ફિલ્મી પડદાનો સૌથી યુવા ચહેરો, જેના વ્યક્તિત્વમાં અદ્ભુત તાજગી હતી અને જેમની આવડતમાં મોતી જેવી ચમક હતી એવા દેવ આનંદ, ફિલ્મ ઈતિહાસના સદાબહાર અભિનેતા. ભલે તે આજે આપણી વચ્ચે નથી, પણ તેમનો અજોડ અભિનય અને ઉત્કૃષ્ટ દિગ્દર્શન આજે પણ ફિલ્મી પડદાનું ગૌરવ છે. ત્યારે વર્ષ 2024માં દેવ આનંદના ચાહકો માટે એક સુવર્ણ તક આવી છે. અભિનેતાની ફિલ્મ્સના અનોખા પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, શોકાર્ડ અને લોબી કાર્ડ્સને પોતાના ઘરે લઈ જવાની. જી હા, દેવ આનંદની કેટલીક ખાસ વસ્તુઓની હરાજી કરવામાં આવશે.
05 February, 2024 07:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent