જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી?
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે દર્શન જરીવાલા. દર્શન જરીવાલાએ મિલિયન ડોલર આર્મ, ગાંધી, માય ફાધર અને કહાની(2012) જેવી ફિલ્મોમાં કામ કર્યું આ સિવાય અનેક ટેલીવિઝન શૉઝ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ગાંધી એન્ડ કંપની, ઓમ મંગલમ્ સિંગલમ, ચીલ ઝડપ અને બેડ બૉય તેમજ ઑક્સિજન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
23 November, 2023 10:29 IST | Mumbai | Shilpa Bhanushali