Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dharmik Parmar

લેખ

આજનું આસ્થાનું એડ્રેસ છે બાન્દ્રામાં આવેલું રાધાકૃષ્ણ મંદિર

આસ્થાનું એડ્રેસ: બાન્દ્રાના ખેરવાડીનું રાધાકૃષ્ણ મંદિર એટલે ખટિક સમાજનું સર્વસ્વ

Aastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.

26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

Mast Rahe Mann: વર્કલોડ, પ્રેશર, અસલામતી? આમ કરવાથી કાર્યસ્થળે રહી શકશો હળવાફૂલ

Mast Rahe Mann: માનસિક તણાવ ઓછ કરવા કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સ્પષ્ટ સીમાઓ હોવી જ જોઈએ. અને તે વ્યક્તિએ પોતે જ નકકી કરવાની છે.

25 March, 2025 07:02 IST | Mumbai | Dharmik Parmar
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

Mast Rahe Mann: સ્ટુડન્ટ્સ એક્ઝામમાં આ ટેક્નિક્સની મદદથી થઈ શકે છે સ્ટ્રેસ-ફ્રી

Mast Rahe Mann: પરીક્ષાઓ વખતે સ્ટુડન્ટ્સ પોતે કઇ રીતે સ્ટ્રેસને ઓછો કરી શકે છે. તે માટેની ટેક્નિકસ વિષે આજે વાત કરીશું.

25 February, 2025 07:13 IST | Mumbai | Dharmik Parmar
તસવીર ડિઝાઇન: કિશોર સોસા

Mast Rahe Mann: શું છે જેન્ડર ડિસ્ફોરિયા? લક્ષણો, કારણો અને કઇ રીતે ખુશ રહેવું?

Mast Rahe Mann: એક જમાનો હતો જ્યારે વ્યક્તિ આવો લિંગ ભેદ અનુભવે તો તેને પોતાની જે શારીરિક સ્થિતિ મળી છે એ જ સ્વીકારવી પડતી, હવે નહીં.

11 February, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar

ફોટા

આજનાં વન્ડર વુમન છે આર્ટિસ્ટ અપર્ણા શેઠ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : પોતાના જેવી અનેક અપર્ણા શેઠ ઊભી કરી રહ્યાં છે મુંબઈનાં આ આર્ટિસ્ટ!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...

26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
કવિ રિષભ મહેતા

કવિવાર: ભરઉનાળે વરસાદમય કરતી કવિતાઓના સર્જક- રિષભ મહેતા

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.

18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના આજના એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ સિમ્પલ યોગ મુદ્રાથી પગના દુખાવા મટી જશે, એકાગ્રતા પણ વધશે

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સ્વસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

14 March, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK