Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Classical Dancer

લેખ

વંદના દેસાઈ

૮૭ વર્ષની ઉંમરે પણ આ શિક્ષિકાએ નૃત્ય શીખવવાનું ચાલુ રાખ્યું છે

વિલે પાર્લેમાં રહેતાં ૮૭ વર્ષનાં વંદના દેસાઈની નૃત્ય ઍકૅડેમી ‘કલા સંગમ’ની આ વર્ષે સ્વર્ણિમ જયંતી ઊજવાઈ રહી છે

21 March, 2025 12:32 IST | Mumbai | Jigisha Jain
વિધા લાલ (તસવીર સૌજન્ય: રામકૃષ્ણ હેગડે)

પંડિત દુર્ગાલાલ મહોત્સવ: કથકના મહાન ગુરુને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન

Pandit Durga Lal Festival: કથક લેજન્ડ એવા ગુરુ શ્રી પંડિત દુર્ગાલાલની સ્મૃતિમાં તેમનાં શિષ્યા વિદુષી ઉમા ડોગરા, સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળ આ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યના વિશેષજ્ઞ કલાના વારસાની પ્રસ્તુતી કરે છે.

07 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીનાક્ષી શેષાદ્રિ

૬૦ વર્ષની ઉંમરે પુષ્પા 3માં નાચવું છે મીનાક્ષી શેષાદ્રિને

કોણે કહ્યું વીસની ઉંમરમાં જ આઇટમ-સૉન્ગ કરી શકાય?

10 August, 2024 09:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં મુંબઈ સહિત વિવિધ રાજ્યના કુલ આઠ કલાકારોનું પરફોર્મન્સ જોવા મળશે. તસવીર સૌજન્ય - સામવેદ સોસાયટી ફોર પરફોર્મિંગ આર્ટ્સ

34મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલમાં જોઇ શકશો ઉત્કૃષ્ટ શાસ્ત્રીય નૃત્યકલા

34મા રેનડ્રોપ્સ (Raindrops Festival) ફેસ્ટિવલને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણીએ કે મુંબઈના સંસ્કૃતિક પરિદ્રશ્યમાં નૃત્યના રંગ ભરનારા આ ફેસ્ટિવલમાં આ વર્ષે કયા કલાકારો ભાગ લેશે. આ ફેસ્ટિવલ સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ (Samved Society for Performing Arts)દ્વારા યોજવામાં આવે છે જેના સ્થાપક સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા કથક નૃત્યાંગના અને વિદુષી ઉમા ડોગરા  (Uma Dogra) છે. દર વર્ષે જુલાઇમાં બે દિવસીય નૃત્ય સમારોહમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યકારો પોતાની કલાની રજુઆત કરે છે. આ વર્ષે 26 અને 27મી જુલાઇના રોજ  SPJIMR ઓડિટોરિયમ, ભવન્સ કૉલેજ કેમ્પસ, અંધેરી વેસ્ટ (Andheri West) ખાતે યોજાનારા ફેસ્ટિવલમાં કથક, ભરતનાટ્યમ, ઓડિસી અને કુચીપડી જેવાં શાસ્ત્રીય નૃત્યનો આસ્વાદ કરવા મળશે.

15 July, 2024 04:51 IST | Mumbai | Chirantana Bhatt
જુઓ મહિલા ચેસ પ્લેયર તાનિયા સચદેવનો ગ્લેમરસ અંદાજ

જુઓ મહિલા ચેસ પ્લેયર તાનિયા સચદેવનો ગ્લેમરસ અંદાજ

ભારતની જાણીતી મહિલા ચેસ પ્લેયર તાનિયા સચદેવ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે જાણો તેના વિશે વધુ...

21 August, 2020 08:29 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK