Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fashion News

લેખ

કરીના કપૂર ‘નો મેકઅપ’ લુક

કરીનાનો સિમ્પલ ઈદ-લુક ડ્રેસની કિંમત ૪૭,૦૦૦+ રૂપિયા

જ્યારે પણ ફૅશન અને સ્ટાઇલની વાત આવે છે ત્યારે કરીના કપૂર હંમેશાં બાજી મારી જાય છે, પણ હાલમાં પરિવાર સાથે ઈદ સેલિબ્રેટ કરતી વખતે કરીનાની તસવીર સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.

03 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે

અનન્યાએ જાહેરમાં કરી રાશાની અવગણના

તેનું આવું વર્તન જોઈને રવીનાની દીકરીનું પડી ગયું હતું મોઢું

01 April, 2025 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન ખટ્ટર, શિલ્પા શેટ્ટી, તારા સુતરિયા, મલાઇકા અરોરા

રૅમ્પ પર ટૉપલેસ થઈ ગયો ઈશાન ખટ્ટર

અડાલજની વાવમાંથી પ્રેરણા લઈને ડિઝાઇન કરેલાં આઉટફિટમાં દેખાડ્યો અનોખો અંદાજ

01 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને હાર્દિક પંડયા

સ્ત્રીઓના ગળાની શોભા વધારતા નેકલેસ હવે તો પુરુષો પણ પહેરી રહ્યા છે

બૉલીવુડના ઍક્ટરોથી માંડીને સામાન્ય યુવકોમાં નેકલેસ પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ પાછળ કયાં પરિબળો જવાબદાર છે એ અગ્રણી ફૅશન-ડિઝાઇનર પાસેથી જાણીએ.

01 April, 2025 06:51 IST | Mumbai | Heena Patel
 જાહ્‍નવી કપૂર, કલ્કિ કોચલિન, ઇબ્રાહિમ અલી ખાન

જાહ્‍નવી કપૂર ગુજરાતી પરંપરાગત બાંધણી પ્રિન્ટનો બૉડીકોન પહેરીને ફૅશન વીકમાં છવાઈ

લૅક્મે ફૅશન વીકમાં પાંચમા દિવસે જાહ્‍નવી કપૂર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાહ્‍નવીએ ડિઝાઇનર રાહુલ મિશ્રાના કલેક્શનમાંથી ગુજરાતની પરંપરાગત બાંધણી પ્રિન્ટનો બ્લૅક બૉડીકોન ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ સાથે તેણે મૅચિંગ ઍક્સેસરી અને મેકઅપ કર્યો હતો.

31 March, 2025 04:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાનની ઘડિયાળ (તસવીર સૌજન્ય: મિડ-ડે)

રમઝાનના મહિનામાં સલમાન ખાને પહેરી રામ મંદિરવાળી ઘડિયાળ, હવે...

Salman Khan Wears Ram Mandir Watch: એક મીડિયા ઇન્ટરએક્શન દરમિયાન લોકોની નજર સલમાન ખાનની ઘડિયાળ પર ગઈ. એ ઘડિયાળ સામાન્ય નહોતી. એમાં રામ મંદિરનું સુંદર ચિત્ર છપાયું હતું. આ નાનકડી ઘડિયાળે મોટો સંદેશો આપ્યો, કે સલમાન ખાન દરેક ધર્મનું સન્માન કરે છે.

31 March, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ

આયા ટ્રેન્ડ લેઝી ફૅશન કા

ફૅશનેબલ દેખાવા માટે આજકાલ લોકોને વધુ મહેનત કરવી ગમતી નથી, ઓછા એફર્ટ‍્સમાં જ કમ્ફર્ટેબલ સ્ટાઇલિંગ કરવાનું હવે લોકો વધુ પસંદ કરી રહ્યા છે

28 March, 2025 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચહેરા પર આદું ઘસવાથી પિમ્પલ્સ જાય?

આદુંને જો કાચું જ ઘસવામાં આવે તો એ ત્વચાને ફાયદો આપવાને બદલે નુકસાન આપશે, એથી આ નુસખાને ટ્રાય કરતાં પહેલાં આ લેખ વાંચી લેજો

28 March, 2025 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કરીના કપૂર ખાન, મીરા રાજપૂત

ગ્લોબલ ફૅશન બ્રૅન્ડના શોમાં એક છત નીચે ભેગાં થઈ ગયાં કરીના અને મીરા

જાહેરમાં શાહિદ અને બેબોની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત ઍક્ટરની એક્સ અને પત્નીનો સામનો થયો જાણીતી ગ્લૉબલ ફૅશન બ્રૅન્ડ વિવિયેન વેસ્ટવુડ દ્વારા મુંબઈમાં એનો પહેલો શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં કરીના કપૂર ખાન, મીરા રાજપૂત, આદિત્ય રૉય કપૂર, પત્રલેખા, વાણી કપૂર, માનુષી છિલ્લર અને જાહ‌્નવી કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ શોમાં એક જ છત નીચે કરીના અને મીરા ભેગાં થઈ ગયાં હતાં, પણ તેમણે એકબીજાંનો સામનો કરવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલાં જાહેરમાં શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત શાહિદની એક્સ અને પત્નીનો સામનો થયો હતો.

03 April, 2025 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે, લિએન્ડર પેસ, નુશરત ભરૂચા, કરિશ્મા કપૂર, ભૂમિ પેડણેકર

લૅક્મે ફૅશન વીકની શરૂઆતમાં જ શો-સ્ટૉપર તરીકે અનન્યા છવાઈ

ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી આ ઇવેન્ટનું આ પચીસમું વર્ષ છે ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા લૅક્મે ફૅશન વીક (LFW)ની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે અને ૨૬ માર્ચે આ વીકની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ વખતે લૅક્મે ફૅશન વીકનું આયોજન ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની શરૂઆતમાં ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેનું ‘સિલ્વર કૉલર’ કલેક્શન લૉન્ચ કર્યું હતું. આ શોમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડે શો-સ્ટૉપર તરીકે જોવા મળી હતી. આ શોમાં અનન્યાનો લુક બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. અનામિકા ખન્નાનું આ કલેક્શન અત્યારની મૉડર્ન, બોલ્ડ, ઇન્ડિપેન્ડન્ટ અને પોતાની જાતને કોઈ પણ જાતના ડર વગર અભિવ્યક્ત કરી શકતી આધુનિકાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલાબ, મોગરો

રંગબેરંગી ફૂલો વાવવાની પર્ફેક્ટ સીઝન આવી ગઈ છે

ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી ગૅલરીનું ગાર્ડન ખતમ થઈ જશે. અલબત્ત, ઉનાળામાં તો ‍ફ‍ૂલધરા છોડ વધુ સરસ રીતે ખીલે છે. યોગ્ય ‍ફ‍ૂલધરા છોડ વાવીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉનાળાની ગરમીમાં પણ લીલોતરું રંગીન ગાર્ડન ઘરમાં મસ્ત શાતા આપશે. આવું કઈ રીતે શક્ય છે આવો જાણીએ ગરમીની ઋતુમાં હર્યાંભર્યાં વૃક્ષોની હરિયાળી આંખોને ઠંડક આપે એ માટે લોકો વૃક્ષોની તાજી હવાની લહેરખી માણવા દિવસે નહીં તો રાતે પણ બહાર નીકળી પડે છે. ગમેએટલા પંખા કે ACમાં રહો, ફૂલઝાડ જે તાજગી બક્ષે છે એવો મૅજિક હજી પણ મશીન નથી આપી શકતાં. જોકે દરેક માટે આમ ટહેલ પણ સરળ નથી હોતી એટલે લોકો ઘરમાં એકાદ ખૂણામાં નાનો તો નાનો છોડ વાવી નાનકડો બગીચો બનાવી ઠંડકનો લહાવો લણી લે છે. એમાંય હરિયાળી સાથે જો રંગબેરંગી ફૂલો ભળે તો શું વાત. સવાલ થાય કે ગરમીમાં પણ શું બહાર ખીલતી હશે? જવાબ છે, હા. આ વિશે વાત કરતાં પ્લાન્ટેશન નિષ્ણાત અને લૅવિશ લૅન્ડસ્કેપના ઓનર મનોજ મહેતા કહે છે, ‘ગરમીની ઋતુ આમ તો કોઈ પણ છોડ માટે બહુ જ પડકારજનક હોય છે, પણ આવી ગરમી ફૂલોવાળા છોડ માટે વરદાનરૂપ છે અને એમાં જે પ્લાન્ટ ઊગે છે એને મરણ નથી હોતું, આ એટલા મજબૂત છોડ હોય છે. જો તમે એની ડાળી કટ કરીને ક્યાંક લગાડો તો એ ફરી ઊગવા લાગશે. દસ મિલીલિટર પાણીમાં પણ એ છોડ સરસ સર્વાઇવ કરી શકે છે. શરત એટલી જ કે આ દરેકને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ.’ ગરમીમાં તમે આ ફૂલોના પ્લાન્ટ્સ વાવી શકો છો. એ વિશે મનોજ મહેતા પાસેથી જાણકારી મેળવીએ. માટી અને ખાતર ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં મૅક્સિમમ સનલાઇટ આવે છે એવો ખૂણો પસંદ કરવા પર ભાર મૂકતાં મનોજભાઈ કહે છે, ‘આમ તો આ બધા ચારથી ૬ કલાક સૂર્યપ્રકાશ માગતા પ્લાન્ટ્સ છે. ઘરમાં લગભગ આ રીતે જ સૂર્યપ્રકાશ મળતો હોય છે. માટીનું મીડિયમ પોરસ રાખવું. પાણી સાંજે જ આપો. પ્લાન્ટના હિસાબે ખાતર આપવું. એપ્રિલ મહિનો ખાતર આપવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારું કૂંડું એક ફુટનું અને છોડ એક ફુટનો છે તો પાંચથી છ સ્પૂન ખાતર આપો. નૅચરલ ખાતરમાં વર્મી કમ્પોસ્ટ અથવા નીમ પેટ આપો. અથવા એક વર્ષ જૂનું છાણનું ખાતર જે સાવ ભૂકો થઈ જતું હોય એ આપી શકાય. એપ્રિલ મહિનો ખાતર આપવાનો સમય છે.’ પાણી આપવાની યોગ્ય પદ્ધતિફૂલધરા છોડ માટે સૂર્યપ્રકાશનો મોટો રોલ છે એમ જ પાણીનો પણ છે એવું જણાવતાં મનોજભાઈ કહે છે, ‘લોકો વિચારે છે કે બહુ તડકો પડે છે તો વધુ પાણી આપવું ખોટું છે. જો તમારે ત્યાં રાતે ઠંડક પડે છે તો પાણી ઓછું આપો. જો તમારે ત્યાં રાતે પણ ગરમી છે તો સવારે સાત વાગ્યા પહેલાં પાણી આપો. સાદું લૉજિક છે, ગૅસ પર પાણી મૂકીએ તો વરાળ લાગે અને એ આપણનેય લાગે. એવી જ રીતે તડકામાં પાણી આપો તો એ જે વરાળ નીકળે એ પ્લાન્ટને નુકસાન કરે છે. એટલે સવારે ગરમી ચડે એ પહેલાં પાણી આપો અથવા સાંજે પાંચ-છ વાગ્યે જ્યારે સૂર્યનો પ્રકાશ પ્લાન્ટ પર સીધો ન પડતો હોય ત્યારે પાણી આપવું.’

07 March, 2025 07:00 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
જ્વેલરી ડિઝાઇનર અલકા પટેલ અને તેમણે ડિઝાઈન કરેલી જ્વેલરી

રોજ કરતાં હટકે લુક આપે છે બોહેમિયન જ્વેલરી

જોકે ઍનિમલ શેપ્સ કે રિલિજિયસ સિમ્બૉલ્સ ધરાવતી આ પ્રકારની જ્વેલરી પહેરવી હોય તો એ કોની સાથે પહેરાય અને ક્યારે નહીં એની  બેઝિક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

25 February, 2025 06:57 IST | Mumbai | Rajul Bhanushali
જાહનવી કપૂર

અંબોડાને પણ સજાવો પીંજરાથી

વિવિધ પ્રકારના અંબોડા માત્ર ઇન્ડિયન સ્ટાઇલમાં જ નહીં, વેસ્ટર્ન કૉસ્ચ્યુમ્સ સાથે પણ બહુ જ સરસ લાગે છે. એમાંય જાહનવી કપૂરે ‘ઉલઝ’માં બનને સજાવવા કેજ સ્ટાઇલની જે ઍક્સેસરી વાપરી હતી એ હવે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે કોણે અને કેવી રીતે સ્ટાઇલ કરવું : શૈલવી શાહ ઑફિસમાં શિફોન કે લિનન-કૉટન સાડી પહેરી હોય ને અંબોડો કરીને આ ઍક્સેસરી નાખી હોય તો કડક લુક ક્રીએટ કરી શકાય છે. ફૉર્મલ પૅન્ટ-શર્ટ કે બ્લેઝર સાથે પણ પેર કરી શકાય છે. હેર બન કેજ બધી જ ઉંમરની સ્ત્રીઓ પહેરી શકે છે. બન કરવામાં બેઝિક વસ્તુઓનું ધ્યાન રાખવું. યુઝ્અલી યંગર છોકરીઓ ઊંચો અંબોડો બનાવીને પહેરે તો સરસ લાગશે. જ્યારે મિડલ એજ વિમેન લૂઝ લો બન કે મેસી બન સાથે પહેરી શકે. જો તમારું ફોરહેડ મોટું હોય તો પાંથીની બેઉ સાઇડથી લટ કાઢીને ઢીલો અંબોડો કરવો અને પછી આ ઍક્સેસરી નાખવી. એનાથી કપાળ નાનું લાગે છે. જો તમે હેર બન કેજ પહેર્યું છે તો સાથે માંગટીકા જેવી ઍક્સેસરી ન પહેરી શકાય. હા, કાનમાં મોટાં ઇઅરરિંગ્સ ચોક્કસ પહેરી શકાશે. ટૂંકમાં લુકને બૅલૅન્સ કરવો જરૂરી છે. લગ્ન જેવો કોઈ પ્રસંગ હોય તો સાથે ફ્રેશ ફ્લાવર્સ પણ નાખી શકાય. તમે બીજી જે કંઈ ઍક્સસેસરીઝ પહેરી છે એની સાથે બ્લેન્ડ થવું જોઈએ. દાખલા તરીકે જો તમે મોતીની માળા પહેરી છે તો એની સાથે ઑક્સિડાઇઝ્ડ બ્રેસલેટ નહીં પહેરી શકાય પણ થોડાંક ઝીણાં મોતી હોય એવું જ બ્રેસલેટ તમે ચૂઝ કરશોને? બિલકુલ એવી જ રીતે આ ઍક્સેસરી પણ પેર કરવી.

03 February, 2025 01:11 IST | Mumbai | Rajul Bhanushali
અનન્યા પાંડે

ઋષિકન્યાઓની જેમ ફેમસ થઈ રહ્યા છે ફ્રેશ ફ્લાવર કૉસ્ચ્યુમ્સ

અનન્યા પાંડેએ તાજેતરમાં મોગરાનાં ફૂલમાંથી બનાવેલું બ્લાઉઝ અને ફૂલોની ચાદર જેવો દુપટ્ટો પહેરીને ફોટોશૂટ કરાવેલું. ફ્રેશ ફૂલોના મોંઘાદાટ કૉસ્ચ્યુમ્સનો હવે દબદબો વધી રહ્યો છે

28 January, 2025 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાડી લવર્સ મહિલાઓ

સાડી હૈ સદા કે લિએ: ટ્રેકિંગ કરવા જવું હોય કે કૉલેજ; અમે તો સાડી જ પહેરીએ

આજે જ્યારે દાદી-નાનીએ પણ સાડીને અલવિદા કહીને સલવાર અને જીન્સની સાથે દોસ્તી કરી લીધી છે ત્યારે વચ્ચેના એકાદ-બે દાયકા એવા હતા જેમાં સાડી પહેરવાનું ઓછું થઈ ગયું હતું, પરંતુ હમણાંથી સાડીઓ ફરી લોકપ્રિય થઈ રહી છે. ઇન ફૅક્ટ, સાડી વર્સેટાઇલ અટાયર બની ગઈ છે. સાડી સૌમ્યતા, સ્ત્રીત્વ અને પરંપરાનું પ્રતીક ગણાતી હતી અને હજી ગણાય છે. એટલે જ આજના વેસ્ટર્નાઇઝેશનના જમાનામાં પણ સાડી પહેરતી જાજરમાન માનુનીઓનો ઠસ્સો કંઈક ઔર જ છે. આવતી કાલે વિશ્વ સાડી દિવસ છે ત્યારે દર્શિની વશી અને રાજુલ ભાનુશાલી કેટલીક એવી સાડીપ્રેમી મહિલાઓને શોધી લાવ્યાં છે જેમના સાડી પ્રત્યેના લગાવ વિશે જાણવા જેવું છે.

20 December, 2024 12:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દરજી, જિમ ટ્રેઇનર, હેરડ્રેસર પુરુષો હોય તો શું સ્ત્રીઓ અસુરક્ષિત છે?

ઉત્તર પ્રદેશ મહિલા આયોગના કહેવા મુજબ આવું છે અને એટલે જ તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હવે દરેક જિમ, સૅલોંમાં સ્ત્રીઓ માટે ફીમેલ સ્ટાફ હોવો જોઈએ. એટલું જ નહીં પુરુષ ટેલર મહિલાનું માપ નહીં લઈ શકે અને બ્યુટી પાર્લર કે હેર કટિંગનું કામ પણ પુરુષો નહી કરી શકે જેવી ભલામણો કરવામાં આવી છે. જોકે મહિલા આયોગના આવા વિચાર સાથે શું આજનો સમાજ સહમત થાય છે ખરો? ચાલો જાણીએ મહિલાઓ પર વધતા જતા અત્યાચાર પર લગામ કસવા તેમ જ તેમની સુરક્ષા વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવાની ભલામણ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે કરી છે. આયોગે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધાર લાવવા માટે કેટલાક પ્રસ્તાવ રાખ્યા છે. આ પ્રસ્તાવમાં પુરુષ દરજીઓ દ્વારા મહિલાઓનું માપ લેવા પર તેમ જ પુરુષો દ્વારા મહિલાઓને જિમ અને યોગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવા પર પ્રતિબંધ મૂકવાની વાત છે. મહિલા આયોગની ગાઇડલાઇન મુજબ ટેલરની દુકાનમાં મહિલાઓના કપડાંનું માપ પુરુષોને બદલે મહિલાઓ જ લેવી જોઈએ. એવી જ રીતે જિમ-યોગ સેન્ટરના સંચાલકોએ મહિલાઓ માટે મહિલા ટ્રેઇનર રાખવા જોઈએ એટલું જ નહીં, મહિલાઓની કપડાંની દુકાનોમાં મહિલા સ્ટાફને રાખવાની તેમ જ સ્કૂલ બસમાં મહિલા સિક્યૉરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક રાખવાની ભલામણ પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. એ સિવાય સલૂનમાં પણ સ્ત્રીઓના વાળ કાપવા માટે ફીમેલ હેરડ્રેસર સ્ટાફ રાખવાનો આગ્રહ રખાયો છે. ૨૮ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાં મળેલી રાજ્ય મહિલા આયોગની બેઠકમાં દરેક જિલ્લા અધિકારીઓને મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત થાય એ માટેની આવી ગાઇડલાઇન્સ આપવામાં આવી હતી. આ પ્રસ્તાવ અમલમાં આવે એ પહેલાં જ એને કારણે એક ડિબેટ છેડાઈ છે. એક તરફ સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને વિકાસની ખેવના કરે છે ત્યાં બીજી તરફ સુરક્ષા કે સન્માનના મામલે ફરીથી સંકુચિત માનસિકતા તરફ લઈ જતા નિર્દેશો નથી શું? શું આજની મૉડર્ન જમાનાની મહિલાઓને આ પ્રકારની ‘સુરક્ષા’ની જરૂર છે? આ મુદ્દે અમે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સાથે વાત કરી અને જે ક્ષેત્રમાં ‘બેડ ટચ’ની સંભાવનાઓ વધુ દેખાય છે એવા ક્ષેત્રના પુરુષ નિષ્ણાતોને પણ પૂછી જોયું. મુંબઈની ઓપન માઇન્ડેડ સોસાયટીમાં આ બાબતે કેવી ચર્ચાઓ થઈ એ વિશે જાણીએ.

11 November, 2024 04:32 IST | Mumbai | Heena Patel

વિડિઓઝ

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં સૌપ્રથમ વિવિએન વેસ્ટવુડ ફેશન શો ભવ્ય હતો. આ શો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયો હતો, જેમાં બ્રિટિશ પંક કોચરને ભારતના કારીગરી કાપડ સાથે જોડવામાં આવ્યો હતો. કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, દિશા પટાની, માનુષી છિલ્લર, રાજકુમારી, આદિત્ય રોય કપૂર સહિત બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

02 April, 2025 07:38 IST | Mumbai
કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

કેન્યે વેસ્ટ અને બિઆન્કા સેન્સોરીના વિવાદાસ્પદ દેખાવથી 2025 ગ્રેમીની બહાર નીકાળી

2025 ગ્રેમીસમાં, યે (અગાઉ કેન્યે વેસ્ટ) એ હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તે તેની પત્ની, બિઆન્કા સેન્સોરી હતી, જેણે તેના હિંમતવાન, લગભગ પારદર્શક ડ્રેસથી સ્પોટલાઇટ ચોરી કરી હતી. શ્રેષ્ઠ રેપ ગીત માટે યે નામાંકન હોવા છતાં, તે સેન્સોરીની બોલ્ડ ફેશન પસંદગી હતી જેણે ઑનલાઇન વિવાદને વેગ આપ્યો હતો. આ દંપતી, જેમણે ડિસેમ્બર 2022 માં લગ્ન કર્યાં હતાં, તેઓ એક ટોળકી સાથે બિનઆમંત્રિત પહોંચ્યા હતા અને બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, અટકળોને વેગ આપ્યો હતો અને એવોર્ડ શોમાં તેમના અણધાર્યા દેખાવ તરફ ધ્યાન દોર્યું હતું.

05 February, 2025 06:37 IST | Los Angeles
NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

મનીષ મલ્હોત્રાએ IFFI 2024માં ફિલ્મ નિર્માતા તરીકે ભાવિ યોજનાઓ જાહેર કરી

IFFI 2024માં, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કરવાની તેમની લાંબા સમયથી રાહ જોવાતી ઇચ્છા જાહેર કરી. તેની પ્રથમ ફિલ્મ `સાલી મોહબ્બત` રિલીઝ થયા પછી, તેણે જાહેરાત કરી કે વધુ બે ફિલ્મો તૈયાર છે. તેણે શેર કર્યું કે ફિલ્મો બનાવવાનું તેનું સ્વપ્ન પૂરું કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તે વર્ષોથી આકર્ષક સામગ્રી બનાવવાનું કામ કરી રહ્યો હતો. મલ્હોત્રાએ સાડા ત્રણ વર્ષ પહેલાં તેમની પ્રોડક્શન કંપની, સ્ટેજ5 પ્રોડક્શન્સ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ અનોખી સ્ક્રિપ્ટની શોધમાં હતા. સાલી મોહબ્બત પછી, તેના આગામી પ્રોજેક્ટ્સમાં બન ટિક્કી અને ઉલ જુલૂલ ઇશ્કનો સમાવેશ થાય છે.

27 November, 2024 02:57 IST | Mumbai
અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા, વેદાંગ રૈનાનો ફેશન ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજ

અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા, વેદાંગ રૈનાનો ફેશન ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજ

મુંબઈમાં તાજેતરમાં એક વાઈબ્રન્ટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેલિબ્રિટીઝ અને ઇન્ફલ્યુઅન્સર્સની ફેશને સહુનું ધ્યાન ખેંચ્યું હતું. બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ મેટાલિક ગોલ્ડ ક્રૉપ ટૉપ, બોડી-હગિંગ સ્કર્ટને `બ્રેકઆઉટ સ્ટાર` એવોર્ડ જીત્યો હતો. વેદાંગ રૈનાને ‘વન ટુ વૉચ’ એવૉર્ડ મળ્યો હતો. તેણે પ્રિન્ટેડ લુઝ ટી સાથે એસિડ વૉશ્ટ જીન્સ પહેર્યું હતું. સ્પોર્ટ્સ ટ્રેલબ્લેઝર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યાનો લૂક કેઝ્યુલ હતો. આ ઇવેન્ટમાં સાન્યા મલ્હોત્રા, તાનિયા શ્રોફ, કુશા કપિલા, સોનાલી બેન્દ્રે, ગુરફતેહ પીરઝાદા અને ઉર્ફી જાવેદ સહિત અન્ય સ્ટાઇલિશ સેલેબ્સે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

25 October, 2024 03:20 IST | Mumbai
વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

વેદાંગ રૈનાએ યુવાનો માટે તેના સ્કિનકેર રહસ્યો શેર કર્યા

જિગ્રા સ્ટાર વેદાંગ રૈના વ્યસ્ત શેડ્યૂલ સાથે તેની ત્વચાને કેવી રીતે ગ્લોઇંગ રાખે છે ? આ વિશિષ્ટ વિડિયોમાં, તે સાથી સેલિબ્રિટીઓ તરફથી મળેલી શ્રેષ્ઠ સ્કિનકેર સલાહ અને શેર કરે છે ઉપરાંત, વેદાંગ યુવાન પુરુષો માટે બનાવેલી કેટલીક વ્યક્તિગત સ્કિનકેર ટીપ્સ આપે છે. તેના મનપસંદ હેક્સ અને રહસ્યોને ચૂકશો નહીં !

28 September, 2024 11:52 IST | Mumbai
આલિયા ભટ્ટ, સારા અલી ખાન, શનાયા કપૂર અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં આવ્યા

આલિયા ભટ્ટ, સારા અલી ખાન, શનાયા કપૂર અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં આવ્યા

આલિયા ભટ્ટ, સારા અલી ખાન અને શનાયા કપૂરે અનંત અને રાધિકાના `શુભ આશીર્વાદ` સમારોહમાં હાજરી આપી, અને ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું, જુઓ વીડિયો.

14 July, 2024 04:14 IST | Mumbai
રણવીર સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ટિફની એન્ડ કંપનીના ઈવેન્ટ્સમાં

રણવીર સિંહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ટિફની એન્ડ કંપનીના ઈવેન્ટ્સમાં

મુંબઈમાં ટિફની એન્ડ કંપનીના ફ્લેગશિપ બુટિક લોન્ચિંગ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર, રણવીર સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા અનેક બી-ટાઉન સેલિબ્રિટીઝે તેમની હાજરીથી ફૅશનની અવિસ્મરણીય નાઈટના ઈવેન્ટમાં ચારચાંદ લગાવ્યા હતા. બી-ટાઉન સેલિબ્રિટીઝે આ દરમિયાન કેવા આઉટફિટ પહેર્યા હતા તે જોવા માટે જુઓ વીડિયો.

09 May, 2024 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK