પીએમ મોદી ચાર રાજ્યોના પ્રવાસ માટે જવાના છે. 7-8 જુલાઈના રોજ છત્તીસગઢ, યુપી, તેલંગાણા અને રાજસ્થાનમાં તેઓ મુલાકાત કરશે. મુલાકાત દરમિયાન પીએમ પાંચ શહેરો રાયપુર, ગોરખપુર, વારાણસી, વારંગલ અને બિકાનેરમાં લગભગ એક ડઝન કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ આ પ્રવાસ દરમિયાન આશરે રૂ. 50, 000 કરોડની કિંમતના લગભગ 50 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમ સૌપ્રથમ દિલ્હીથી રાયપુર જશે જ્યાં તેઓ 7 જુલાઈએ શિલાન્યાસ કરશે અને બહુવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે. તેમાં રાયપુર વિશાખાપટ્ટનમ કોરિડોરના વિવિધ છ-લેન વિભાગો માટે શિલાન્યાસનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેઓ જાહેર સભા કરવાના છે. પીએમ ત્યારબાદ ગોરખપુર જશે જ્યાં ગીતા પ્રેસમાં કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. પીએમ મોદી ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. ગોરખપુરથી પીએમ તેમના મતવિસ્તાર વારાણસી જશે, જ્યાં તેઓ બહુવિધ મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટના નવીનીકરણનો શિલાન્યાસ પણ કરશે. બીજા દિવસે પીએમ વારાણસીથી તેલંગાણાના વારંગલ જશે. જ્યાં તેઓ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PM NH-563 ના કરીમનગર-વારંગલ સેક્શનના ફોર લેનિંગનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ તેઓ વારંગલમાં એક જાહેર સભામાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ગ્રીન એનર્જી કોરિડોર ફેઝ- I માટે આંતર-રાજ્ય ટ્રાન્સમિશન લાઇનને સમર્પિત કરશે. તેઓ બિકાનેરમાં એક જાહેર સભામાં પણ હાજરી આપવાના છે.
05 July, 2023 05:28 IST | Delhi