`મન હોય તો માળવે જવાય` અને `અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો` જેવી કહેવતોને ખરા અર્થમાં સાર્થક કરવી નાની માના ખેલ નથી. તેમાં આવડત, કૌશલ્ય, સાહસ, સંઘર્ષ અને જુસ્સો ભળે ત્યારે તે સાર્થક થાય છે. જ્યારે વાત મુંબઈના ચિન્મય પ્રભુની કરીએ ત્યારે આ કહેવતો અચુક યાદ આવે જ, જેણે 23 વર્ષની ઉંમરમાં એક કે બે નહીં પરંતુ ચાર ચાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. મલાડમાં રહેતા આ યુવકે સાબિત કર્યુ છે કે ભારતમાં ટેલેન્ટની કમી નથી.
08 August, 2022 03:42 IST | Mumbai