ગણેશ ચતુર્થીનો સરસ માહોલ જામી રહ્યો છે ત્યારે મુંબઈમાં સર્વત્ર બાપ્પાની ભક્તિમાં લોકો લીન થઈ રહ્યા છે. મોંઘવારી હોય કે મનીની માથાકૂટ આ બધુ જ વિસરી જઈ લોકો બાપ્પા સાથે મજા કરી રહ્યા છે. મુંબઈના ઘાટકોપરમાં રહેતા રાહુલ ગોકલ વરિયાએ આ વર્ષે પોતાન ઘરમાં બાપ્પા માટે મુંબઈની જૂની ટ્રામની પ્રતિકૃતિ તૈયાર કરી છે. મુંબઈમાં 9 મે, 1874ના રોજ બોમ્બે ટ્રામવે કંપની લિમિટેડ દ્વારા પ્રથમ વાર ટ્રામ સર્વિસ શરૂ કરવામાં આવી હતી એ આખું દૃશ્ય તેમણે પોતાના ઘરમાં ઊભું કર્યું છે. તો આવો મળીએ રાહુલભાઈને, તેમની આ ટ્રામને અને ક્યૂટ બાપ્પાને!
08 September, 2024 12:45 IST | Mumbai | Dharmik Parmar