World Cup 2023: Ambani family was present in Wankhede: India vs New Zealand સેમીફાઈનલ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના થયું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં 2023 વનડે વિશ્વકપની પહેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માએ ટૉસ જીત્યા બાદ કહ્યું હતું કે પિચ સારી છે, ટીમમાં કોઈપણ ફેરફાર કરવામાં નથી આવ્યા. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા અને ઓપનર શુભમન ગિલ, વિરાટ કોહલી સહિત બધા ખેલાડીઓએ પોતાની જબરજસ્ત બૅટિંગ અને બૉલિંગથી ન્યૂઝીલેન્ડની ટીમને ઘરભેગી કરી. આ રોમાંચક મેચને જોવા માટે અનેક બૉલિવૂડ સેલેબ્સ સામેલ થયા. જેમાં સૌથી પહેલા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ આવે છે આની સાથે જ રણબીર કપૂર, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અંબાણીઝ પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા. જુઓ તસવીરોમાં અંબાણી પરિવાર મેચનો આનંદ માણતાં...
16 November, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent