એને ગણે પણ છે. લોકોને અલગ-અલગ શોખ હોય છે, પણ સોશ્યલ મીડિયા પર એક રીલમાં એક યંગ છોકરીની હૉબી જોઈને દંગ રહી જવાય એવું છે.

14 April, 2025 01:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ

સમન્થા કોઈ પણ બ્રૅન્ડની ઑફર ત્રણ ડૉક્ટર્સની સલાહ પછી જ સ્વીકારે છે

એવી જ પ્રોડક્ટનો પ્રચાર કરવા માગે છે જે લોકો અને સમાજના સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય. સમન્થા રુથ પ્રભુએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેણે ગયા વર્ષે લગભગ ૧૫ જેટલી બ્રૅન્ડ્સને એન્ડૉર્સમેન્ટ માટે ના પાડી દીધી હતી જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું.

14 April, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાગાન સુપર જાયન્ટ

ઇન્ડિયન સુપર લીગમાં ચૅમ્પિયન બની સંજીવ ગોયનકાની ફુટબૉલ ટીમ

IPLની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોયનકાને ફુટબૉલના મેદાન પર શાનદાર સફળતા મળી છે. બિઝનેસમૅન સંજીવ ગોયનકા મોહન બાગાન સુપર જાયન્ટ નામની ફુટબૉલ ટીમના પણ માલિક છે.

14 April, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્ણ શર્મા અને રોબો-ડૉગ

મુંબઈની પલટને દિલ્હીના વિજયરથ પર જોરદાર બ્રેક લગાડી

મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૨૦૫ રન, દિલ્હી ૧૯૩ રનમાં આૅલઆઉટ. IPLમાં જોરદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૮૯ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સની જીતની આશા જીવંત રાખી, પણ ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક રનઆઉટ કરીને મુંબઈએ બાજી મારી.

14 April, 2025 11:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રેલવે લાઇન પર કામગીરી કરી રહેલા કારીગરો (તમામ તસવીરો- સતેજ શિંદે)

આપ કે રૂકાવટ કે લિયે ખેદ હૈ! સ્લો ચાલી રહેલી લોકલને કારણે પ્રવાસીઓને હાલાકી

ગઇકાલથી મુંબઈમાં માહિમ ખાતે મીઠી નદીના પ્રવાહ પાસે મેજર નાઈટ બ્લોક ચાલી રહ્યો છે. આ દરમિયાન માહિમ અને બાંદ્રા વચ્ચેના પૂલનું રિગર્ડરિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં કામ શરૂ હોવાને કારણે અનેક ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. (તમામ તસવીરો- સતેજ શિંદે)

14 April, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી કરે છે. (તસવીરો: મિડ-ડે)

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણીની તસવીરો સાથે જાણો તહેવાર વિશેની આ રસપ્રદ બાબતો

હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બરફનો ગોળો ખાવો એ નાનપણની સૌથી વ્હાલી યાદગીરી છે - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ બરફના ગોળા હવે નવા રૂપમાં ટ્રેન્ડ થાય છે પણ ઓરિજનલની શાન બરકરાર

 આખા ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારાવી છે. આ સિઝન એવી છે જ્યારે લોકો ઠંડક માટે જુદા જુદા પ્રકારના આઈસ ગોળા તરફ દોટ લગાવે છે. દિવસ આથમતા, ગુજરાતના અનેક શહેરની ચારેકોર ગોળાવાળાની લારી કે પૉપ્યુલર ગોળા સેન્ટરો પર લોકોની ભીડ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. બરફના ગોળાનું નામ સાંભળતાં જ મારાં મનમાં નાનપણની યાદો તાજી થઈ જાય છે. બપોરના ચાર પાંચ વાગ્યાના સમયે ટન ટન ઘંટડી વાગતી અને ઠંડા ગાર ગોળાવાળા ભૈયાના આગમનથી દરેક જણ ખુશખુશાલ થઇ જતું. માત્ર બાળકો જ નહીં, દરેક વયના લોકો માટે આ દેશી પૉપ્સિકલ ખાસ આકર્ષણ બનતું. ગોળાની સામાન્ય દેખાતી લારી પણ એક અલગ આકર્ષણ હતું. જેમાં રંગબેરંગી સ્વાદોથી ભરેલી લાંબી બોટલોથી રહેતી, કંતાન ઢાકેલી બરફની લાદી રહેતી. ભૈયાજી ધારદાર ચપ્પાથી સારી એવી મહેનત કરી તોડી તેનું છીણ કરતા, બાદમાં ગ્લાસમાં બરફનું છીણ ભરી તેમાં લાકડી ખોસતા અને તે સારી રીતે બેસે પછી તૈયાર થતો બરફનો ગોળો.  ગ્રાહકની પસંદગી મુજબની ફ્લેવર સાથે તે પીરસવામાં આવતો. કાલા ખટ્ટા, ગુલાબ, કેરી, અનાનસ, નારંગી, ખસ, ફાલસા, રેઇનબો વગેરે જેવા વિવિધ સ્વાદમાં આવતા, ગોળાને ખૂબ આનંદ, અને સંતોષથી ચુસ્કી લઈ લઈને આપણે સૌ માણતા. આ આખી પ્રક્રિયાનો અનુભવ મને હંમેશા ઉનાળામાં એક મોજીલી મીઠી ઠંડક આપતો.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

11 April, 2025 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(તમામ તસવીરોઃ અનુરાગ અહિરે)

મુંબઈ: સવારસવારે આકાશમાં અંધારપટ- કાળા ડિબાંગ વાદળાં ઘેરાયાં

આજે વહેલી સવારે મુંબઈના ભાયખલા વિસ્તારનાં આ દૃશ્યો બતાવે છે કે આકાશમાં કાળા વાદળો છવાયા છે. (તમામ તસવીરોઃ અનુરાગ અહિરે)

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેશભરમાં રામ નવમી અને નવરાત્રિ વિધિઓ પણ કરવામાં આવી (તસવીરો: મિડ-ડે)

સંપૂર્ણ ભારતમાં રામ નવમી 2025ની ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી, જુઓ તસવીરો

ભારતના વિવિધ રાજ્યોમાં રામ નવમી 2025 ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવી. ભગવાન રામના જન્મની ઉજવણી કરતો આ પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. મંદિરોમાં દર્શન કરવાથી લઈને કન્યા પૂજન જેવી ધાર્મિક વિધિઓ કરવા સુધી, દેશભરથી ઉજવણીની ઝલક સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

07 April, 2025 07:02 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
શુક્રવારે સાંજે દક્ષિણ મુંબઈમાં ઓવલ મેદાનમાં ધૂળના તોફાનથી રમત થોડા સમય માટે થોભી ગઈ. તસવીર/અતુલ કામ્બલે

શુક્રવારે સાંજે મુંબઈમાં ધૂળની આંધી અને તોફાની પવન ફૂંકાતા હવામાનમાં ફેરફાર

શુક્રવારે સાંજે મુંબઈના હવામાનમાં ફેરફાર થયો, ઘણા વિસ્તારોમાં ધૂળની આંધી અને તોફાની પવન ફૂંકાયા. અચાનક થયેલા ફેરફારથી મુંબઈવાસીઓ બેચેન થઈ ગયા, પરંતુ ઝડપી ગતિએ ફૂંકાતા પવને ગરમીથી થોડી રાહત આપી. (તસવીરો/અતુલ કામ્બલે, સૈયદ સમીર આબેદી)

06 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાણીપુરીના ચાહકોથી અહીં ભીડ જમા થતી હોય છે - તસવીર સૌજન્ય ડાબે પૂજા સાંગાણી, જમણે એઆઇ

જ્યાફતઃ મણિનગરની અશોક પાણીપુરીના સ્વાદની રંગત સાથે પરંપરાની સંગત

જો તમે મારી જેમ ચટપટા અને મસાલેદાર ચટાકાના શોખીન છો, તો મણિનગરના સિંધી માર્કેટની ‘અશોક પાણીપુરી’ તમારી સ્વાદયાત્રાની અનિવાર્ય મંજિલ બની શકે છે. અહીં માત્ર પાણીપુરી જ નહીં, પણ વિવિધ ચાટ વાનગીઓનો એવો સ્વાદ મળે છે કે એકવાર જમ્યા પછી વારંવાર અહીં આવવું મન થાય છે. ખાસ કરીને સાંજના સમયે, સિંધી માર્કેટમાં પગ મૂકતા જ અશોકની પાણીપુરીનો સ્વાદ માણવા આતુર ભીડ નજરે પડે છે. મહિલાઓના ટોળાં અહીંનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ માણવા ઉમટી પડે છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

05 April, 2025 06:58 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતની સંરક્ષણ ટેકનોલોજીમાં એક ઐતિહાસિક છલાંગ!

ભારતે પ્રથમ વખત 30 કિલોવોટ લેસર હથિયારોનો ઉપયોગ કરીને ફિક્સ્ડ વિંગ ડ્રોન, સ્વોર્મ ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા દર્શાવી. ભારત અમેરિકા, ચીન અને રશિયા સહિતના પસંદગીના દેશોની યાદીમાં જોડાયું છે જેમણે આવી ક્ષમતા દર્શાવી છે.

14 April, 2025 02:31 IST | Delhi
ઝારખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી

ઝારખંડના રાજ્યપાલ, મુખ્યમંત્રીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે ૧૩ એપ્રિલના રોજ રાંચીમાં શહીદ સૈનિક સુનિલ ધનને શ્રદ્ધાંજલિ આપી. શનિવારે નક્સલ વિરોધી કામગીરી દરમિયાન ઝારખંડના ચૈબાસામાં આઈઈડી વિસ્ફોટમાં જીવ ગુમાવનાર સુનિલ ધને પત્રકારત્વ કર્યું. મીડિયા સાથે વાત કરતા રાજ્યપાલ ગંગવારે સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ખાતરી આપી કે રાજ્ય સરકાર તેમના પરિવારની સંભાળ રાખશે.

14 April, 2025 02:20 IST | Jharkhand
મુર્શિદાબાદ હિંસાઃ સીએમ યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

મુર્શિદાબાદ હિંસાઃ સીએમ યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 13 એપ્રિલે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે હિંસા પ્રભાવિત મુર્શિદાબાદ પર પ્રતિક્રિયા આપી હતી. યુપીના મુખ્યમંત્રીએ હિંસાને લઈને સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું.

14 April, 2025 02:07 IST | Delhi

"અત્યારે નવા પ્રમુખને સંપૂર્ણ સમર્થન આપવાની ફરજ છે" કે અન્નામલાઈ

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહનો રાજ્યમાં પક્ષના પ્રયાસો માટે પ્રોત્સાહક શબ્દો અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હંમેશા તમિલનાડુ અને રાષ્ટ્રના હિતોને પ્રાથમિકતા આપી છે.

13 April, 2025 02:41 IST | Tamil Nadu
મુર્શિદાબાદ હિંસાઃ રાજ્યના સત્તાવાળાઓએ સુરક્ષામાં કર્યો વધારો

મુર્શિદાબાદ હિંસાઃ રાજ્યના સત્તાવાળાઓએ સુરક્ષામાં કર્યો વધારો

મુર્શિદાબાદઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફાટી નીકળેલી હિંસક અથડામણને પગલે રાજ્યના સત્તાવાળાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સ્થળ પર પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિદેશક (ડીજીપી)ના આગમન સાથે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

13 April, 2025 02:38 IST | West Bengal
૧૪ વર્ષ પછી તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ, ૨૬/૧૧ના આરોપી પર ચિદમ્બરમ

૧૪ વર્ષ પછી તહવ્વુર રાણાનું ભારત પ્રત્યાર્પણ, ૨૬/૧૧ના આરોપી પર ચિદમ્બરમ

૨૬/૧૧ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી. ચિદમ્બરમે આ પગલાનું સ્વાગત કર્યું અને યાદ કર્યું કે પ્રત્યાર્પણ પ્રક્રિયા ૨૦૦૯માં શરૂ થઈ હતી, જે ૨૦૧૧માં યુપીએ સરકાર દરમિયાન વેગ પકડતી હતી. તેમણે સલમાન ખુર્શીદ, રંજન મથાઈ અને વર્તમાન મોદી સરકારના વિદેશ સચિવો અને NIA અને MEA જેવી એજન્સીઓના આ લાંબી કાયદાકીય લડાઈને આગળ ધપાવવા બદલ અનેક નેતાઓ અને અધિકારીઓના યોગદાનનો સ્વીકાર કર્યો. ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવામાં સહયોગ આપવા બદલ ચિદમ્બરમે ભૂતકાળ અને વર્તમાન બંને અમેરિકન સરકારોનો પણ આભાર માન્યો.

12 April, 2025 07:17 IST | New Delhi
હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
અમેરિકા ભારત પર ટેરિફ થોભાવી શકે છે

અમેરિકા ભારત પર ટેરિફ થોભાવી શકે છે

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે વ્હાઇટ હાઉસના ડ્રાઇવ વે પર મીડિયાને પોતાનું નિવેદન આપતા ભારત સાથે સંભવિત વેપાર સોદો અને ટેરિફ થોભાવવાના સંકેત આપ્યા હતા.

10 April, 2025 03:02 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK