રાજકોટમાં જન્મેલા અને કૃષ્ણ કુજં પ્રૉડક્શનના સ્થાપક અને સીઈઓ વત્સલ જોશીએ માત્ર 25 વર્ષની ઊંમરે દેશના સૌથી યુવા મનોરંજન નિર્માતા તરીકે જાણીતા છે. વત્સલ જોશીએ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રૉજેક્ટ ગ્લેમ ફેમ લૉન્ચ કર્યો છે. ગ્લેમ ફેમ, ફેશન સાથે જોડાયેલો એક એવો રિયાલિટી શૉ છે જે યુવાનોને પોતાના સપનાની દુનિયામાં આવવા માટે એક સુવર્ણ તક આપશે. મૉડલ બનવાની દિશામાં પડકારોનો સામનો કરનાર યુવાનો અને યુવતીઓ માટે આ એક સારા સમાચારથી ઓછું નથી. આ સ્ટેજ તેમના ગ્રૂમિંગ, ફિટનેસ, પોર્ટફોલિયો અને કોરિયોગ્રાફીના કૌશલ્યને વધુ શાર્પ કરશે, જેથી તે મેન્ટર-આધારિત પ્રક્રિયાઓમાંથી પસાર થઈને ફિનાલે સુધી પોતાના હુનરને રજૂ કરવા માટે ઘડાઈ જાય. વૉટએવર પ્રૉડક્શન્સ, કૃષ્ણા કુંજ પ્રૉડક્શન્સ અને અનાઇકા પ્રૉડક્શન્સ દ્વારા નિર્મિત આ શૉ પસંદગી પામેલા પ્રતિસ્પર્ધીઓને ફેમની દિશામાં યોગ્ય પગલું લેવામાં મદદ કરશે.
16 November, 2023 08:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent