બંટા સોડા, ગોલીપોપ સોડા, લીલી બાટલીવાળી સોડા આ નામથી આપણી પ્રિય સોડા માત્ર બાળપણ જ નહીં પણ જીવનભરની અનેક યાદોમાં કેદ છે. અને હવે તે યુકે અમેરિકા, સાઉદી અરબ દેશોના લોકોને બંટા સોડા ફોડતા જુઓ તો નવાઈ પામશો નહીં. કારણ કે ભારત અને ગુજરાતમાં પરંપરાગત અને વ્યાપક પીવાતું આ ઠંડુ પીણું હવે વૈશ્વિક બજાર સુધી પહોંચતું થયું છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)એ ગોલી પોપ સોડાના પહેલા દરિયાઈ શિપમેન્ટને રવાના કર્યું. યુકે, યુરોપ અને ગલ્ફના દેશોમાં સફળ ટ્રાયલ શિપમેન્ટ બાદ લુલુ હાઇપરમાર્કેટ સાથે સતત સપ્લાય માટે ભાગીદારી કરી છે.
13 February, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent