Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Diwali

લેખ

દિલ્હીમાં ૨૦૧૭માં રમાયેલી ભારત-શ્રીલંકા ટેસ્ટ-મૅચમાં ખરાબ હવામાનને કારણે પ્લેયર્સે માસ્ક પહેરવા પડ્યા હતા.

નવેમ્બરમાં દિલ્હીમાં ટેસ્ટ-મૅચ યોજવાના આયોજન પર કેમ ઊઠી રહ્યા છે સવાલ?

દિવાળી પછીનો સમયગાળો દિલ્હીમાં હવાની ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ નથી અને ૨૦૧૭માં ડિસેમ્બરની શરૂઆતમાં શ્રીલંકા સામેની ટેસ્ટ-મૅચમાં એની અસર જોવા મળી હતી.

05 April, 2025 02:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુનીતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં ગઈ કાલે ફટાકડા ફોડતા લોકો.

સુનીતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ

ફટાકડા ફ‍ૂટ્યા, અખંડ જ્યોત સાથે શોભાયાત્રા નીકળી, ૨૦ કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો

20 March, 2025 01:57 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અમદાવાદની ઉત્તરાયણ જોવા અને પતંગ ચગાવવા માટે માટુંગાથી અમદાવાદ આવેલાં જયલ, માનસી અને તેમની દીકરી રીવા. અમદાવાદમાં ઉત્તરાયણમાં રાત્રે ફટાકડા ફૂટ્યા હતા. લોકોએ આતશબાજી કરી હતી.  તસવીરો : જનક પટેલ

માટુંગાની ગડા ફૅમિલીએ અમદાવાદની એક ટ્રિપમાં ઉત્તરાયણ અને દિવાળી બન્નેની મોજ માણી

અમદાવાદમાં ઉત્તરાયણની રાત્રે દિવાળીની જેમ ફટાકડા ફૂટતા જોઈ અચરજ પામી ગયા

16 January, 2025 12:05 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર (ડાબે ઉપર), પાવાગઢ મંદિરમાં દર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓ (જમણે ઉપર), સોમનાથ મંદિરનો રાત્રિ-નઝારો (ડાબે નીચે), ગીરના જંગલમાં સિંહ જોવા જતા સહેલાણીઓ (જમણે નીચે).

ગુજરાતમાં દિવાળીમાં હરવા-ફરવાનાં સ્થળ કરતાં દેવસ્થાનો બની રહ્યાં હૉટ-સ્પૉટ

દેશ-વિદેશના ૬૧ લાખથી વધુ પ્રવાસીઓથી ગુજરાતનાં યાત્રાધામો અને પ્રવાસનસ્થળો ધમધમી ઊઠ્યાં: દ્વારકા, અંબાજી, પાવાગઢ, સોમનાથ ટૉપ ડેસ્ટિનેશન તો સ્ટૅચ્યુ ઑફ યુનિટી, કાંકરિયા, ગીર જંગલ પણ બન્યાં સહેલાણીઓનાં પસંદગીનાં સ્થળ

26 November, 2024 11:04 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલ વિનાની આવતી કાલ

‘જમાનો બદલાઈ ગયો છે’ એવું આપણે વાત-વાતમાં બોલીએ છીએ. આ જમાનો એટલે શું? તમારી બાલ્યાવસ્થા કે શિશુ અવસ્થામાં આ જમાનો એક ઇતિહાસ હતો

24 November, 2024 02:31 IST | Mumbai | Dr. Dinkar Joshi
સ્પીડમાં દોડતી ટ્રેનની છત પર બેઠો છે અને ભેળ બનાવીને લોકોને આપી રહ્યો છે.

પૂરપાટ દોડતી ટ્રેનની છત પર બેસીને ફેરિયાે ભેળ વેચવા નીકળ્યો

દિવાળીનો તહેવાર હોય કે ગિરનારની પરિક્રમા હોય ત્યારે રેલવે-સ્ટેશન પર એટલીબધી ભીડ હોય છે કે લોકો ટ્રેનના ટૉલેટમાં પણ ઘૂસી જાય છે તો કેટલાક લોકો છત પર બેસી જાય છે.

17 November, 2024 05:49 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રિયા પ્રશાંત ગડા

દિવાળીના દીવાની જ્યોતે એક જીવનદીપ બુઝાવ્યો

બેસતા વર્ષે એક રેસ્ટોરાંમાં દીવાની જ્યોતના સ્પર્શથી પ્રિયા ગડાના ડ્રેસે પકડેલી આગે તેમને પણ લપેટમાં લઈ લીધાં ઃ ૬૫ ટકા દાઝી ગયેલાં માટુંગાનાં આ હોમમેકરના શરીરમાં ૧૫ દિવસની સારવાર દરમ્યાન ઇન્ફેક્શન પ્રસરી ગયું હતું અને એ જીવલેણ નીવડ્યું

17 November, 2024 09:50 IST | Mumbai | Rohit Parikh
લોકોએ કપડાં, બુક્સ જેવી અનેક આઇટમો બેન્ચ પર મૂકી  હતી (ડાબે), ટ્રૉલી ભરીને સામાન લઈ આવેલા આ યુવાનના મોઢા પર આપવાનો અને મદદ કરવાનો આનંદ છલકાતો હતો (જમણે)

બોરીવલીમાં ૧૪ સોસાયટીના સિવિક પાર્ક ફેડરેશનની દિવાળીમાં અનુકરણીય પહેલ

મેમ્બરોને હાકલ કરી ન વપરાતી ચીજો ડોનેટ કરવાની, ૧૦ બેન્ચ ત્રણ વખત ભરાઈ અને ત્રણ વખત ખાલી થઈ : રહેવાસીઓના ઘરે કામ કરતી મહિલાઓ, ડ્રાઇવરો, સિક્યૉરિટી ગાર્ડ‍્સ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ લઈ ગયાં

12 November, 2024 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ત્રિવેણી ભાનુશાલીના ઘરમાં લાગેલી આગ બાદ રિનોવેટ થયેલ ઘરની તસવીરો

ભાનુશાલીઓ માટે ખડેપગે ઊભા રહેતા દિલીપ લાંડે પર જનતાએ વરસાવ્યું વ્હાલ, જુઓ તસવીરો

ભાનુશાલી સમાજ માટે સતત ખડેપગે રહેતા એવા દિલીપ લાંડેએ ફરી એકવાર પોતાને આપેલા `મામા` ઉપનામની ફરજ બજાવી છે. દિવાળીના દિવસોમાં લોકો જ્યાં ઘરમાં દિવા પ્રગટાવીને ઉત્સવનો આનંદ માણે છે ત્યારે ભાનુશાલી સમાજના એક મહિલા ત્રિવેણી ભાનુશાલીને ઘરે એકાએક આગ લાગી ગઈ. આ આગ એટલી બધી વધી ગઈ કે તેમનું આખું ઘર ભડકે બળ્યું, રહેવા લાયક સ્થિતિ તો નહોતી જ પણ કદાચ પહેરેલા કપડાં સિવાય પણ ઘરમાં કંઈ બચ્યું નહોતું. એવા સમયે દિલીપ મામા લાંડેના દીકરા પ્રયાગ દિલીપ લાંડેએ એક મિનિટનું મોડું ન કરતાં કૉન્ટ્રેક્ટરને બોલાવી આજે આ ઘર આખું નવેસરથી બનાવી આપ્યું છે. દિલીપ લાંડેનો આભાર માનતાં ત્રિવેણી ભાનુશાલીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે તેમની સાથે શેઠિયાનગર ભાનુશાલી સોસાઈટીના પ્રમુખ જીતુભાઈ ભાનુશાલી અને ઉપપ્રમુખ હરેશ ભાનુશાલીએ પણ દિલીપ મામા લાંડેનો આભાર માન્યો છે, જાણો તેમણે શું કહ્યું...

18 November, 2024 06:15 IST | Mumbai | Shilpa Bhanushali
દેવદિવાળીએ વારાણસીમાં પ્રગટ્યા લાખો દીવડા: ચાર દિવસના ગંગા મહોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ, લેઝર શો અને આતશબાજી લોકોએ માણી

દેવદિવાળી અને ગુરુ નાનક જયંતીની દેશભરમાં ઉજવણી

વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.

16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડના સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી (તસવીરો: મિડ-ડે)

શિલ્પા શેટ્ટી, કંગના રનૌત સહિત આ સેલેબ્સે કરી ભાઈબીજની ઉજવણી, જુઓ તસવીરો

ભારત ભરમાં આજે ભાઈબીજની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના આ પાંચમાં દિવસે બૉલીવુડના અનેક સેલેબ્સ સહિત નેતાઓએ પણ ભાઈબીજની ઉજવણી કરી હતી. (તસવીરો: મિડ-ડે)

03 November, 2024 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂજ્ય સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં અન્નકૂટ ઉત્સવ યોજાયો

દાદરનાં BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા? જુઓ ફોટોઝ

સામાજિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે જાણીતી BAPS સંસ્થાના તમામ મંદિરમાં ગઇકાલે અન્નકૂટ ઉત્સવ યોજાયો. મુંબઈના દાદર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ થયો. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જુઓ તે તસવીરો

03 November, 2024 08:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફટાકડા હોય કે પછી લાઇટિંગ! દિવાળીની રાત્રિએ મુંબઈનું આકાશ જોવા જેવુ હતું. (તસવીરો- આશિષ રાજે)

મુંબઈનું આકાશ રંગોથી સજી ઊઠ્યું- મનમૂકીને મુંબઈકરોએ દિવાળી ઊજવી

મુંબઈમાં દિવાળીની જોરશોર સાથે ઉજવણી થઈ રહી છે. મુંબઈકરોએ મન મુકીને આ તહેવારનો આનંદ લીધો. ઠેર ઠેર ફટાકડા અને લાઇટિંગથી વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું જણાયું હતું. (તસવીરો- આશિષ રાજે)

03 November, 2024 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરંપરાગત દિવાળી

નૂતન વર્ષની વર્ષો જૂની આ પરંપરાઓ ઉજવણીને રાખે છે જીવંત

નવા વર્ષના સ્વાગતમાં બધે જ દીવા, કંદીલ અને લાઇટિંગનો પ્રકાશ તો કૉમન છે જ; પણ આપણે ત્યાં નૂતન વર્ષને આવકારવા માટે અનેક પરંપરાઓ પણ સંકળાયેલી છે. દરેક સમાજ અને પરિવારની વર્ષોથી ચાલી આવતી જુદી-જુદી પ્રથાઓ હોય અને એની જુદી ખાસિયત હોય. ભલે એવું લાગતું હોય કે હવે પરંપરાઓ કોણ પાળતું હશે? પણ ના, હજીયે કેટલાક પરિવારો ખૂબ પ્રેમથી આ પૌરાણિક ચલણને આગળ ધપાવે છે. જાણીએ કેટલાક પરિવારોની નોખી-અનોખી પરંપરાઓ વિશે બેસતા વર્ષે અમે તાજાં ફૂલોની રંગોળી કરીએ : આરતી અંત્રોલિયાબોરીવલીમાં રહેતાં આરતી અંત્રોલિયાના ઘરે પણ બેસતા વર્ષના દિવસે કઠોળના ચોળાનું શાક બને. પોતાના ઘરની પરંપરા વિશે વાત કરતાં આરતીબહેન કહે છે, ‘દર વર્ષે બેસતા વર્ષના દિવસે અમે તાજાં ફૂલોની રંગોળી કરીએ. ફૂલ એટલે શુભ. તાજાં ફૂલો સાથે નવા વર્ષની શરૂઆત થાય એટલે આખું વર્ષ એવું જ તાજું અને સુગંધિત વીતે એવો એની પાછળનો આશય. દિવાળીના પાંચ દિવસ અમારા ઘરે પૂરી બને. પાંચ દિવસ અમે રોટલીનો તવો ન મૂકીએ. બેસતા વર્ષના દિવસે કઠોળના ચોળાનું શાક રસાવાળું શાક બને, ગોળ અને કોકમ નાખીને. ધનતેરસના દિવસે તો તેલનો તાવડો પણ ન મુકાય એટલે ઘીમાં ઘઉંની ગળી સેવ બને અને સાથે તીખા પૂડલા બને. મારાં સાસુ કાયમ કહેતાં કે સારા દિવસો હોય ત્યારે રોટલી કે ખીચડી નહીં બનાવવાની. ભાઈબીજ પછીની ત્રીજના દિવસે મારા સસરાનો જન્મદિવસ આવતો એટલે અમારા માટે દિવાળી છ દિવસની રહેતી. એ દિવસે પણ રોટલી કે ખીચડી ન બનતાં. ધનતેરસના લાપસી, કાળીચૌદશના વડાં બને. જોકે હવે હું કંકાસ નથી કાઢતી પરંતુ વડાં તો બનાવવાનાં જ. દિવાળીના દિવસે અમે બાટ બનાવીએ. એ ઘઉંના ફાડા જેવી જ વાનગી છે.’

02 November, 2024 05:15 IST | Mumbai | Rajul Bhanushali
ગુરુ અને શિષ્યો સાથે મળીને છેલ્લાં પાંચ વર્ષથી દિવ્યાંગ બાળગૃહનાં ૩૦૦ બાળકો સાથે તહેવાર મનાવીને ખુશીઓ વહેંચે છે

એક સેલિબ્રેશન ઐસા ભી

દિવાળી અને નવા વર્ષની ઉજવણી મોટા ભાગે પરિવાર સાથે જ થતી હોય. સુખ-સમૃદ્ધિની શુભેચ્છાઓ પરસ્પર આપવાના આ પર્વમાં જો બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ તો એનો સંતોષ અતિશય મજાનો હોય છે. વારંવાર આવા સૅટિસ્ફૅક્શનનો સ્વાદ માણતા એવા લોકોને મળીએ જેમને દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં દિવ્યાંગો અને જરૂરિયાતમંદોની સાથે સુખની વહેંચણી કરવામાં મજા આવે છે દિવાળી આવે એટલે ઘર લાઇટિંગથી ઝગમગી ઊઠે, પરિજનો એકબીજા સાથે સમય વિતાવે અને આ પ્રકાશપર્વને સેલિબ્રેટ કરે. જોકે સમાજમાં એવા પણ લોકો છે જેમના માટે બે ટંકનો રોટલો રળવો મુશ્કેલ છે તો દિવાળીની ઉજવણી તો દૂરની વાત થઈ. આવા લોકો સાથે દિવાળીનું સેલિબ્રેશન કરીને તેમના જીવનને પ્રકાશિત કરવાનું કામ ઘણા લોકો કરે છે. જરૂરિયાતમંદોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાની સાથે જરૂરી ચીજવસ્તુઓની લહાણી કરીને યુનિક રીતે દિવાળીનું સેલિબ્રેશન કરતા લોકોને મળીએ.- કાજલ રામપરિયા, સમીરા દેખૈયા પત્રાવાલા

02 November, 2024 04:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુઓ જુઓ મનોહર અન્નકૂટ!

શાહીબાગનાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 1100થી વધુ વાનગીઓનો મનોહર અન્નકૂટ!

આજે દિવાળી બાદ નૂતન વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે BAPS સંસ્થાના તમામ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ થયો. આજે શાહીબાગ ખાતે પણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1100થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કર્યો હતો. આવો આ અન્નકૂટ ઉત્સવના દર્શન કરીએ

02 November, 2024 04:14 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મેરી કોપ યુનિવર્સ મેં સબ કા કેમિયો હોગા -  રોહિત શેટ્ટી

મેરી કોપ યુનિવર્સ મેં સબ કા કેમિયો હોગા - રોહિત શેટ્ટી

`સિંઘમ અગેન` વિશે નિખાલસ વાતચીતમાં, દિગ્દર્શક રોહિત શેટ્ટીએ `ભૂલ ભૂલૈયા 3` સાથે દિવાળીની અથડામણને સંબોધિત કરી, સમજાવ્યું કે જ્યારે બંને ફિલ્મ નિર્માતાઓ ઓવરલેપને ટાળવા માંગતા હતા, ત્યારે તેમની ફિલ્મની થીમને ચોક્કસ રિલીઝ સમયની જરૂર હતી. શેટ્ટીએ તેમની ચિંતા વ્યક્ત કરી હતી કે ફિલ્મને ખૂબ વહેલી અથવા મોડી રિલીઝ કરવાથી તેની ભાવનાત્મક અસર ઓછી થઈ જશે, પરંતુ તે રોમાંચિત છે કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે, તેને ઉદ્યોગ માટે જીત ગણાવી. જ્યારે અર્જુન કપૂરને ખલનાયક તરીકે કાસ્ટ કરવા અંગે પ્રી-રિલિઝ ટ્રોલિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શેટ્ટીએ નોંધ્યું કે કેવી રીતે ફિલ્મ રિલીઝ થયા પછી લોકોના મંતવ્યો ઘણીવાર બદલાય છે. શેટ્ટીએ તેના કોપ બ્રહ્માંડના ભાવિ હપ્તાઓમાં રોમાંચક ક્રોસઓવર અને કેમિયો દેખાવને ચીડવ્યો.

12 November, 2024 02:17 IST | Mumbai
આ દિવાળીને બનાવીએ થોડી વધુ ખાસ, સાથે મળીને ઉજવીએ તહેવારોનો ઉજાસ

આ દિવાળીને બનાવીએ થોડી વધુ ખાસ, સાથે મળીને ઉજવીએ તહેવારોનો ઉજાસ

Diwali 2024: આ દિવાળીની ચમક અને આનંદની ઉજવણી કરવા પ્રિયજનો સાથે ભેગા થાઓ. તેને પ્રકાશ, હૂંફ અને એકતાથી ભરેલો યાદગાર તહેવાર બનાવો.

30 October, 2024 10:42 IST | Mumbai
મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ ફરીથી જોડાશે; દિવ્યેન્દુ...

સુપરહિટ સિરીઝ મિર્ઝાપુર ટૂંક સમયમાં જ મોટા પડદા પર ફિલ્મ તરીકે આવશે! કાલીન ભૈયા તરીકે પંકજ ત્રિપાઠી, ગુડ્ડુ પંડિત તરીકે અલી ફઝલ અને મુન્ના ત્રિપાઠીની ભૂમિકામાં દિવ્યેન્દુ અભિષેક બેનર્જી સાથે, આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. આ સિનેમેટિક રૂપાંતરણ મિર્ઝાપુરની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જોવાનું વચન આપે છે, જ્યાં રૌડી ગુંડાઓ તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓને મહાકાવ્ય થિયેટ્રિકલ ભવ્યતામાં ફરીથી રજૂ કરશે. આ ફિલ્મને એમેઝોન, એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટનું સમર્થન છે. આ ફિલ્મ પુનીત ક્રિષ્ના દ્વારા બનાવવામાં આવી છે અને તેનું નિર્દેશન ગુરમીત સિંહ કરશે.

29 October, 2024 05:19 IST | Mumbai
અજય દેવગણ, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ અને રોહિત શેટ્ટીએ રાજ ઠાકરે સાથે દિવાળી ઉજવી

અજય દેવગણ, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ અને રોહિત શેટ્ટીએ રાજ ઠાકરે સાથે દિવાળી ઉજવી

સિંઘમ અગેઈનની રિલીઝ પહેલા, ફિલ્મના કલાકારો-અજય દેવગણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને દિગ્દર્શક રોહિત શેટ્ટી-મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરેના દિવાળી ઈવેન્ટમાં હાજરી આપી હતી, જે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ હતી. MNS વડાએ ભવ્ય ઉજવણીમાં ચારેય સ્ટાર્સનું સન્માન કર્યું હતું. ભીડે રમતિયાળ રીતે અર્જુન કપૂરને ચીડવ્યો, અને તેના મોહક વ્યક્તિત્વથી, અર્જુને ટીઝિંગને આગળ વધારી. અજય ટી અને વ્હાઇટ પેન્ટમાં ડૅપર દેખાતો હતો, તેના સિગ્નેચર ચશ્મા સાથે સંપૂર્ણ. રોહિત અને અર્જુન જીન્સ પર ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ પહેર્યા હતા, જ્યારે ટાઇગરે તેના નવા દાઢીવાળા લુકને દર્શાવતા બેજ ટી, વોશ-આઉટ જીન્સ અને ઓરેન્જ બીની પહેરી હતી. આ ચોકડીએ ઉત્સવની ઉજવણીમાં તેમની આગવી શૈલીઓ લાવી હતી.

29 October, 2024 05:12 IST | Mumbai
કાર્તિક આર્યન અને વિદ્યા બાલને ભૂલ ભુલૈયા 3ને ગણાવી દિવાળી 2024 માટે છે પરફેક્ટ

કાર્તિક આર્યન અને વિદ્યા બાલને ભૂલ ભુલૈયા 3ને ગણાવી દિવાળી 2024 માટે છે પરફેક્ટ

ભૂલ ભૂલૈયા 3 સિંઘમ અગેઇન આ દિવાળીએ સિનેમાઘરોમાં આવી રહી છે. આ વિડિયોમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન જણાવે છે કે શા માટે ભૂલ ભુલૈયા 3 જોવી જોઈએ. ભેલપુરી સાથે મૂવીની સરખામણી કરતા વિદ્યા બાલન કહે છે કે BB3માં દર્શકોને ગમે તેવી તમામ લાગણીઓ છે: તે મસાલેદાર, રોમેન્ટિક અને રોમાંચક છે. કાર્તિક આર્યન એ પણ શેર કર્યું કે તે "અમી જે તોમર 3.0" ના કેટલા ચાહક છે. વધુ જાણવા માટે, સંપૂર્ણ વિડિઓ જુઓ!

27 October, 2024 02:22 IST | Mumbai
દિવાળી પાર્ટીમાં ડેઈઝી શાહ, જન્નત ઝુબૈર, અયાન ઝુબૈર અને બીજા સલેબ્સ પહોંચ્યા

દિવાળી પાર્ટીમાં ડેઈઝી શાહ, જન્નત ઝુબૈર, અયાન ઝુબૈર અને બીજા સલેબ્સ પહોંચ્યા

ગૌતમ માધવને નોમી ખાતે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટ સાથે લાઇટના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ટેલી સ્ટાર્સ ગૌતમ માધવનના નિવાસસ્થાને દિવાળી પૂર્વેની પાર્ટી માટે આકર્ષાયા હતા. જન્નત ઝુબેર, અયાન ઝુબેર, રોશની વાલિયા, શ્રીરમા ચંદ્રા, ડેઈઝી શાહ અને સિદ્ધાર્થ કાનન જેવી ઘણી હસ્તીઓ હાજર રહી હતી.

25 October, 2024 06:43 IST | Mumbai
200 વર્ષ જૂની માટીકામની પરંપરા દિવાળી પહેલા જોખમમાં

200 વર્ષ જૂની માટીકામની પરંપરા દિવાળી પહેલા જોખમમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તાટારસ્તાનની રાજધાનીમાં આ બેઠક પાંચ વર્ષમાં બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ઔપચારિક ક્રિયાપ્રતિક્રિયાને ચિહ્નિત કરે છે અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર નિયમિત પેટ્રોલિંગ ફરી શરૂ કરવા પર બંને દેશોના કરારને અનુસરે છે.

24 October, 2024 06:31 IST | Dispur
પીએમ મોદીએ લોકોને 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે દિવાળીની ઉજવણી કરવાનું કહ્યું

પીએમ મોદીએ લોકોને 22 જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે દિવાળીની ઉજવણી કરવાનું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે નાગરિકોને તેમના ઘરોમાં `શ્રી રામ જ્યોતિ` પ્રગટાવવા અને 22 જાન્યુઆરી 2024 ના રોજ દીપાવલી ઉજવવા વિનંતી કરી હતી, જ્યારે અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિનો શિલાન્યાસ કરવામાં આવશે. અયોધ્યામાં એક મેગા જનસભાને સંબોધતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે આખું વિશ્વ 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આ માટે હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે. 

30 December, 2023 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK