રણબીર કપૂરને ‘ઍનિમલ’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળતાં તેણે કહ્યું હતું કે તે આ અવૉર્ડ તેના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, ‘પાપા મેરી જાન’ રિશી કપૂર અને તેની દીકરી રાહાને ડેડિકેટ કરે છે.
ફિલ્મ `એનિમલ` માટે રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળ્યો છે. તો, આલિયા ભટ્ટને `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. આ દરમિયાન હવે તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી ફિલ્મફેર એવોર્ડ 2024 ખુબ જ ચર્ચામાં છે. એમાંય ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બૉલિવૂડનો ફેમસ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતની મોટી મોટી હસ્તીઓનો જમાવડો ગિફ્ટ સીટી ખાતે જોવા મળ્યો હતો. ત્યારે આ તકે ઢોલીવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતાં. મલ્હારથી લઈ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ સહિતના કલાકારોએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી.
Filmfare Awards 2024: ફિલ્મફેર એવોર્ડ્સ 2024 આજે રાત્રે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે શરૂ થયો, જેમાં હિન્દી સિનેમાની અદ્ભૂત ઉજવણી જોવા મળી. રેડ કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સે પોતાની આગવી શૈલી અને અંદાજ સાથે એન્ટ્રી કરી. રણબીર કપૂરથી લઈને વિક્રાંત મેસી અને આલિયા ભટ્ટથી લઈ સારા અલી ખાનના અવોર્ડ લુક પર નજર કરીએ..
બી-ટાઉન સ્ટાર્સ ૨૮ જાન્યુઆરીના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે ૬૯ મા ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ના રેડ કાર્પેટ પર બિરાજમાન થયા હતા. રણબીર કપૂર, અને રાજકુમાર રાવથી લઈને આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાને મેગા એવોર્ડ નાઈટમાં હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં હાજરી આપી હતી. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ પણ ૬૯ મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ માં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૨૩ માં, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL)એ ૬૯મા ફિલ્મફેરનું આયોજન કરવા માટે વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (એ ટાઈમ્સ ગ્રુપ કંપની) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
૬૯મો ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ૬૯ મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ ગુજરાત ટુરીઝમના સહયોગથી, ગાંધીનગર ખાતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે તૈયાર છે. સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ, એવોર્ડ સમારોહ શ્રેષ્ઠ પ્રતિભાઓનું પ્રદર્શન કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કરણ જોહર, વરુણ ધવન, અને જાહ્નવી કપૂરે સિનેમાની દુનિયા અને તેનાથી આગળની ગ્લેમરસ સાંજની અપેક્ષાઓ ઊભી કરીને તેની સમજ આપી. જાહ્નવી કપૂર સાથે વરુણ ધવન અને કરણ જોહર વચ્ચેની મસ્તીભરી મજાક જોવા માટે આખો વીડિયો જુઓ!
દર વર્ષે, IIFA એવૉર્ડ નાઇટ ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેટલાક મોટા સ્ટાર્સને એકસાથે લાવે છે . IIFA એવોર્ડ્સ 2023 એ ગ્લોઝ અને ગ્લેમની રાત હતી, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ ઇવેન્ટમાં સામેલ થયા હતા. આ ઈવેન્ટમાં વિકી કૌશલ, સારા અલી ખાન, અનુભવ બસ્સી, ફરદીન ખાન, રાજકુમાર રાવ, બાબિલ ખાન, એશા ગુપ્તા, સંજય કપૂર, ચંકી પાંડે, રાખી સાવંત, એ આર રહેમાન અને બીજા ઘણા સેલેબ્સે હાજર રહ્યા હતા.
ફિલ્મ ફેર ઓટીટી એવૉર્ડ્સની ત્રીજી સિઝન તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી અપી હતી.
22 December, 2022 04:00 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK