Gujarat Metro News: સેક્ટર 10A અને સચિવાલય સ્ટેશન ખુલ્યા પછી કુલ સંખ્યા વધીને 41 થશે. અમદાવાદ મેટ્રોની કુલ નેટવર્ક લંબાઈ 68 કિલોમીટર છે. અમદાવાદ મેટ્રોનું લઘુત્તમ ભાડું 5 રૂપિયા અને મહત્તમ ભાડું 40 રૂપિયા છે.
23 March, 2025 06:40 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondentપરજિયા સોનીનો ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો બેસ્ટ પર્ફોર્મન્સ ૨૦૨૩માં રહ્યો હતો જ્યારે સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે હાલાઈ લોહાણા સામે હારી જતાં ફાઇનલમાં પ્રવેશનું સપનું ત્યારે તૂટી ગયું હતું.
23 March, 2025 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમહારાષ્ટ્રના સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે ચકલીઓ માટે ચલાવેલું વિશેષ અભિયાન હવે પચાસથી વધુ દેશોમાં વિસ્તર્યું છે. ભારતી ગડા આશાએશ પ્રગટ કરે છે...
23 March, 2025 04:34 IST | Mumbai | Hiten Anandparaઆ દરેકેદરેક માબાપને લાગુ પડે છે. પોતે ભલે દસમામાં બે ટ્રાયે પાસ થ્યા હોય પણ છોકરો-છોકરી નેવું ટકાથી ઓછા માર્ક લાવવો જ નો જોય
23 March, 2025 04:33 IST | Mumbai | Sairam Daveશૅરબજારમાં કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ એમ બે સેગમેન્ટ હોય છે. એ બન્નેમાં ભાવ પણ અલગ-અલગ હોય છે. આર્બિટ્રેજ ફન્ડ્સ આ તફાવતમાંથી કમાણી કરતાં હોય છે
23 March, 2025 04:31 IST | Mumbai | Rajendra Bhatiaમધ્યબિંદુ પર મેડિટેશન કરવાની એક આખી પદ્ધતિ દક્ષિણ ભારતમાં છે જેના દ્વારા લોકો ધ્યાનમાં પારંગત બને છે
23 March, 2025 04:10 IST | Dubai | Chandrakant Sompuraયાચક કે સહાયક, આપણે કઈ અવસ્થામાં છીએ એની જાણ હોવી જરૂરી છે, કારણ કે આ એક એવી યાત્રા છે જેમાં વર્તમાન મુકામ પ્રત્યેની સભાનતા જ આપણી મુસાફરીને વેગ આપે છે
23 March, 2025 04:09 IST | Mumbai | Dr. Nimit Ozaહા તો જાણી લો, યુટ્યુબ પર દરરોજ સાત લાખ વિડિયો અપલોડ થાય છે, રોજ અપલોડ થતા આ વિડિયો આપણે રોજનો એક જોઈએ તો એમાં ૮૦ વર્ષ લાગી શકે
23 March, 2025 04:09 IST | Mumbai | Jayesh Chitaliaમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. (તસવીર: મિડ-ડે)
23 March, 2025 02:47 IST | Nashik | Gujarati Mid-day Online Correspondentશાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.
23 March, 2025 11:33 IST | Kolkata | Gujarati Mid-day Correspondentગુજરાતીઓ અને ખાણી-પીણીનો અજોડ સંબંધ એ વાત સાબિત કરે છે કે તેમના માટે જમવાનું માત્ર ભૂખ સંતોષવાનો માધ્યમ જ નથી, પરંતુ એક ઉત્સવ સમાન અનુભવ છે. ખાસ કરીને અમદાવાદ તો નાસ્તાના રસિયાઓ માટે ખરેખર એક સ્વર્ગ સમાન ગણાય છે. ફાફડા, ગાંઠિયા અને પાપડી એ બધા એક જ પરિવારના અલગ-અલગ સ્વાદભર્યા રૂપ છે, જે હવે તો તમને દેશભરમાં તમામ ખૂણે મળી જશે. પરંતુ દરેક જગ્યાએ તેની બનાવટની પદ્ધતિ અને સાથે પીરસાતા સંભારા તથા ચટણીના લીધે તે અનોખો અને યાદગાર અનુભવ કરાવે છે. કદાચ એટલેજ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં નવા સ્વાદની શોધ કર્યા વિના પાછા ફરતા નથી અને હા, થોડું પૅક કરીને ઘરે લાવવાનું પણ ભૂલતા નથી. કલ્પના કરો, ગરમાગરમ પાપડી તળાઈ રહી છે, સાથે તીખા તળેલા મરચાં, પપૈયાનું તીખું છીણ અને મનને મોહી લે તેવી લીલી ચટણી...જે ખટાશ, તીખાશ અને ગળપણનો પરફેક્ટ સ્વાદ આપે... આ માત્ર વિચારથી જ મોઢામાં પાણી આવી જાય, છે ને? આજના લેખમાં, હું તમને અમદાવાદની એક પ્રખ્યાત ફરસાણની પેઢી ‘શ્રી જય જલારામ ફરસાણ કોર્નર’ વિશે જણાવીશ, જ્યાં નાસ્તાની મજા કંઈક અલગ જ હોય છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુરુવારે ઉદ્ધવ ઠાકરે શિવસેના (UBT) જૂથના ઘણા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા હતા. (તસવીર સૌજન્ય: એકનાથ શિંદેની ઑફિસ)
22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ફીવર 22 માર્ચથી સંપૂર્ણ દેશમાં જોવા મળવાનો છે. જોકે આ મૅચની ટિકિટ્સ મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો આ મૅચની ટિકિટ ન મળે તો પણ આઇપીએલના ચાહકો ફૅન પાર્કમાં સ્ટેડિયમ જેવો જ અનુભવ કરી શકશે. (તસવીરો: મિડ-ડે)
22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો
21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushaliબૉલિવૂડ ઍક્ટર સલમાન ખાનની આગામી ફિલ્મ ‘‘સિકંદર’’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતી. આ સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે ભાઈજાનનો આખો પરિવાર એક છત નીચે ભેગો થયો હતો. એઆર મુરુગદાસ દ્વારા ડિરેક્ટર કરવામાં આવેલી આ ઍક્શન એન્ટરટેઈનર ફિલ્મ 30 માર્ચે રિલીઝ થવાની છે.
21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentInternational Day of Happiness 2025: રાજકુમાર હિરીણી, ભારતીય સિનેમાના મોટા ફિલ્મમેકર, પોતાની ફિલ્મો દ્વારા માત્ર મનોરંજન જ નહીં, પણ જીવન જીવવાના મૂળભૂત હેતુ વિશે પણ મેસેજ આપતા હોય છે. તેમની ફિલ્મો આનંદ અને ઊંડા જીવનના સંદેશાઓથી ભરપૂર હોય છે, જે આપણને મુશ્કેલીમાં પણ આનંદમાં રહેવાનો અને સકારાત્મક રહેવાનો મંત્ર આપે છે. આ આંતરરાષ્ટ્રીય આનંદમયી દિવસે આજે જાણો એવી ફિલ્મોના કેટલાક ખાસ ડાયલૉગ્સ જેમણે આપણને આનંદનો ખરો અર્થ સમજાવ્યો છે.
21 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવડોદરાના કાર અકસ્માતમાં હેમાલી પટેલે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિની હાલત ગંભીર છે, વેન્ટિલેટર પર છે. હેમાલીની બહેન નીતિ પટેલે તેના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કરતાં આરોપી ડ્રાઇવરને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની માગણી કરી હતી. નીતિએ તેની બહેન માટે ન્યાયની વિનંતી કરીને તેના સાળાની સ્થિતિના હૃદયદ્રાવક સમાચાર પણ શેર કર્યા. વધુ માટે વિડિયો જુઓ.
20 March, 2025 09:30 IST | Vadodaraઅમદાવાદ, ગુજરાત | 9 મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા રહ્યા પછી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા ત્યારે, તેના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, "જ્યારે તે પાછી આવી, ત્યારે અમે ખુશીથી કૂદી પડ્યા... હું ખૂબ ખુશ હતો... ગઈકાલ સુધી, મારા હૃદયમાં એક અસ્વસ્થતાભરી લાગણી હતી... ભગવાને અમારી પ્રાર્થના સાંભળી છે અને અમારી સુનિને સુરક્ષિત રીતે પાછી લાવી છે... સુનિતા કોઈ સામાન્ય વ્યક્તિ નથી... તે દુનિયા બદલી નાખશે..."
19 March, 2025 05:45 IST | Ahmedabadનાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના સ્વદેશ પાછા ફરવાથી ગુજરાતના તેમના પૈતૃક ગામમાં ભારે આનંદ ફેલાયો છે. અવકાશમાં 600 થી વધુ દિવસ વિતાવ્યા પછી, તે આખરે ઘરે પરત ફરી રહી છે.
19 March, 2025 05:03 IST | Gandhinagarસલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.
18 March, 2025 09:16 IST | Mumbaiગુજરાતના વડોદરામાં હોળીની રાત્રે બનેલા હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપીને સોમવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગ્યા હોવાથી કોર્ટે આરોપીને જેલમાં મોકલી દીધો હતો. ૧૩ માર્ચની રાત્રે થયેલા અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા વડોદરા પોલીસ કસ્ટડીમાં હતો. હવે, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
18 March, 2025 09:07 IST | Vadodaraવડોદરા ખાતે થયેલા દુ:ખદ કાર અકસ્માતના ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપી રક્ષિત ચૌરસિયા દ્વારા રજૂ કરાયેલા બચાવ પક્ષના દલીલને નકારી કાઢી છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. કેવલાણીએ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે ન્યાય મેળવવાનું વચન આપ્યું છે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.
18 March, 2025 08:54 IST | Vadodaraગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં `સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0`નું ઉદ્ઘાટન કર્યું. સ્પર્ધા 17 થી 20 માર્ચ સુધી ચાલશે જેમાં ગુજરાતની નદીઓના નામ પરથી આઠ ટીમો રાખવામાં આવી છે. મહિલા ધારાસભ્યો (શક્તિ ટીમ) અને વિધાનસભા મહિલા કાર્યકરો (દુર્ગા ટીમ) પણ ભાગ લેશે.
18 March, 2025 08:48 IST | Gandhinagarકારેલીબાગના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જેમાં એક ફોર વ્હીલર અને ત્રણ ટુ વ્હીલરનો સમાવેશ થાય છે, જેમાં આઠ ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે પુષ્ટિ કરી કે આરોપી ડ્રાઈવર રક્ષિત ચૌરસિયા કસ્ટડીમાં છે.
15 March, 2025 07:10 IST | VadodaraADVERTISEMENT
ADVERTISEMENT