આમિર ખાનની ‘તલાશ’ના પ્રીમિયરમાં લગભગ આખા બૉલીવુડે હાજરી આપી હતી, પણ
ફિલ્મની બે હિરોઇનો રાની મુખરજી અને કરીના કપૂરમાંથી કરીના પ્રીમિયરમાં
હાજર ન રહેતાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા છે કે કરીનાએ આ દિવસે ‘તલાશ’ના
પ્રીમિયરમાં હાજરી આપવાને બદલે સલમાન ખાનના કલર્સ ચૅનલ પરના રિયલિટી શો
‘બિગ બૉસ’ના સેટ પર હાજર રહેવાનું પસંદ કર્યું હતું, કારણ કે એ દિવસે ત્યાં
તે ‘દબંગ ૨’ના પોતાના આઇટમસૉન્ગનું પ્રમોશન કરવાની હતી. આ સંજોગોમાં
કરીનાએ આમિર સાથેની ફિલ્મ કરતાં સલમાન સાથેના પોતાના સૉન્ગને પ્રાથમિકતા
આપી હતી.Photos : 'તલાશ'ના પ્રીમિયરમાં ઉમટ્યું બોલીવુડ
01 December, 2012 07:42 IST