રામાનંદ સાગરની સીરિયલ રામાયણના બધા પાત્રોને લૉકડાઉને એકવાર ફરીથી ફૅમસ કરી દીધા છે. કોરોના વાઈરસથી બચવા અને લોકોનું મનોરંજન કરવા ફરીથી આ સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. આ સીરિયલના પાત્રો હાલ ઘણા ચર્ચિત છે. જેમકે રામ, સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાન. આ બધા પાત્રોને ફૅન્સનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ વાઈરસથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં લક્ષ્મણ રેખા ખેંચીને બેઠા છે. દૂરદર્શનની વધતી ટીઆરપીને જોઈને એવું લાગે છે કે લોકો રામાયણને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. વાત કરીએ રામાયણમાં રાવણના દીકરા મેઘનાદનું પાત્ર ભજવનાર વિજય અરોરા એક એવા એક્ટર હતા, જેમણે બૉલીવુડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને કહેવાય છે કે એમની એક્ટિંગ જોયા બાદ એક્ટર રાજેશ ખન્નાને પણ ડર થવા લાગ્યો હતો. તો કરો એમની ફિલ્મી કરિયર પર એક નજર
26 April, 2020 02:26 IST