Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Festival

લેખ

બાળહનુમાનને અંજનીમાતાના વહાલના આ દૃશ્યએ ભક્તજનોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી.

સાળંગપુરમાં હનુમાનદાદાના શરણે સાતથી ૧૦ લાખ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક નમાવ્યું શીશ

સવારે અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીતી લીધાં

13 April, 2025 12:55 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
શાકભાજી અને તરબૂચ આરોગતી ગૌમાતાઓ.

ત્રણ ટન શાકભાજી ને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાઓને ભોજન કરાવ્યું

ઉત્તર ગુજરાતમાં ડીસા તાલુકાના સાંડિયા ગામે જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી

13 April, 2025 12:38 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ખારમાં આવેલા શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિર

શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિરમાં પાંચ લાખ કરતાં વધારે ઘંટ છે

આજે હનુમાન જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર સાથે સંકળાયેલી અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ

13 April, 2025 07:35 IST | Mumbai | Kajal Rampariya
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં આવેલા વો​ન્ટિમિટ્ટા મંદિરમાં ગઈ કાલે રામ-સીતાના વિવાહનો ભવ્ય પ્રસંગ ઊજવાયો

રામ-સીતાના વિવાહપ્રસંગે હાથેથી ફોલેલા એક કરોડ હળદરવાળા ચોખા ભગવાનને ધરાવ્યા

ભગવાન રામ-સીતાનાં લગ્નમાં ચંદ્રદેવની હાજરી નહોતી એટલે ખાસ તેઓ અટેન્ડ કરી શકે એ માટે પૂર્ણિમા વખતે સાંજના સમયે આ કલ્યાણમની વિધિ કરવામાં આવી હતી.

12 April, 2025 05:58 IST | Amaravati | Gujarati Mid-day Correspondent
હનુમાન ભગવાનની ફાઇલ તસવીર

હનુમાન જયંતી 2025: રાશિ અનુસાર જોઈ લો કયો મંત્રજાપ, પૂજા-વિધિ અપાવશે લાભ

Hanuman Jayanti 2025: દરેક રાશિના સ્વામી જુદા હોય છે આજે આપણે વાત કરીશું તમામ રાશિઓ પ્રમાણે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.

11 April, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ યોજાયો હતો. લગ્ન સંપન્ન થતાં ઉપસ્થિત ધાર્મિકજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને ફૂલોથી વધાવ્યાં હતાં.

માધવપુરમાં બુધવારે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ રંગેચંગે સંપન્ન

પોલીસે આપી પ્રભુને સલામી : દ્વારકા જતી જાનનું પોરબંદરમાં હરખભેર સ્વાગત કરાયું

11 April, 2025 10:33 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું શનિવારે આયોજન

બાપા સીતારામ સેવા સંસ્થા - મીરા રોડ દ્વારા શનિવાર, ૧૨ એપ્રિલે મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

11 April, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(ડાબેથી) વિશાલ શાહ, કલગી શાહ, પાયલ પટેલ, કલ્પેશ પટેલ, જીનલ બેચરા, નૂતન કોઠારી, શ્રેયસ કોઠારી, સ્વપ્ન મલિક, સુરભિ મલિક.

દહિસરની નૉર્ધર્ન હાઇટ્સ સોસાયટીમાં નવકાર મહામંત્ર જાપનું આયોજન થયું

એક જ દિવસમાં ૧૫થી વધુ દાતા પોતાની ઇચ્છા અનુસાર યોગદાનમાં આગળ આવ્યા અને ૩૫૦થી અધિક રહેવાસીઓ સાથે મળીને નવકાર મહામંત્રના જાપ કરી નૉર્ધર્ન હાઇટ્સની ધરતીને પાવન બનાવવામાં સહભાગી થયા.

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અમદાવાદમાં કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં જોવા મળી. - ખાસ રેસીપીઝની ઝલક જાણો... - તસવીર પૂજા સાંગાણી

જ્યાફત: ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ

"અમદાવાદની પ્રસિદ્ધ `Gwalia SBR` રેસ્ટોરન્ટમાં સુંદર અને પોષણયુક્ત બ્લુબેરીને કેન્દ્રમાં રાખીને, `Gwalia` બ્રાન્ડના સંચાલક જય શર્મા અને `USA Blueberry` કોન્સ્યુલેટના સહયોગથી 7 એપ્રિલે પ્રથમ વખત બ્લુબેરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 25થી વધુ અનોખી મીઠાઈઓ અને નમકીન વાનગીઓ લૉન્ચ કરવામાં આવી, જેમ કે બ્લુબેરી ટસ્કીન, મિસ્ટી બ્લુબેરી બ્લોસમ, બ્લુબેરી ડિલાઈટ, બ્લુબેરી પૉપ, બ્લુબેરી કાજુકતરી, બ્લુબેરી રબડી, બ્લુબેરી સંદેશ, બ્લુબેરી ફેન્ટેસી, બ્લુબેરી દહીં વડાં, બ્લુ બેરી સ્મુઘી, બ્લુબેરી આઈસ ટી વગેરે. દરેક વાનગીએ મને એક નવી દિશા અને સ્વાદનો અનુભવ કરાવ્યો. મને આ ઇવેન્ટમાં બ્લુબેરી સ્વીટ્સ લૉન્ચ કરવાની સાથે વિશેષ રેસિપીઝનો અનુભવ કરવાની અનોખી તક મળી હતી. આ લેખમાં, હું પેસ્ટ્રી શેફ મોનિલા સુરાણાની બ્લુબેરી રેસિપીઝના સ્વાદ અને સ્વાસ્થ્યના અનોખા સંયોજન વિશે વાત કરીશ, તેમજ આ ઇવેન્ટની માહિતી પણ શૅર કરીશ." ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

18 April, 2025 05:37 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી કરે છે. (તસવીરો: મિડ-ડે)

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણીની તસવીરો સાથે જાણો તહેવાર વિશેની આ રસપ્રદ બાબતો

હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોભાયાત્રાનું આયોજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉત્તર મુંબઈ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું (તસવીરો: સતેજ શિંદે)

બોરીવલીમાં રામ નવમીની ઉજવણી, શોભાયાત્રામાં ભારે ઉત્સાહ સાથે હિન્દુ સંગઠન જોડાયા

રામ નવમી 2025 નિમિત્તે, મુંબઈના બોરીવલી પશ્ચિમ ખાતે સ્વામી વિવેકાનંદ રોડ પર સકલ હિન્દુ સમાજના સભ્યોએ ભવ્ય રથયાત્રામાં ભાગ લીધો હતો. (તસવીરો: સતેજ શિંદે)

07 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાઇક રેલીમાં ભાગ લીધેલ પરંપરાગત પોષાકમાં સજ્જ મહિલાઓ (તસવીર - અતુલ કાંબળે)

મહિલાઓની આવી બાઇક રેલી ક્યાંય નહીં જોઈ હોય, ગિરગાંવમાં ગુઢીપાડવાની ઉજવણી

ગુઢીપાડવા નિમિત્તે આજે મુંબઈમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરગાંવમાં શોભાયાત્રા નીકળી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પરંપરાને ધ્યાનમાં રાખતાં મહિલાઓએ બાઇક રેલી યોજી હતી. (તસવીર - અતુલ કાંબળે)

31 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લેઝિમ નૃત્ય કરતી મહિલાઓ (તસવીરો - અનુરાગ અહિરે)

મુંબઈ ન્યૂઝ : ગોરેગાંવમાં મરાઠી મુલગીની અફલાતૂન લેઝિમકળા જોવા ઊમટ્યાં લોકો

મુંબઈમાં ઠેરઠેર ગુઢીપાડવાની ઉજવણી જોવા મળી રહી છે. ગોરેગાંવમાં મહારાષ્ટ્રીયન મહિલાઓએ લેઝિમ સાથે લોકોનું મોનોરંજન કર્યું હતું. લેઝિમ ડાન્સ એ ગુઢીપાડવાની ઉજવણીનો જ એક પારંપરિક ભાગ છે. (તસવીરો - અનુરાગ અહિરે)

31 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

રેખા ગુપ્તાએ દિલ્હીમાં બૈસાખી સેલિબ્રેશનમાં હાજરી આપી

રેખા ગુપ્તાએ દિલ્હીમાં બૈસાખી સેલિબ્રેશનમાં હાજરી આપી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોડલ ટાઉન રામલીલા પાર્કમાં બૈસાખી ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો.

14 April, 2025 09:57 IST | New Delhi
હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

૧૪ માર્ચે હોળીના તહેવાર પહેલા શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદોને આવરી લેવામાં આવી. શહેરના SP રાજેશ એસ. એ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી આપી.શહેરમાં `લાટ સાહેબ` હોળી પહેલાની તૈયારીઓ અંગે, SP રાજેશ એસ. એ કહ્યું, "અમે એક મહિના પહેલા શાંતિ સમિતિની બેઠક શરૂ કરી હતી અને જરૂરી સંખ્યામાં સુરક્ષા દળોની માંગણી કરી હતી... કુલ મળીને, લગભગ ૩૫૦૦ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે... લાટ સાહેબની બંને બાજુની બધી મસ્જિદોને આવરી લેવામાં આવી છે... અમે ડ્રોન, CCTV દ્વારા નજર રાખી રહ્યા છીએ... બધી તૈયારીઓ કરવામાં આવી છે."

12 March, 2025 10:19 IST | Shahjahanpur
રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહા કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિને ફ્લોટિંગ જેટી પર રક્ષકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા, પછી તેઓ ડૂબકી મારવા માટે રેમ્પ નીચે ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ પછી તે આવું કરનાર બીજા ભારતીય રાષ્ટ્રપતિ છે. તેણીની મુલાકાત `મૌની અમાવસ્યા` દરમિયાન દુ:ખદ ભાગદોડના એક અઠવાડિયા પછી આવી છે, જેમાં લગભગ 30 ભક્તો માર્યા ગયા હતા. સંગમમાં નાહવા માટે વહેલી સવારે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ. વધુ માટે વિડિયો જુઓ

10 February, 2025 06:39 IST | Prayagraj
સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતના અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. વિશ્વભરના લોકોએ વિવિધ થીમ પર પોતાના પતંગોનું પ્રદર્શન કર્યું.

11 January, 2025 03:06 IST | Ahmedabad
ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોને સ્થાનિકોએ ભાવુક શ્રદ્ધાંજલિ આપી - જુઓ વીડિયો

ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોને સ્થાનિકોએ ભાવુક શ્રદ્ધાંજલિ આપી - જુઓ વીડિયો

જર્મનીના મેગડેબર્ગમાં લોકો 20 ડિસેમ્બરે થયેલા દુ:ખદ ક્રિસમસ માર્કેટ હુમલાના પીડિતોનું સન્માન કરી રહ્યા છે. એક વાહન બજારમાં ભીડમાં ઘૂસી ગયું, જેમાં નવ વર્ષના બાળક સહિત પાંચ લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા. . સમુદાય આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે, અને ઘણા લોકો જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેઓ ઘાયલ થયા છે તેમને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હુમલાએ શહેરને આઘાતમાં મૂકી દીધું છે, કારણ કે સ્થાનિકો અને મુલાકાતીઓ પીડિતોને યાદ કરવા માટે એકસાથે આવે છે. અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે, અને આ હૃદયદ્રાવક દુર્ઘટનાથી પ્રભાવિત લોકો માટે સમર્થન ચાલુ છે.

23 December, 2024 01:18 IST | Berlin
જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

જબ ખુલી કિતાબની કાસ્ટ અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂરે IFFI 2024 પ્રીમિયરમાં

ફિલ્મ `જબ ખુલી કિતાબ`નું 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)માં ભવ્ય સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સૌરભ શુક્લા દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી, આ ફિલ્મ રમૂજ દ્વારા જટિલ સંબંધોની શોધ કરે છે અને તેમાં પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને માનસી પારેખ સહિતની કલાકારો છે. ફિલ્મની કાસ્ટે પ્રેક્ષકોની પ્રતિક્રિયા વિશે એકસાઈટમેન્ટ અને ગભરાટનું મિશ્રણ વ્યક્ત કર્યું. પહેલી વખત IFFIમાં હાજરી આપનાર માનસી પારેખ પીઢ કલાકારો સાથે કામ કરવા માટે રોમાંચિત હતી. અપારશક્તિ ખુરાના અને પંકજ કપૂર બન્નેએ ફિલ્મના સ્ક્રીનિંગ વિશે તેમનો આનંદ અને ચેતા શૅર કર્યા. સૌરભ શુક્લાએ તેમની ફિલ્મને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં દર્શાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

29 November, 2024 05:10 IST | Mumbai
નાગા ચૈતન્ય અને તેની મંગેતર શોભિતા ધૂલીપાલા, IFFI 2024માં નાગાર્જુન સાથે જોડાયા

નાગા ચૈતન્ય અને તેની મંગેતર શોભિતા ધૂલીપાલા, IFFI 2024માં નાગાર્જુન સાથે જોડાયા

ગોવામાં 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં, અભિનેતા નાગાર્જુન અક્કીનેનીએ ભારતીય સિનેમાના સુવર્ણ યુગને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને રાજ કપૂર, મોહમ્મદ રફી અને તપન સિંહા જેવા દિગ્ગજોના કાલાતીત કાર્યની યાદ અપાવી. આ ઇવેન્ટની શરૂઆત નાગાર્જુન રિબન કાપવાના સમારંભ સાથે થઈ હતી, તેની સાથે તેની પત્ની અમલા, પુત્ર નાગા ચૈતન્ય અને નાગા ચૈતન્યની મંગેતર શોભિતા ધૂલીપાલા હતા.

22 November, 2024 03:12 IST | Panaji

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK