Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Community News

લેખ

જીત સંઘવી

શું આત્માની શુદ્ધિ વૈરાગ્ય વગર શક્ય નથી?

ચાર વર્ષ સુધી આવા અનેક મુદ્દાઓનું ખૂબબધું મનોમંથન કર્યા બાદ ૩૦ એપ્રિલે દાદરમાં દીક્ષા ગ્રહણ કરનારો ૨૧ વર્ષનો જીત સંઘવી કહે છે કે સાધુજીવન શારીરિક દૃષ્ટિએ કઠિન હોઈ શકે, પરંતુ માનસિક સ્તરે શાતાદાયક અને આનંદકારી છે

21 April, 2025 12:33 IST | Mumbai | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

૪૦ વર્ષથી વધારે ઉંમરના ૪૦ ટકા ગુજરાતીઓના લિવરમાં ચરબીનો ભરાવો હોય છે

ફૅટી લિવરને કારણે નજીકના સંબંધીઓમાં જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટનાં ઑપરેશન કરવાનાં હોય ત્યારે સમસ્યા ઊભી થાય છે

21 April, 2025 07:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈન રૅલી

જૈનોની એકતા અને આક્રમકતાનું જબરદસ્ત પ્રદર્શન

પાર્લા-ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રૅલીમાં ૨૫,૦૦૦ જૈનો ઊમટ્યા : તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ

21 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યા બાદ સ્થાનિક જૈનો આ સ્થળે બે દિવસથી જઈને પૂજા-અર્ચના કરવાની સાથે તોડફોડ બાદ સાફસફાઈ કરી રહ્યા છે.

આજે ૧૦,૦૦૦ જૈનોની અહિંસા રૅલી

વિલે પાર્લેના ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવા સામેનો આક્રોશ ચરમસીમાએ

20 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેટલેટ ડોનર્સનું સાયનમાં થયેલું ગેટ-ટુગેધર

કૅન્સર સામેની લડતમાં દરદીઓના મદદગાર પ્લેટલેટ ડોનર્સ ઑફ મુંબઈ

બ્લડ-ડોનેશન વિશે લોકોમાં ઘણી જાગરૂકતા છે, પણ પ્લેટલેટ ડોનેશનને લઈને લોકોને એટલી ખબર નથી ત્યારે આ ગ્રુપના મેમ્બર્સને મળીએ

19 April, 2025 12:59 IST | Mumbai | Heena Patel
૧૬૦થી વધુ ભાવિકોએ સંપૂર્ણ આયંબિલ ઓળીની આરાધના કરવાની સાથે બહોળી સંખ્યામાં દરેક આયોજનમાં ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક લાભ લીધો હતો.

પારસધામ ઘાટકોપરના ભાવિકો માટે કલ્યાણકારી બન્યું આયંબિલ ઓળી પર્વ

વડીલો અને યુવાનો સાથે સેંકડો બાળકો આયંબિલ ઓળીની આરાધના કરીને ધન્ય બન્યાં

19 April, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ શાહ

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિ શ્રેયાંશ શાહનું અવસાન

Gujarat Samachar Smruti Shah No More: તેઓ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે જાણીતાં બન્યાં હતાં. આજે તેમની અંતિમયાત્રા નીકળશે.

19 April, 2025 07:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ઍક્ટિવા સ્કિડ થતાં રોડ પટ પટકાયેલા જિગર ગાલાનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું.

ટૂ-વ્હીલરનું સ્કિડ થવું પાછળ બેઠેલા જિગર ગાલા માટે જીવલેણ બન્યું

પ્રભાદેવીમાં આવેલી ગેમન ઇન્ડિયા કંપની સામે આવેલા ભીખુ બિ​લ્ડિંગમાં ૪૦ વર્ષના જિગર ગાલાનો પરિવાર રહે છે.

18 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સંકલ્પ બેઠકની તસવીરો

હમ સાથ સાથ હે! બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ટ્રસ્ટની મુંબઈમાં યોજાઇ `સંકલ્પ બેઠક`

બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અમદાવાદમાં બનવાનું છે. આ પ્રકલ્પને વેગ આપવા તેમ જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વસતા જ્ઞાતિબંધુઓનો સહયોગ પ્રાપ્ત કરવા `સમસ્ત બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ટ્રસ્ટ` દ્વારા તા. ૧૬ એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે થાણેમાં `સંકલ્પ બેઠક`નું આયોજન કરાયું હતું.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા આયોજિત હાટકેશ જયંતીની ઉજવણી

મુંબઈનાં નાગરોએ પરંપરાગત રીતે ઊજવી હાટકેશ જયંતી, આ તસવીરો પૂરે છે સાક્ષી

શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા છેલ્લા ઓગણસાઠ વર્ષથી હાટકેશજયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૬ઠી એપ્રિલના રોજ વિશેષ પાટોત્સવનું આયોજન સંપન્ન થયું. જેમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. ભજનથી માંડીને ભોજનમાં પણ નાગરી પરંપરાનું પાલન કરાયું હતું.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે દીપલ શાહ (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન : ફ્લેવર્સ સાથે નવા પ્રયોગ કરતાં આ બહેન કૅક સ્ટુડિયો ખોલે તો મજા પડે!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજે આપણે વાત કરવાની છે કાંદિવલીમાં રહેતાં દીપલ શાહની. જેમણે પરિવાર માટે કશુંક કરવું છે એ ધૂન પકડીને કૅક બનાવતા તો શીખી લીધું, અને આજે એક સફળ બિઝનેસવુમન તરીકે આગળ વધી રહ્યાં છે. મોડાસા એકડા દશા ખડાયતા સમાજના અનેક પરિવારોમાં તેઓએ પોતાના હાથે બનાવેલી કૅક પહોંચતી કરી છે ને અનેકોના પ્રસંગોને મીઠા કર્યા છે. દીપલબહેને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની આ મધમીઠી સફર વિશે સ-રસ વાતો શેર કરી છે. તો, આવો... તેમની સફરરૂપી કૅકનો સ્વાદ માણીએ.

09 April, 2025 12:15 IST | Mumbai | Dharmik Parmar
આ સમગ્ર ઉજવણીઓ દ્વારા ધરમપુરની ધન્ય ધરાએ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીની પાવન ક્ષણોને ફરી ફરી માણી, જે તેઓશ્રીના દિવ્ય જીવન અને બોધની  પ્રેરણા પામવાનો એક મોટો અવસર બની રહી હતી.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં સેંકડો ભક્તોએ મહામસ્તકાભિષેકનો લ્હાવો લીધો

ગુડી પાડવાના પવિત્ર દિવસે ભારતના સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા. આ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી શોભાયમાન આ શોભાયાત્રામાં પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બૅન્ડ સાથે સેંકડો ભક્તો પણ આવ્યા હતા. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં. સ્થાનિક સંગઠનો, મંડળો પણ પૂજ્ય ગુરૂદેવશ્રીનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ સર્જી રહ્યાં હતાં. આ મંગલ પ્રસંગે સમગ્ર ધરમપુરના કતલખાના બંધ રાખવામાં આવ્યા હતાં.

03 April, 2025 06:56 IST | Dharampur | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

૧૦ વર્ષ પછી, `૩ પુરુષો` નાટક રજૂ થશે, અંકિત ગોર અને અમાત્ય ગોરાડિયાનો ઇન્ટરવ્યૂ

૧૦ વર્ષ પછી, `૩ પુરુષો` નાટક રજૂ થશે, અંકિત ગોર અને અમાત્ય ગોરાડિયાનો ઇન્ટરવ્યૂ

એક નિર્ભય, ભાવનાત્મક અને ડાર્ક કૉમેડીથી ભરેલું નાટક જે આજના સમયમાં પુરુષત્વ, શોક અને અંદરના સંઘર્ષોને ઉઘાડે છે. “કલા એ સંવેદનશીલને આરામ આપવી જોઈએ અને આરામમાં રહેતા લોકોમાં વિચારો જગાવવા જોઈએ” – આ વિચારથી પ્રેરિત આ નાટક પુરુષોની લાગણીઓને ખુલ્લી રીતે રજૂ કરે છે. `3 મેન` ની વાર્તા બે સગાભાઈઓની છે, જે પોતાના પિતાના અવસાન પછી વર્ષો પછી ફરી મળે છે. આ ભેટમાં તેમના આત્મિક દુઃખ, ગુસ્સો અને અંદરના ઘાવ એક એક કરી ખુલતાં જાય છે. “પુરુષ તો રડે નહીં”, “પુરુષ દુઃખ ન અનુભવતા હોય” જેવા જૂના ધોરણોને આ નાટક તોડી નાંખે છે. અમત્યા અને અંકિત કહે છે કે આ વાર્તા રજૂ કરવા માટે તેમને 10 વર્ષ લાગ્યાં, પણ હવે એ રજૂ કરવાનો યોગ્ય સમય છે. આ નાટક NCPA મુંબઈ ખાતે યોજાતા `વસંત` થિયેટર મહોત્સવમાં રજૂ થવાનું છે, એવું અનુભવ આપનારો છે જે તમને હલાવી દેશે, વિચારોમાં મૂકી દેશે.

21 April, 2025 07:56 IST | Mumbai
અકથિત સત્ય કહેતા રંગભૂમિ પર સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસ

અકથિત સત્ય કહેતા રંગભૂમિ પર સૌમ્ય જોશી અને જિજ્ઞા વ્યાસ

`ઓ વુમનિયા...!` નાટક દ્વારા દિગ્દર્શક સૌમ્ય જોશી અને અભિનેત્રી જિગ્ના વ્યાસ દર્શકોને એક અનોખા સફર પર લઈ જાય છે, હળવા હાસ્યભર્યા સંવાદોથી લઈને સમાજના કડવાશભરેલા સત્ય સુધી. આ સચોટ સંવાદમાં તેઓ નાટ્યપ્રેમ વિશે, અમદાવાદના ગુજરાતી થિયેટરના વધતા ગૌરવ વિશે અને એક કલાકારના જીવનમાં લાગણી, નિયમશિસ્ત અને પ્રતિબદ્ધતાના મહત્વ વિશે ખુલ્લા દિલથી વાત કરે છે. વસંત થિયેટર મહોત્સવ અંતર્ગત એનસીપીએ મુંબઈ ખાતે રજૂ થતું આ નાટક માત્ર એક રજૂઆત નથી, એ એક અર્ધપ્રતિબિંબ છે, એક ચળવળ છે દર્શકોને લાંબા સમય સુધી યાદ રહે.

21 April, 2025 07:50 IST | Mumbai
પત્ર મિત્રો – NCPA મુંબઈ ખાતે વસંત થિયેટર ફેસ્ટિવલ

પત્ર મિત્રો – NCPA મુંબઈ ખાતે વસંત થિયેટર ફેસ્ટિવલ

પત્ર મિત્રો એ પ્રેમ, લાગણીઓ અને પત્રોની અનોખી મુસાફરી છે – જે એ. આર ગુરનેના લોકપ્રિય નાટક `Love Letters` પર આધારીત ગુજરાતી નાટક છે. આ કથા આપણને ૪ દાયકાની પત્ર વ્યવહાર દ્વારા કલ્પના અને જવાહર વચ્ચેના સ્પર્શિય સંબંધ સુધી લઇ જાય છે – બે વ્યકિતઓ, જેઓ 1947માં જન્મેલા, જુદા જુદા દુનિયામાં મોટા થયેલા હોવા છતાં એકમેકથી ઊંડા રીતે જોડાયેલા છે. આ નાટકમાં આરજે દેવકી અને ચિરાગ વોરા જિંદગીના આ બે પાત્રોને ખૂબ લાગણીઓથી રજૂ કરે છે. તે પત્રલેખનના યુગની શાંતિભરેલી સુંદરતા, લાગણીઓની તાકાત અને ગુજરાતી રંગભૂમિની ચિરંજીવી માયાને જીવંત કરે છે. એનસિપીએ મુંબઈ ખાતે યોજાતી `વસંત` રંગોત્સવની ભાગરૂપે રજૂ થતું `પત્ર મિત્રો` માત્ર નાટક નથી – તે યાદોની ઉજવણી છે, લાગણીઓના પળોની વાર્તા છે અને પ્રેમને જીવિત રાખનારા પત્રોનો મોહ છે.

21 April, 2025 07:44 IST | Mumbai
NCPA ખાતે ક્લીન બોલ્ડ: દિશા સાવલા અને મનોજ શાહ ક્રોધ, નારીવાદ અને રંગભૂમિ પર

NCPA ખાતે ક્લીન બોલ્ડ: દિશા સાવલા અને મનોજ શાહ ક્રોધ, નારીવાદ અને રંગભૂમિ પર

‘ક્લીન બોલ્ડ’ એક ઠોસ અને તીવ્ર નાટ્ય રચના છે, જે વેલેરી સોલાનસના વિવાદાસ્પદ 1967ના SCUM મેનિફેસ્ટો પરથી પ્રેરિત છે અને જેને આજના સંદર્ભમાં નવી રીતે રજૂ કરવામાં આવી છે. આ નાટકમાં કેન્દ્રિય પાત્ર છે વિજિ, મુંબઈની એક નિડર મહિલા, જે પુરુષપ્રધાન વિચારધારાને પૂરી રીતે નકારી દે છે. વિજિ એવી દુનિયામાં જીવે છે જ્યાં હમેશા આલ્ફા મેલ્સ અને સુપરહીરોસની જ વાતો થાય છે. વિજિ માને છે કે હવે મહિલાઓએ આગળ આવીને પુરુષોએ કરેલી ગેરવ્યવસ્થાને સુધારવાનો સમય આવી ગયો છે. આ નાટક પાછળનો ઉદ્દેશ્ય સમજાવવા માટે, મનોજ શાહ અને દિશા સાકલા સાથે 25 એપ્રિલ, 2025ના રોજ NCPA મુંબઈ ખાતે થનારા શૉ પહેલાં એક રસપ્રદ સંવાદ થયો. તેણે  પિતૃત્વવ્યવસ્થાની ઊંડાણથી ચર્ચા કરી અને આજના સમયમાં મહિલાઓની ભૂમિકા પણ ચર્ચા થઈ. "સમાનતાના પ્રશ્નોના જવાબ ખરેખર મળ્યા છે કે હજી એ જ પ્રશ્નો ઉભા રહે છે?" – દિશાની આ વાત સમાજમાં થતાં ભેદભાવનો ખુલાસો કરે છે. ક્લીન બોલ્ડ’ માત્ર નાટક નથી – એ એક ટક્કર છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે જે નોર્મલ માનીએ છીએ, એ ખરેખર યોગ્ય છે કે નહીં. વિનોદ, રોષ અને કાળા હાસ્યથી ભરેલું આ નાટક લિંગભેદ, આત્મસત્તા અને સમાજના બિનપછી પૂછાતા નિયમોને પ્રશ્નવે છે.

21 April, 2025 07:36 IST | Mumbai
ગુજરાતી રંગભૂમિની શક્તિ: NCPAનો વસંત મહોત્સવ 25-27 એપ્રિલ દરમિયાન

ગુજરાતી રંગભૂમિની શક્તિ: NCPAનો વસંત મહોત્સવ 25-27 એપ્રિલ દરમિયાન

દ્રષ્ટિ અને હેતુની વાતચીતમાં, રાજેશ્રી શિંદે અને બ્રુસ ગુથરી વાત કહે છે કે વસંત હવે પહેલા કરતાં વધુ કેમ મહત્ત્વપૂર્ણ છે. "અમે ફક્ત નાટકોનું જ ક્યુરેટિંગ નથી કરી રહ્યા," રાજેશ્રી કહે છે. "અમે ઓળખ, સ્મૃતિ અને પ્રતિસદનું ક્યુરેટિંગ કરી રહ્યા છીએ." ગુજરાતી રંગમંચ હવે રાષ્ટ્રીય પ્લેટફોર્મના કેન્દ્રમાં છે. બ્રુસ ઉમેરે છે, "આ ઉત્સવ ભૂતકાળનું સન્માન કરવા વિશે છે, હા - પણ તે આપણે ક્યાં જઈએ છીએ તે વિશે પણ છે. ગુજરાતી રંગમંચના ક્ષેત્રમાં થઈ રહેલું કાર્ય અન્ય કોઈપણ પ્રાદેશિક અથવા મુખ્ય પ્રવાહની કલા સ્વરૂપ જેટલું જ સ્પોટલાઇટને પાત્ર છે." ત્રણ ઉત્તેજક દિવસોમાં, વસંત એક સ્પેક્ટ્રમ રજૂ કરે છે - એકપાત્રી નાટક, કવિતા, પત્રો, ડાર્ક કોમેડી, નૃત્ય અને સામાજિક તત્વો સાથે રજૂ થયેલ નાટક. દરેક કૃતિ ફક્ત તેની કલાત્મક ગુણવત્તા માટે જ નહીં, પરંતુ તેના અસર માટે પસંદ કરવામાં આવે છે. ભાષા મહત્વપૂર્ણ છે, પ્રાદેશિક વાર્તાઓ મહત્વપૂર્ણ છે, અને પરંપરા અને પ્રયોગ સાથે ખીલી શકે છે.

21 April, 2025 06:32 IST | Mumbai
કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર કુંતલ જોઈશરને પર્વતો સાથે પ્રેમ થયો. તેમણે માત્ર એક જ વાર નહીં બે વાર એવરેસ્ટ સર કર્યો છે. પહેલીવાર એવરેસ્ટ ચડ્યા કારણકે સપનું હતું અને બીજી વાર એવરેસ્ટ સર કર્યું કારણકે હેતુ હતો, વિશ્વમાં વિગનિઝમ અને શાકાહારનો સંદેશ ફેલાવવાનો. કુંતલે આ આખા સફરમાં જે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો તેના વિશે જાણો તેમના પોતાના શબ્દોમાં...

06 November, 2024 05:26 IST | Mumbai
અમદાવાદ: મુસ્લિમો પાસેથી રાખડીઓ ખરીદતા લોકો

અમદાવાદ: મુસ્લિમો પાસેથી રાખડીઓ ખરીદતા લોકો

રક્ષાબંધન નજીક આવતાં જ ગુજરાતના અમદાવાદમાં ઉત્સવનો ઉત્સાહ છવાઈ ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી હિંદુ વેપારીઓ અને લોકો મુસ્લિમ પરિવારો પાસેથી રાખડીઓ ખરીદવા માટે મિલ્લત નગર ઉમટી પડે છે અને સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ સર્જે છે. એક ગ્રાહક મોનિકા શાહે કહ્યું, "અમને અહીં વિવિધ વેરાયટી મળે છે. અમને અહીં સારી ગુણવત્તાની રાખડીઓ મળે છે જે બીજે ક્યાંય મળતી નથી... મુસ્લિમ હોવા છતાં, તેઓ અમારા તહેવાર માટે કામ કરે છે અને અમારા તહેવારને સારો બનાવે છે. તેઓ અમને ખુશ કરવા માટે કામ કરે છે. " બિઝનેસમેન મોહમ્મદ ઈમરાને કહ્યું, "રાખી તૈયાર કરવાનું કામ અહીં (મિલ્લત નગર) ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અહીં 12 મહિના માટે બનાવવામાં આવે છે. અમારું જથ્થાબંધ કામ રક્ષાબંધનના તહેવારના 4 મહિના પહેલા શરૂ થાય છે...અમે મિલ્લત નગરવાસીઓ રાખડી બનાવવામાં નિષ્ણાત છીએ."

13 August, 2024 03:36 IST | Ahmedabad
જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

શું તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં વરસાદના બાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને જ્યારે એમ કહેવાય છે કે બારે મેઘ ખાંગા થયા ત્યારે તે વરસાદના પ્રકારને શું કહેવાય છે, જાણો વરસાદ વિશે વધુ...

24 July, 2024 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK