આજનો મોર્ડન જમાનો મલ્ટીટાસ્કિંગનો છે. લોકો પ્રોફેશનની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ફક્ત સામાન્ય માણસો જ નહીં સેલેબ્ઝ પણ આમાંથી બાકાત નથી. દરરોજ ટીવી સ્ક્રિન પર દેખાતા ટીવી સેલેબ્ઝ માત્ર અભિનય જ કરે છે એવું નથી. કેટલાંક ટીવી સેલેબ્ઝ છે જેને પોતાના બિઝનેસ પણ છે. ટીવીમાં અભિનય કરીને તો તેઓ લાખો રૂપિયા કમાય છે. સાથે-સાથે તેઓ અન્ય બિઝનેસ પણ કરે છે અને તેમાંથી પણ લાખોની કમાણી કરે છે. કોઈ સેલેબ્ઝ હોટેલના માલિક છે તો કોઈ રેસ્ટોરાંના માલિક છે, કોઈકનો તો ગોવામાં યોગ સ્ટુડિયો છે. આવો આજે આપણે ટીવી સેલેબ્ઝના સાઈડ બિઝનેસ પર નજર કરીએ...
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
29 September, 2020 05:57 IST