બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ સામે શરૂ કરેલી વ્યાપક કાર્યવાહી ગઈ કાલે પણ ચાલુ રાખી હતી. ગઈ કાલે મલાડ-વેસ્ટ, કાંદિવલી-વેસ્ટ, ઘાટકોપર-વેસ્ટ, કોલાબા કૉઝવે પાસેની માર્કેટ, દાદર-વેસ્ટ, દહિસર-ઈસ્ટ, કુર્લા, ચર્ચગેટ સબવે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસેના સબવેમાં બેસેલા ગેરકાયદે ફેરિયાઓ સામે પગલાં લઈને આ તમામ સ્થળોને ફેરિયામુક્ત કરવામાં આવ્યાં હતાં.
03 July, 2024 04:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent