Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Iffi Goa

લેખ

ન્યુ યર ધેટ નેવર કેમ ફિલ્મનું પોસ્ટર અને ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુ સાથે ઈતિહાસ, ક્રાંતિ અને સિનેમા વિશે વાત

રોમાનિયન ડાયરેક્ટર બોગદાન મુરેશાનુની ફિલ્મ `ન્યુ યર ધેટ નેવર કેમ`ને 55મા IFFI ગોઆમાં શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. વૈશ્વિક સ્તરે 14 એવોર્ડ મેળવી ચુકેલી આ ફિલ્મ એક રાજકીય કટાક્ષ છે અને રાજકીય સિનેમા બનાવનારાઓ માટે એખ સિમાચિહ્ન સમાન છે

20 February, 2025 01:21 IST | Mumbai | Chirantana Bhatt
સુભાષ ઘઈ (ફાઇલ તસવીર)

હૉસ્પિટલમાં દાખલ થયા બાદ ડિરેક્ટર સુભાષ ઘઈએ આપી હેલ્થ અપડેટ, X પર કરી આવી પોસ્ટ

Subhash Ghai Hospitalized: ફિલ્મ નિર્માતાએ લખ્યું, "હું એ જાણીને ખૂબ જ આશીર્વાદ અનુભવું છું કે મારા સ્વાસ્થ્ય માટે મારા ઘણા મિત્રો તેમનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. IFFI ગોવા ખાતેના મારા વ્યસ્ત કાર્યકાળ પછી, હવે બધું સારું છે અને ટૂંક સમયમાં મળીશુ

08 December, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ઘરત ગણપતિ’ માટે નવજ્યોત બાંદીવાડેકરે જીત્યો બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ

IFFI: ઘરત ગણપતિ માટે નવજ્યોત બાંદીવાડેકરે જીત્યો બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર એવોર્ડ

International film festival of India: હું પ્રેક્ષકોનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે અમારી ફિલ્મને સ્વીકારી છે. હું રોમાંચિત છું કે ‘ઘરત ગણપતિ’ એક છાપ છોડવામાં સફળ રહ્યા છે, અને વિશ્વ સાથે અમારી વાર્તા શૅર કરવાની તક મળી તે ખરેખર સન્માનની વાત છે.

29 November, 2024 08:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અસિત વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: અસિત વ્યાસની `પેપર ફ્લાવર્સ` ફિલ્મના મેકિંગ સુધીની પ્રેરણાત્મક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે વિદેશમાં રહેતા ગુજરાતી છોકરાના જીવન પર ફિલ્મ બનાવી જે હવે લોકોના મનમાં વસી ગઈ છે. અસિત વ્યાસે આ ફિલ્મ બનાવી છે. અસિત મૂળ અમદાવાદના છે, પણ હાલ અમેરિકામાં રહે છે. તો ચાલો જાણીએ અમેરિકામાં ઍક્ટિંગ શીખવા ગયેલા અસિત વ્યાસની એક્સાઇટિંગ જર્ની વિશે.

25 December, 2024 01:03 IST | Mumbai | Viren Chhaya
ફિલિપ નોયસ, સારાહ ફ્રિડલેન્ડ અને બોગદાન મુરેસાનુ

55th IFFI: ઈન્ટરનેશનલ ફિલ્મોને મળી ભરપૂર પ્રશંસા, આ કેટેગેરીમાં જીત્યા એવોર્ડ્સ

ગોવા ખાતે 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નું આયોજન કરવામાં આવ્યું હતું. IFFIમાં અનેક ફિલ્મો અને ડિરેક્ટર્સ અને મેકર્સને એવૉર્ડ અનાયત કરવામાં આવ્યા હતા. 55મા IFFI ખાતે ઇન્ડિયન સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોનો પણ મોટો દબદબો રહ્યો હતો. જેમાં વિદેશની ફિલ્મ, ડિરેક્ટર, ઍકટરને પણ અનેક એવોર્ડ્સથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ કોને કોને એવૉર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

02 December, 2024 07:21 IST | Panji | Gujarati Mid-day Online Correspondent
પાંચ ફિલ્મોમાંથી જ્યુરીની પસંદગીની ફિલ્મના દિગ્દર્શકને મળશે પાંચ લાખનો એવોર્ડ - તસવીર NFDC

55th IFFI GOA: ભારતીય ડેબ્યુ ડાયરેક્ટરને મળશે એવોર્ડ, આ પાંચ ફિલ્મો નોમિનેટ થઇ

ગણતરીના દિવસોમાં ગોઆમાં 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઈફ્ફી, IFFI) શરૂ થશે. 15મી નવેમ્બર સુધીમાં તમામ તૈયારીઓ પુરી કરાશે અને 20મી તારીખથી ફેસ્ટિવલ શરૂ થશે. એશિયાના સૌથી મોટા અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોના સ્ક્રીનિંગ્ઝ, ચર્ચાઓ, નવી કાર્યશાળાઓથી માંડીને એવોર્ડ્ઝ થતા હોય છે. આ વર્ષે પહેલી વખત  ઈફ્ફીની 55મી આવૃત્તિમાં દેશની નવી અને યુવા પ્રતિભાવને પ્રોત્સાહિત કરવાના આશયથી નવી એવોર્ડ કેટેગરી શરૂ કરાઇ છે. ભારતીય ફિચર ફિલ્મના શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટરની કેટેગરીમાં પાંચ ફિલ્મોની પસંદગી કરાઇ છે જેમાંથી એક ફિલ્મને એવોર્ડ અને પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાશે. પાંચેય ફિલ્મોનું ત્યાં સ્ક્રીનિંગ પણ કરાશે. 20-28 નવેમ્બર દરમિયાન ગોઆમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં કયા પાંચ દિગ્દર્શકોની ફિલ્મો આ કેટેગરીમાં સત્તાવાર પસંદગી પામી છે તે જાણીએ. 

06 November, 2024 03:22 IST | Mumbai | Chirantana Bhatt
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK