Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Entertainment

લેખ

સ્નેહા દેસાઈ કિરણ રાવ સાથે.

હું બીજાનો સ્ક્રીનપ્લે લખું છું, પણ મારી લાઇફનો સ્ક્રીનપ્લે ભગવાને લખ્યો છે

પોતાની પહેલી જ ફિલ્મ લાપતા લેડીઝ માટે IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટરનો અવૉર્ડ મેળવનારી સ્નેહા દેસાઈ અત્યારે આમિર ખાન પ્રોડક્શન્સ અને ફૅન્ટમ પ્રોડક્શન્સની નવી ફિલ્મો લખવામાં વ્યસ્ત છે

16 March, 2025 01:23 IST | Mumbai | Rashmin Shah
કે. એલ. સૈગલ

સૈગલસાબે કહ્યું, તખ્ત લાઈએ, મૈં તખ્ત પર બૈઠકર ગાતા હૂં

તલત મેહમૂદ, કિશોર કુમાર, મુકેશ, સી. એચ. આત્મા, સુરેન્દ્ર અને બીજા ગાયકો કુન્દનલાલ સૈગલની ગાયકીના દીવાના હતા. કારકિર્દીની શરૂઆતમાં આ કલાકારો જાણે-અજાણે તેમના જેવી ગાયકી પેશ કરીને પ્રસિ​​દ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા.

16 March, 2025 01:21 IST | Mumbai | Rajani Mehta
ગૌરી

ગૌરીએ આમિરની બે જ ફિલ્મ જોઈ છે, દિલ ચાહતા હૈ અને લગાન

વાઇરલ તસવીરમાં ગૌરી સુંદર લૅવન્ડર કુરતા અને બ્લૅક લેગિંગ્સમાં જોવા મળી રહી છે. તેના ચહેરા પર આકર્ષક સ્મિત છે અને તે બહુ સુંદર લાગી રહી છે.

16 March, 2025 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત હાલમાં ફિનલૅન્ડમાં પોતાની પત્ની માન્યતા અને બે બાળકો દીકરા શાહરાન અને દીકરી ઇકરા સાથે રજાઓ માણી રહ્યો છે

ભોલેનાથની ઉપસ્થિતિની કોઈ સીમા નથી

ફિનલૅન્ડ જઈને નૉર્ધન લાઇટ્સનો અદ્ભુત નજારો માણ્યા પછી સંજય દત્તે કહ્યું...

16 March, 2025 10:58 IST | Finland | Gujarati Mid-day Correspondent

ફોટા

દેબ મુખરજી

ઍક્ટર દેબ મુખરજીનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન

ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા. દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા. દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાનકી બોડીવાલા, સ્નેહા દેસાઈ

આઇફા અવૉર્ડ્‍સમાં બે ગુજરાતી કન્યાઓનો સપાટો

જાનકી બોડીવાલાને  શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર આઇફા અવૉર્ડ્‍સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્‍સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્‍સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે  બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આઇફા અવૉર્ડ્‍સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને  ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી. આઇફા અવૉર્ડ્‍સના વિજેતાઓની યાદી બેસ્ટ લીડિંગ રોલ (મેલ) કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3) બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ) નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ) બેસ્ટ ડિરેક્શન કિરણ રાવ (લાપતા લેડીઝ) બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ રાઘવ જુયાલ (કિલ) બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ) જાનકી બોડીવાલા (શૈતાન) બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ) રવિ કિશન (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ) બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ) શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ) બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ) લક્ષ્ય લાલવાણી (કિલ) બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ) પ્રતિભા રંતા (લાપતા લેડીઝ) બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર રામ સંપથ (લાપતા લેડીઝ) બેસ્ટ લિરિક્સ પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ) બેસ્ટ સિંગર (મેલ) જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ) બેસ્ટ સિંગર (ફીમેલ) શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0) બેસ્ટ સ્ક્રીનપ્લે સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ) બેસ્ટ ડાયલૉગ્સ અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370) બેસ્ટ સિનેમૅટોગ્રાફી રફી મેહમૂદ (કિલ) બેસ્ટ ડાન્સ ડિરેક્ટર બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા) બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩) આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા રાકેશ રોશન  

11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
સંજય લીલા ભણસાલીએ ઘડેલા સ્ત્રી પાત્રોની તસવીરોનો કૉલાજ

દેવદાસથી હીરામંડી સુધી: સંજય લીલા ભણસાલીએ ઘડ્યાં દળદાર મહિલા પાત્રો

સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાના સૌથી જાણીતા ફિલ્મમેકર્સમાંના એક છે, જેમની ભવ્ય વિચારધારા અને દળદાર સ્ટોરીટેલિંગે ઈન્ડસ્ટ્રીને એક આગવી ઊંચાઈ આપી છે. તેમની ફિલ્મની ખાસ વાત તેમની ભવ્યતા નહીં, પણ તે પાત્ર છે જે વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. ભણસાલીની ફિલ્મોમાં જે સૌથી ખાસ વસ્તુ છે, તે છે તેમના મહિલા પાત્રોની તાકાત. તેમની ફિલ્મોમાં મહિલાઓ માત્ર સુંદર અને ગ્રેસફુલ જ નહીં પણ મજબૂત, સાહસી અને પ્રેરણાદાયક પણ હોય છે. તેમના સંઘર્ષ, તેમની મક્કમતા, તેમની ભાવનાઓ - દરેક વસ્તુને ભણસાલી પોતાના અલગ અંદાજમાં રજૂ કરે છે, જેથી તેમના પાત્ર હંમેશા યાદગાર બની જાય છે. આ વિમેન્સ ડે પર જાણો, તેમની ફિલ્મની સૌથી દળદાર અને આઇકૉનિક મહિલા પાત્રોને જાણીએ, જેમણે મોટા પડદા પર મૂકી પોતાની એક આગવી છાપ.

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજન લાલની બાયોગ્રાફી `I DID IT MY WAY`ના લૉન્ચિંગ ઇવેન્ટની યાદગાર ક્ષણ

મુંબઈમાં રાજન લાલની બાયોગ્રાફી `I DID IT MY WAY` ફિલ્મી સિતારાઓના હસ્તે લૉન્ચ

રાજન લાલના જીવનચરિત્રનું પુસ્તક `I DID IT MY WAY: MY LIFE OF LOVE, BETRAYAL, REGRET AND WISDOM`નું ભવ્ય લૉન્ચિંગ મુંબઈમાં યોજાઇ ગયું. આ લૉન્ચિંગ ઇવેન્ટમાં સુનીલ દત્ત, પ્રેમ ચોપરા, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા, રણજીત, અનુપમ ખેર, રણજીત, મહેશ ભટ્ટ, અનુપ જલોટા, પ્રિયા દત્ત વગેરેએ પ્રસન્નતા વ્યક્ત કરી. મંજૂ રામાનન દ્વારા લેખિત રાજન લાલની બાયોગ્રાફીનું દુબઈમાં વિમોચન થયા બાદ હવે રાજન લાલે મુંબઈમાં તેનું વિમોચન કર્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

અભિષેક બચ્ચન અભિનીત આગામી ફિલ્મ `બી હેપ્પી`નું સ્ટાર-સ્ટડેડ સ્ક્રીનિંગ 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થાય તે પહેલાં થયું હતું. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સિંગલ પિતા અને તેની પુત્રીની ભાવનાત્મક વાર્તા કહે છે જે એક લોકપ્રિય ડાન્સ શોમાં પરફોર્મ કરવાનું સ્વપ્ન જુએ છે. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ હતી, જેમાં નોરા ફતેહી, મલાઈકા અરોરા, ટાઈગર શ્રૉફ અને ધનશ્રી વર્મા જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. રેમોના નજીકના મિત્રો અને સહયોગીઓ, જેમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસનો સમાવેશ થાય છે, તેમણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

13 March, 2025 07:12 IST | Mumbai
આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai
 રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને અભિનેત્રી સના મકબુલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમના ગીત `ભામાઈ` વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો. બિગ બોસ ઓટીટી 3 દરમિયાન મજબૂત બંધન વિકસાવનાર આ જોડીએ તેમના સહયોગ અને તેમની મિત્રતાએ ટ્રેકને કેવી રીતે પ્રભાવિત કર્યો તે વિશે વાત કરી. રિયાલિટી શો જીતનાર સનાએ નેઝી માટે પ્રશંસા વ્યક્ત કરી, તેને સમર્થનનો આધારસ્તંભ ગણાવ્યો. તેણીએ તેમના માટે જન્મદિવસનો હૃદયપૂર્વકનો સંદેશ પણ લખ્યો, જેમાં તેમના અતૂટ જોડાણને પ્રકાશિત કરવામાં આવ્યું. પોતાની કાચી અને અધિકૃત વાર્તા કહેવા માટે જાણીતા નેઝીએ ઉમેર્યું કે ભામાઈ તેમના સહિયારા અનુભવો અને કલાત્મક સિનર્જીને પ્રતિબિંબિત કરે છે. તેમની કેમિસ્ટ્રી, સ્ક્રીન પર અને બહાર, ચાહકોને વધુ સહયોગની આતુરતાથી રાહ જોઈ રહી છે.

20 February, 2025 07:02 IST | Mumbai
શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી પહેલીવાર દક્ષિણ સ્ટાર જ્યોતિકા સાથે મહિલા-નિર્દેશિત હાઇ-સ્ટેક ડ્રામા ડબ્બા કાર્ટેલમાં સહયોગ કરશે, જેમાં સાઈ તામહણકર, શાલિની પાંડે, અંજલી આનંદ, નિમિષા સજયન અને અન્ય કલાકારો પણ છે. તાજેતરમાં, જ્યારે નેટફ્લિક્સે આ આગામી મનોરંજન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું, ત્યારે સમગ્ર કલાકારો શો અને એકબીજા સાથેના તેમના મિત્રતા વિશે વાત કરવા માટે ભેગા થયા, જેમાં આઝમીએ હૃદયપૂર્વક કબૂલાત કરી કે જ્યોતિકાને જે ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવી હતી તે માટે તે ઇચ્છતી નથી.

19 February, 2025 05:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK