ચેમ્બુર, તિલકનગરમાં આવેલા સહ્યાદ્રી ક્રિડા મંડળ તરફથી આ વર્ષે બાપ્પાનું આગમન કરવા માટે વૃંદાવન ધામની થીમની પસંદગી કરવામાં આવી છે. અહીં તમે પંડાલના પ્રવેશ દ્વારથી શરૂ કરીને એક્ઝિટ સુધી પહોંચો છે ત્યં સુધી તમને એવું લાગે છે કે જાણે તમે ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણની પાવન ભૂમિ વૃંદાવનમાં ફરી રહ્યા છો. આ વૃંદાવન ધામની થીમ તમને મુંબઈમાં વૃંદાવનનો આભાસ કરાવે છે જેની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. બાપ્પાનું સ્વાગત, તેમનું આગમન, અને તેમની હાજરી દરમિયાનના દિવસોમાં તેમની આસપાસની સજાવટ ખાસ હોય, અલગ હોય એવા પ્રયત્નો તો લગભગ બધાં જ પોતાની શક્તિ પ્રમાણે કરતા હોય છે. પણ અહીં ખાસ વાત એ છે કે અહીં જે થીમ બાપ્પાના આગમન અને સ્વાગત માટે નક્કી કરવામાં આવે છે તે જ થીમ પર બાપ્પાનું વિસર્જન રથ પણ બનાવવામાં આવે છે. આ વર્ષે બાપ્પાનાં સ્વાગત માટે વૃંદાવન ધામની થીમ બનાવવામાં આવી છે ત્યારે બાપ્પાનું વિસર્જન એ જ થીમ પ્રમાણે રથની ડિઝાઈન કરીને કરવામાં આવે છે.
28 September, 2023 05:23 IST | Mumbai | Shilpa Bhanushali