‘અવેન્જર્સ: એન્ડગેમ’ની ખૂબ જ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. માર્વલ યુનિવર્સની આ 22મી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા અવેન્જર્સનો અંત થઈ રહ્યો હોવાની ચર્ચા છે અને એથી જ આ ફિલ્મને ‘એન્ડગેમ’ નામ આપવામાં આવ્યું છે. માર્વલ સિરીઝને ફૉલો કરનાર વ્યક્તિ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જોકે એવા પણ કેટલાક લોકો છે જેઓ આ ફિલ્મને જોવા માગે છે, પરંતુ તેમના માટે દરેક ફિલ્મ જોવી શક્ય નથી. ‘એન્ડગેમ’માં 2008 થી લઈને 2019 સુધીની તમામ ફિલ્મોની સ્ટોરીને કનેક્ટ કરવામાં આવી છે. જોકે આજે આપણે એવી જ કેટલીક ફિલ્મોની ચર્ચા કરીએ જે જોયા બાદ તમે ‘એન્ડગેમ’ જોઈ શકો છો અને તમારે 21 ફિલ્મો જોવાની જરૂર પણ નહીં રહે.
26 April, 2019 05:06 IST