Dahanu Festival: પહેલા દહાણુ ઉત્સવની જબરદસ્ત સફળતા પછી હવે દહાણુ ફેસ્ટિવલ 2.0 તરીકે મનોહર દરિયાકાંઠાને જોવા માટે તૈયાર જાઓ. દહાણુ બીચ ખાતે 23મી, 24મી અને 25મી ફેબ્રુઆરીએ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ મુલાકાતીઓ મફત પ્રવેશ લઈ શકશે. દહાણુને એક ઉત્તમ ઑફ-બીટ છતાં સહેલાઈથી સુલભ બીચ હોલીડે ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા અને સ્થાનિક કલા સંસ્કૃતિ અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે, વાર્ષિક ઉત્સવનું આયોજન મહારાષ્ટ્ર સરકાર, સ્થાનિક સરકારી સંસ્થાઓ અને દહાણુ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા સહયોગથી કરવામાં આવ્યું છે.
14 February, 2024 08:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent