૨૫ વર્ષ પહેલાં સાવ સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં મમ્મી અને પપ્પાને, એટલે હવે મસ્ત ધામધૂમથી પરણાવ્યાં દીકરાએ
ઉમેશ સોલંકી અને રીના જાડેજાએ અઢી દાયકા પહેલાં સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં, એટલે ધામધૂમથી પરણવાની અધૂરી રહી ગયેલી તેમની ઇચ્છા ૨૩ વર્ષના દીકરા પાર્થે પૂરી કરી : એકલે હાથે બધી વ્યવસ્થા કરીને પાર્થે વાડીમાં લગ્ન ગોઠવ્યાં, ૨૦૦ મહેમાનોને બોલાવ્યા, મમ્મી-પપ્પાની ‘ફર્સ્ટ નાઇટ’ માટે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ બુક કરી અને બીજા દિવસે સવારે ઘરે મમ્મીનાં કંકુપગલાં કર્યાં
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત.
અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.
Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સ્વસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો
14 March, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો
હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ.
જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો.
ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.
સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો
ઉનાળાની ગરમી વર્તાવા લાગી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારી ગૅલરીનું ગાર્ડન ખતમ થઈ જશે. અલબત્ત, ઉનાળામાં તો ફૂલધરા છોડ વધુ સરસ રીતે ખીલે છે. યોગ્ય ફૂલધરા છોડ વાવીને એની જો યોગ્ય માવજત કરવામાં આવે તો ઉનાળાની ગરમીમાં પણ લીલોતરું રંગીન ગાર્ડન ઘરમાં મસ્ત શાતા આપશે. આવું કઈ રીતે શક્ય છે આવો જાણીએ
ગરમીની ઋતુમાં હર્યાંભર્યાં વૃક્ષોની હરિયાળી આંખોને ઠંડક આપે એ માટે લોકો વૃક્ષોની તાજી હવાની લહેરખી માણવા દિવસે નહીં તો રાતે પણ બહાર નીકળી પડે છે. ગમેએટલા પંખા કે ACમાં રહો, ફૂલઝાડ જે તાજગી બક્ષે છે એવો મૅજિક હજી પણ મશીન નથી આપી શકતાં. જોકે દરેક માટે આમ ટહેલ પણ સરળ નથી હોતી એટલે લોકો ઘરમાં એકાદ ખૂણામાં નાનો તો નાનો છોડ વાવી નાનકડો બગીચો બનાવી ઠંડકનો લહાવો લણી લે છે. એમાંય હરિયાળી સાથે જો રંગબેરંગી ફૂલો ભળે તો શું વાત. સવાલ થાય કે ગરમીમાં પણ શું બહાર ખીલતી હશે? જવાબ છે, હા. આ વિશે વાત કરતાં પ્લાન્ટેશન નિષ્ણાત અને લૅવિશ લૅન્ડસ્કેપના ઓનર મનોજ મહેતા કહે છે, ‘ગરમીની ઋતુ આમ તો કોઈ પણ છોડ માટે બહુ જ પડકારજનક હોય છે, પણ આવી ગરમી ફૂલોવાળા છોડ માટે વરદાનરૂપ છે અને એમાં જે પ્લાન્ટ ઊગે છે એને મરણ નથી હોતું, આ એટલા મજબૂત છોડ હોય છે. જો તમે એની ડાળી કટ કરીને ક્યાંક લગાડો તો એ ફરી ઊગવા લાગશે. દસ મિલીલિટર પાણીમાં પણ એ છોડ સરસ સર્વાઇવ કરી શકે છે. શરત એટલી જ કે આ દરેકને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળવો જોઈએ.’
ગરમીમાં તમે આ ફૂલોના પ્લાન્ટ્સ વાવી શકો છો. એ વિશે મનોજ મહેતા પાસેથી જાણકારી મેળવીએ.
માટી અને ખાતર ઘરના કોઈ પણ ખૂણામાં જ્યાં મૅક્સિમમ સનલાઇટ આવે છે એવો ખૂણો પસંદ કરવા પર ભાર મૂકતાં મનોજભાઈ કહે છે, ‘આમ તો આ બધા ચારથી ૬ કલાક સૂર્યપ્રકાશ માગતા પ્લાન્ટ્સ છે. ઘરમાં લગભગ આ રીતે જ સૂર્યપ્રકાશ મળતો હોય છે. માટીનું મીડિયમ પોરસ રાખવું. પાણી સાંજે જ આપો. પ્લાન્ટના હિસાબે ખાતર આપવું. એપ્રિલ મહિનો ખાતર આપવા માટે શ્રેષ્ઠ મોસમ છે. તમારું કૂંડું એક ફુટનું અને છોડ એક ફુટનો છે તો પાંચથી છ સ્પૂન ખાતર આપો. નૅચરલ ખાતરમાં વર્મી કમ્પોસ્ટ અથવા નીમ પેટ આપો. અથવા એક વર્ષ જૂનું છાણનું ખાતર જે સાવ ભૂકો થઈ જતું હોય એ આપી શકાય. એપ્રિલ મહિનો ખાતર આપવાનો સમય છે.’
પાણી આપવાની યોગ્ય પદ્ધતિફૂલધરા છોડ માટે સૂર્યપ્રકાશનો મોટો રોલ છે એમ જ પાણીનો પણ છે એવું જણાવતાં મનોજભાઈ કહે છે, ‘લોકો વિચારે છે કે બહુ તડકો પડે છે તો વધુ પાણી આપવું ખોટું છે. જો તમારે ત્યાં રાતે ઠંડક પડે છે તો પાણી ઓછું આપો. જો તમારે ત્યાં રાતે પણ ગરમી છે તો સવારે સાત વાગ્યા પહેલાં પાણી આપો. સાદું લૉજિક છે, ગૅસ પર પાણી મૂકીએ તો વરાળ લાગે અને એ આપણનેય લાગે. એવી જ રીતે તડકામાં પાણી આપો તો એ જે વરાળ નીકળે એ પ્લાન્ટને નુકસાન કરે છે. એટલે સવારે ગરમી ચડે એ પહેલાં પાણી આપો અથવા સાંજે પાંચ-છ વાગ્યે જ્યારે સૂર્યનો પ્રકાશ પ્લાન્ટ પર સીધો ન પડતો હોય ત્યારે પાણી આપવું.’
જોકે ઍનિમલ શેપ્સ કે રિલિજિયસ સિમ્બૉલ્સ ધરાવતી આ પ્રકારની જ્વેલરી પહેરવી હોય તો એ કોની સાથે પહેરાય અને ક્યારે નહીં એની બેઝિક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
25 February, 2025 06:57 IST | Mumbai | Rajul Bhanushali
તાજેતરમાં કૅનેડાની બ્રૉક યુનિવર્સિટી અને ધ યુનિવર્સિટી ઑફ કૅલગરીના નિષ્ણાતોએ તારવ્યું છે કે મોટા પરિવારોમાં ઊછરેલાં અને વચેટ હોય એવાં છોકરા-છોકરીઓ તેમનાં મોટાં અથવા નાનાં ભાઈ-બહેનોની સરખામણીમાં વધુ કો-ઑપરેટિવ, હેલ્પફુલ, સમજદાર અને પ્રામાણિક હોય છે. આંકડાકીય સર્વેમાં નીકળેલું આ તારણ શું હકીકતમાં પણ સાચું છે? અમે પૂછ્યું કેટલાંક એવાં ભાઈ-બહેનોને જેઓ ઘરમાં કાં તો નાનાં છે કાં મોટાં. સંતાનોની ત્રિપુટી ધરાવતા પેરન્ટ્સને પણ પૂછ્યું કે શું ખરેખર વચેટ દીકરા-દીકરીઓ હેલ્પફુલ છે? રાજુલ ભાનુશાલીએ કરેલી ગોષ્ઠિમાં શું જાણવા મળ્યું એ જાતે જ વાંચી લો
07 February, 2025 12:02 IST | Mumbai | Rajul Bhanushali
ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.
ક્યારે શરૂ થયો કાચા સૂતરને તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ?
કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત?
કેમ ઉજવવામાં આવે છે આ તહેવાર?
શું છે રક્ષાબંધનના પર્વ પાછળની કથા?
જાણો મિડ-ડે ગુજરાતીના વીડિયો માં આખા તહેવારનો સાર...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK