કલર્સ ચૅનલ પર આવતી કાલથી શરૂ થઈ રહેલા ‘બિગ બૉસ 14’માં આ વખતે ફ્યુચરિસ્ટિક ડિઝાઇન બનાવવામાં આવી છે. આ વર્ષની થીમ ‘બિગ બૉસ દેગા 2020 કો જવાબ’ છે. આ થીમમાં તેમણે મૉલ, થિયેટર, સ્પા અને સ્લીપર સેલ જેવી ઘણી વસ્તુઓ નવી ઉમેરી છે. આ હાઉસની ડિઝાઇન ઓમંગ કુમાર દ્વારા કરવામાં આવી છે. આ વિશે ઓમંગ કુમારે કહ્યું હતું કે ‘મેં અને વિનીતા ઓમંગ કુમારે અઢી મહિના પહેલાં જ્યારે ઘરની ડિઝાઇન વિશે વિચાર્યું હતું ત્યારે એને ફ્યુચરિસ્ટિક બનાવવાનું નક્કી કર્યું હતું. લૉકડાઉન દ્વારા લોકોએ જે-જે વસ્તુને મિસ કરી હતી એને અમે આ ઘરમાં રાખવાનું નક્કી કર્યું હતું. અમે ફન્કી બ્રાઇટ કલર્સ અને મેટાલિક કલર્સનો ઉપયોગ કર્યો હતો જેથી થીમને અનુરૂપ નવીનતા આવે. તેમ આ વખતે અમે એન્ટ્રન્સથી લઈને ડાઇનિંગ એરિયાથી બેડરૂમ દરેક વસ્તુમાં સીધી લાઇનની જગ્યાએ આડીઅવળી લાઇન એટલે કે રસ્તો બનાવ્યો છે.’
03 October, 2020 10:06 IST