Mumbai Crime News: પોલીસ અધિકારીના અહેવાલો અનુસાર, મહિલાએ દરવાજો ખોલતાની સાથે જ ડિલિવરી એજન્ટે પોતાની પેન્ટ ઉતારી દીધી અને મહિલાને આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. આઘાત અને વ્યથિત થઈને, મહિલાએ તરત જ ઘરમાં હાજર તેના પતિને જાણ કરી.
08 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentહિન્દુ રાષ્ટ્રની ઝાંકી અને મહારાષ્ટ્રના ઇતિહાસની ઉજવણી કરતો આ રથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ૧૦૦ વર્ષની માહિતી પણ આપશે : ગિરગામ, કુર્લા અને લાલબાગમાં ફરશે
30 March, 2025 05:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondentછેલ્લાં બાવીસ વર્ષથી ગુઢીપાડવાના દિવસે ગિરગામ વિસ્તારમાં ભલભલાની આંખો ચોંકી જાય એવા દબદબા અને ભપકા સાથે નવા વર્ષનું સ્વાગત કરતો વરઘોડો નીકળે છે.
29 March, 2025 11:39 IST | Mumbai | Ruchita Shahવર્ષમાં માત્ર પાંચથી છ વખત દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવતું શિવજીનું ગુપ્ત મંદિર ગિરગામ ખાતે આવેલા કાલારામ મંદિરની અંદર આવેલું છે
15 March, 2025 03:54 IST | Mumbai | Darshini Vashiલાખો રૂપિયાની માલમતા ચોરી કરનારા આરોપીને શોધવા વિવિધ ટીમ કામ કરી રહી છે
14 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentTorres Jewellery Scam: ટોરેસ જ્વેલરી કૌભાંડની તપાસમાં મુંબઈ પોલીસે યુક્રેનિયન નાગરિકો આર્ટેમ અને ઓલેના સ્ટોઈનની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ હવે તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
12 January, 2025 05:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગિરગાવની દુકાનમાં ચોરી કરીને ભાગેલો ચંદ્રભાણ પટેલ પાછો આવ્યો અને પોલીસે પકડી પાડ્યો
25 December, 2024 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકરિયાણાના વેપારી પર ગ્રાહકને મરાઠી નહીં, મારવાડીમાં બોલવાનો આગ્રહ કર્યો હોવાનો આરોપ: MNSએ માર્યો
04 December, 2024 09:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...
26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmarમુંબઈના ગિરગાંવમાં આવેલા સી.પી. ટેન્ક વિસ્તારમાં આજે એટલે કે ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. જેમાં બે ગાડી અને એક બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. (તસવીરો : સમીર માર્કન્ડે)
04 April, 2024 09:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશિવરાત્રીનો પાવન અવસર આવ્યો છે ત્યારે મુંબઈના અનેક શિવમંદિરોમાં ભક્તિભાવે પૂજા-અર્ચના કરવામાં આવે છે. મલબાર ટેકરી પર આવેલા પ્રાચીન બાબુલનાથ મંદિરમાં પણ ગઈકાલ મધ્યરાત્રિથી જ લોકોની ભીડ જામેલી હતી. ગઇકાલ રાતથી આજ રાત 10 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે.
08 March, 2024 11:38 IST | Mumbai | Dharmik Parmarભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીમાનું અનાવરણ કર્યું.
22 February, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅધિકારીઓએ જણાવ્યું કે શનિવારે રાત્રે દક્ષિણ મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. (તમામ તસવીરો : અતુલ કાંબલે)
03 December, 2023 07:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગઇકાલે સ્વચ્છતા હી સેવા આ ઝુંબેશમાં અનેક સંસ્થાઓએ, બોલિવૂડ સ્ટાર્સે તેમ જ નેતાઓએ ભાગ લીધો હતો. મુંબઈના વિવિધ સ્થળોએ શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈની કેટલીક કૉલેજોએ પણ આમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ક. જે સોમૈયા કૉલેજના એનએસએસના કેટલાક વિધ્યાર્થીઓએ ગિરગાવ ચોપાટી પર શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે જનાર શિક્ષિકા મુગ્ધા રિસબૂડે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ શૅર કર્યો હતો.
02 October, 2023 02:21 IST | Mumbai | Dharmik Parmar10 દિવસના ગણેશોત્સવની ઉજવણી બાદ ભક્તો લાલબાગચા રાજાને વિદાય આપવા માટે એકઠા થયા છે. મુંબઈમાં લાલબાગચા રાજાની વિસર્જનની પાલખી નીકળી ગઈ છે. (તસવીરો: રાજ પાટીલ, શાદાબ ખાન)
28 September, 2023 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમાયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. દક્ષિણ મુંબઈમાં ગિરગાંવ ચોપાટીના સાગરતટ પર આવેલું શિવ મંદિર એટલે ‘શ્રી બાબુલનાથ મંદિર’ બાબુલનાથ મહાદેવ પર અનેક શ્રદ્ધાળુઓ આસ્થા રાખે છે. એકસોને દસ દાદરા ચડીને લોકો બાબુલનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. કેટલાય દર્શનાર્થીઓ અહીં પરિવાર સહ આવે છે. ખાસ કરીને શ્રાવણ માસ અને સોમવારે તો જનમેદની ઉભરાય છે. દીવો રાખીને નાગરવેલનું એક એક પાંદડું 110 દાદરા પર મૂકતાં મૂકતાં ભક્તો બાબુલનાથ દાદાના દર્શનાર્થે પહોંચે છે. દાદરની આજુ બાજુ સરસ ચોરસ ખાનાં બનાવવામાં આવ્યા છે. આ ખાનાંઓ નાગરવેલના પાંદડાઓ અને દિવાઓથી ભરાયેલા હોય છે.
29 August, 2023 12:26 IST | Mumbai | Dharmik Parmarતેમની તમામ ભવ્યતા અને કૃપામાં, મુંબઈના પ્રતિષ્ઠિત ગણપતિ લાલબાગચા રાજાનું મુંબઈમાં ગિરગાંવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપ્પાની શોભાયાત્રા 17મી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે શરૂ થઈ હતી અને મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી કલાકો સુધી પસાર થઈ હતી. અસંખ્ય ભક્તો તેમના પ્રિય ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા માટે વિસર્જન યાત્રામાં પોતાની હાજરી પુરાવે છે. જુઓ લાલબાગચા રાજાના વિસર્જન સમારોહના કેટલાક હૃદયસ્પર્શી દ્રશ્યો છે.
18 September, 2024 11:40 IST | Mumbaiઆજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે
17 September, 2024 08:48 IST | Mumbaiમુંબઈના ભવ્યાતિભવ્ય લાલબાગચા રાજાના ગણેશ વિસર્જન 2024 ની ભવ્યતાનો અનુભવ અનેરો હોય છે. બાપ્પાની વિશાળ મૂર્તિ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી જઈ રહી છે. આ વીડિયો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોશીલી ભીડની ઉર્જાથી તરબતર છે. મોટીમસ ચકાચોંધ કરી દે તેવી સજાવટ જોઇને તમે પણ ચોંકી જશો અને સાથે વાગતું સંગીત માહોલને વધુ સરસ બનાવે છે. આ ઉજવણીમાં કેટલાય લોકો જોડાઇ રહ્યા છે. આ વીડિયો મુંબઈના ગણપતિ વિસર્જનનો જાણે સાર છે અને આ ઉજવણીમાં આનંદ અને આધ્યાત્મિકનું મિશ્રણ છે. તે સાંસ્કૃતિક રીતે જેટલું સમૃદ્ધ છે તેટલું જ ભાવનાત્મક પણ છે. વીડિયોમાં લાઈવ વિઝ્યુઅલ્સ જુઓ.
17 September, 2024 04:05 IST | Mumbaiગણપતિ વિસર્જન ચાલી રહ્યું છે ત્યારે સહુના લાડકાં લાલબાગના રાજાની વિસર્જન યાત્રા ગિરગામ ચૌપાટી પહોંચી ગઈ છે. અહીં સહુ બાપ્પાને વિદાય આપવા તૈયાર છે તે નજારો ખરેખર જોવા જેવો છે...
29 September, 2023 08:30 IST | Mumbaiમુંબઈના ગણપતિ વિસર્જનના આ ખાસ દૃશ્યો જુઓ. શહેરમાં વરસાદ છતાં ગિરગાંવ ચૌપાટીથી લઈને ગોરાઈ સુધી લોકોનો ઉત્સાહ જરાં પણ ઓછો થયો નથી. જુઓ ખાસ વીડિયો.
28 September, 2023 08:05 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT